• Gujarati News
  • Lifestyle
  • 12 Out Of 100 Women Like To Be In An Open Relationship, No One Wants Relationship With One Partner

સંબંધમાં આઝાદી:100માંથી 12 મહિલાઓને ઓપન રેલિશનશિપમાં રહેવું ગમે છે, કોઈ એક પાર્ટનર સાથે કાયમી રહેવા માગતી નથી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે, 26% મહિલાઓ હાલના રિલેશનશિપથી ખુશ નથી
  • પાર્ટનર પ્રત્યે જવાબદારી ન લઈ પશ્ચિમી દેશોની ચલણ અપનાવી રહી છે મહિલાઓ

ડેટિંગ એપ 'quack quack'નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ડિસેમ્બરના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 12% મહિલાઓ 'ઓપન રિલેશનશિપ' માટે રસ ધરાવે છે. તો 26% મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ હાલના રિલેશનશિપથી ખુશ નથી. તેથી નવાં વર્ષે જૂનાં રિલેશનને ગુડ બાય કહેવા માગે છે.

યુવતીઓને પશ્ચિમી ચસકો
ઓપન રિલેશનશિપમાં રહેતા કપલને એ વાતથી કોઈ વાંધો નથી હોતો કે તેનો પાર્ટનર કોઈ બીજી વ્યક્તિ સાથે ક્યારે શું કરે છે. આ રિલેશનશિપમાં પાર્ટનર સિવાય અન્ય વ્યક્તિ સાથે પણ રોમાંટિક અને સેક્સ્યુઅલ સંબંધ મંજૂર હોય છે. સ્પષ્ટ શબ્દોમાં આ રિલેશનમાં કોઈ પણ પ્રકારના એથિક્સ કે બંધન હોતા નથી. ઓપન રિલેશનશિપનું ચલણ પશ્ચિમ દેશોમાં છે.

સાયકોલોજિસ્ટનું માનવું છે કે, છોકરીઓ માથા પર બોજ સમાન સંબંધનો ભાર સહન કરવા માગતી નથી. તેઓ વહેલી તકે આવા સંબંધમાંથી બહાર આવવા માગે છે.

મહિલાઓ અગ્રેસર
નવેમ્બર 2021માં 'નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટ-5' પ્રમાણે સ્ત્રી પુરુષની સંખ્યાનો રેશિયો 1020 :1000 છે. નવા રિપોર્ટ પ્રમાણે, આ રેશિયોએ ભારતને વિકસિત દેશોની શ્રેણીમાં લાવી દીધો છે. પુરુષ કરતાં મહિલાઓની સંખ્યામાં વધારો સમાજમાં એક પરિવર્તનના સંકેત આપે છે.

મૂવ ઓન કરવા માગે છે
મનસા ગ્લોબલ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ક્લીનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. શ્વેતા શર્માના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે. શિક્ષણ અને કરિયર સાથે રિલેશનશિપ અંગે પણ તેમના વિચાર બદલાયા છે. યુવતીઓ તેમની ચોઈસ પ્રમાણે સંબંધ બનાવવા ઈચ્છે છે. તેઓ ડિપ્રેશ્ડ રિલેશનશિપમાં નહિ 'મૂવ ઓન'માં વિશ્વાસ રાખે છે.

બંધનો સ્વીકાર નથી

મનસ્થલી વેલનેસ ક્લીનિકના ફાઉન્ડર સાઈકિયાટ્રિસ્ટ ડૉ. જ્યોતિ કપૂરના જણાવ્યા પ્રમાણે, સમય સાથે ઘણા ફેરફાર થયા છે. આજની પેઢી પાર્ટનર પ્રત્યે પોતાની જવાબદારીથી બચવા માગે છે. રિલેશનશિપમાં હોવા છતાં આઝાદીથી જીવવા માગે છે.

બોલિવુડમાં પણ ટ્રેન્ડ
ફિલ્મસ્ટાર કબીર બેદી ઓપન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. પત્ની પ્રતિમા બેદી હોવા છતાં તેમના સંબંધ એક્ટ્રેસ પરવીન બોબી સાથે હતા. તેની ખરાબ અસર લગ્ન જીવન પર થઈ.

દીપિકા પાદુકોણે પણ આ અંગે એક ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં ઘટસ્ફોટ કર્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેણે રણવીર સિંહને શરૂઆતમાં કહ્યું હતું કે, 'હું તમને પસંદ કરું છું પરંતુ જૂના અનુભવોને કારણે હું ઓપન રિલેશનશિપમાં રહેવા માગુ છુ. હું કોઈ પણ પ્રકારનો વાયદો કરવા માગતી નથી. જો હું કોઈ બીજા પ્રત્યે આકર્ષિત થઈ જઉું તો પોતાની મરજીથી ચાલી જઈશ'

વિદેશમાં ઓપન રિલેશનશિપ સામાન્ય વાત
હોલિવુડ સ્ટાર બ્રેડ પિટ અને એન્જલિના જોલી પણ ઓપન રિલેશનશિપમાં હતા. એન્જલિનાએ સ્વીકાર્યું હતું કે બંનેમાંથી કોઈ પણ મોનોગેમસ નથી. અર્થાત બંને કોઈ બીજી વ્યક્તિ સાથે પણ ફિઝિકલ રિલેશનશિપમાં છે. ડૉ. જ્યોતિ જણાવે છે કે, આવા રિલેશનશિપમાં કશું બચતું નથી. વ્યક્તિ માનસિક રીતે એકલતાનો અનુભવ કરે છે.

અલગ અલગ લોકો સાથે સંબંધમાં રહેવાને કારણે માનસિક અને ભાવનાત્મક પ્રેશર અનુભવાય છે. તેમાં વ્યક્તિની મેન્ટલ હેલ્થ સારી રહેતી નથી. ભારતમાં આ ચલણ શરૂ તો થયું છે પરંતુ અહીંની મહિલાઓનો ભાવનાત્મક સ્વભાવ અને ફેમિલી સિસ્ટમ આ રિલેશનશિપ લાંબું ટકવા નહિ દે.

અન્ય સમાચારો પણ છે...