• Gujarati News
  • Lifestyle
  • 11 year old Manya Harsha Makes Paper From Vegetable Peel, Has Written 5 Books On Environment So Far

ઈકો એક્ટિવિસ્ટની પહેલ:11 વર્ષની માન્ય હર્ષા શાકભાજીની છાલમાંથી પેપર બનાવે છે, તેને પર્યાવરણ પર અત્યાર સુધી 5 પુસ્તકો લખ્યા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમીની રજામાં માન્યાએ ડુંગળીની છાલમાંથી A-4 સાઈઝનું પેપર બનાવ્યું
  • માન્યા જણાવે છે કે, હું ધરતી માતાનો વિનાશ નથી જોઈ શકતી

જ્યારે મોટાભાગના બાળકો સ્માર્ટફોન અને વીડિયો ગેમ રમવામાં વ્યસ્ત હોય છે, ત્યારે બેંગલુરુની રહેતી માન્યા હર્ષે શાકભાજીની છાલમાંથી ઈકો સસ્ટેનેબલ પેપર તૈયાર કર્યું છે. પર્યાવરણ બચાવવામાં માન્યાના પ્રયાસોની પ્રશંસા યુનાઈટેડ નેશનવ વોટર દ્વારા પણ કરવામાં આવી છે. માન્ય જણાવે છે કે હું દરેક દિવસને પૃથ્વી દિવસ તરીકે મનાવું છું. તે માને છે કે પર્યાવરણનું રક્ષણ કરવું આપણા બધાની જવાબદારી છે. ગરમીની રજામાં માન્યાએ ડુંગળીની છાલમાંથી A-4 સાઈઝનું પેપર બનાવ્યું.

તે લગભગ 10 ડુંગળીની છાલનો ઉપયોગ કરીને 2થી 3 A-4 સાઈઝના પેપર બનાવે છે. જો કે, પેપર બનાવવાનો તેનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેને અલગ અલગ કલર અને પેટર્નની શીટ બનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. માન્યા જણાવે છે કે, હું ધરતી માતાનો વિનાશ નથી જોઈ શકતી. તે આપણી માતા છે અને ધરતી માતાના બાળકો તરીકે આપણી ફરજ છે કે તેનું દરેક રીતે રક્ષણ કરીએ. તે પ્રકૃતિ પર આધારિત પુસ્તકો પણ લખે છે અને અત્યાર સુધી પાંચ પુસ્તકો લખી ચૂકી છે. તેનું બે પુસ્તકો પર કામ ચાલુ છે. માન્યાના અનુસાર, મારો પરિવાર જ મારી પ્રેરણા છે. મારા માતાપિતાએ મને હંમેશાં પર્યાવરણ બચાવવાની દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી છે.

માન્યાની માતાએ જણાવ્યું કે, અમને અમારી દીકરી પર ગર્વ છે. તે નાનપણથી જ બધું જાણવા ઉત્સુક હતી. તે પ્રકૃતિને બચાવવા માટે વિવિધ પ્રયાસ કરે છે. માન્યા હેન્ડમેડ પેપરથી પેપર બેગ બનાવે છે અને તેને નાની દુકાનોમાં વહેંચે છે.