• Gujarati News
  • Lifestyle
  • 11 year old Laurent Became The World's Second youngest 'graduate', Aiming To Make Humans 'immortal'

નાની ઉંમરે મોટું કામ:11 વર્ષનો લોરેન્ટ દુનિયાનો બીજા નંબરનો ‘સૌથી નાની ઉંમરનો ગ્રેજ્યુએટ’ બન્યો, તેનો લક્ષ્ય મનુષ્યોને ‘અમર’ બનાવવાનો છે

3 મહિનો પહેલા
લોરેન્ટ બેલ્જિયમનો રહેવાસી છે
  • 85% ટોપ સ્કોર સાથે ગ્રેજ્યુએશન કર્યું
  • શરીરના અંગોને મેકેનિકલ પાર્ટ સાથે એક્સચેન્જ કરી મનુષ્યોને અમર બનાવશે

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 20 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થાય છે પણ 11 વર્ષનાં લોરેન્ટ સિમોન્સના કેસમાં આ વાક્ય સાચું પડતું નથી. આ તેજસ્વી વિદ્યાર્થીએ માત્ર 11 વર્ષની ઉંમરમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તે દુનિયાનો બીજા નંબરનો સૌથી નાની ઉંમરનો ગ્રેજ્યુએટ બન્યો છે. લોરેન્ટને આગળ જઈને મનુષ્યોને અમર બનાવવાનાં ટોપિક પર સ્ટડી કરવી છે.

ત્રણ વર્ષની બેચલર ડિગ્રી માત્ર 1 વર્ષમાં પૂરી કરી
ત્રણ વર્ષની બેચલર ડિગ્રી માત્ર 1 વર્ષમાં પૂરી કરી

ટોપ સ્કોર સાથે ગ્રેજ્યુએશન કર્યું
આ બ્રિલિયન્ટ લોરેન્ટ બેલ્જિયમના ઓસ્ટેન્ડનો રહેવાસી છે. તેણે યુનિવર્સીટી ઓફ એન્ટવેર્પમાં ફિઝિક્સમાં બેચલર પૂરું કર્યું છે. આ બેચલર ત્રણ વર્ષનો કોર્સ છે પણ લોરેન્ટે માત્ર એક વર્ષમાં પૂરું કર્યું છે. તેને ક્લાસમાં 85% સ્કોર સાથે ટોપ કર્યું છે.

લોરેન્ટ તેના ક્લાસમાં પણ ટોપર હતો
લોરેન્ટ તેના ક્લાસમાં પણ ટોપર હતો

મિશેલ 10 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયો
લોરેન્ટ પહેલાંનો રેકોર્ડ મિશેલ કેર્નીનાં નામે છે. તેણે વર્ષ 1994માં યુનિવર્સીટી ઓફ સાઉથ એલ્બામામાંથી 10 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ પૂરું કર્યું હતું. 10 વર્ષની ઉંમરે તેની પાસે એન્થ્રોપોલોજીની ડિગ્રી હતી.જો કે, આ રેકોર્ડ લોરેન્ટ પણ બનાવી શકત પણ 10 વર્ષની ઉંમર પહેલાં તેને કોલેજમાં એડમિશન મળ્યું નહોતું. આથી વર્ષ 2019માં તેણે કોલેજ છોડી દીધી.

લોરેન્ટનો લક્ષ્ય મનુષ્યોને ઇમ્મૉર્ટલ બનાવવાનો છે
લોરેન્ટનો લક્ષ્ય મનુષ્યોને ઇમ્મૉર્ટલ બનાવવાનો છે

શરીરના અંગોને મેકેનિકલ પાર્ટ સાથે એક્સચેન્જ કરી મનુષ્યોને અમર બનાવશે
લોરેન્ટે તેના ફ્યુચર પ્લાન વિશે જણાવ્યું કે, હું નાની ઉંમર ગ્રેજ્યુએટ થયો તેનાથી મને કોઈ ફર્ક પડતો નથી. મારે શક્ય તેટલું વધારે નોલેજ ભેગું કરવું છે. મારા ગોલ માટે આ ફર્સ્ટ પઝલ પાર્ટ છે. મારો ગોલ ઇમ્મૉર્ટલ છે. મારે શક્ય તેટલા મનુષ્યના શરીરના અંગોને મેકેનિકલ પાર્ટ સાથે એક્સચેન્જ કરવા છે. આ એક મોટી પઝલ છે અને ત્યાં સુધી જવાનો નક્શો પણ મેં તૈયાર કરી લીધો છે.

માતા-પિતા સાથે લોરેન્ટ
માતા-પિતા સાથે લોરેન્ટ

‘દુનિયાનાં બેસ્ટ પ્રોફેસર સાથે કામ કરવું છે’
વધુમાં લોરેન્ટે કહ્યું, આ પ્રકારની સ્ટડીમાં બે વાત મહત્ત્વની છે. વધારે નોલેજ ભેગું કરવું અને તેને અપ્લાય કરવું. મારે મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે દુનિયાનાં બેસ્ટ પ્રોફેસર સાથે કામ કરવું છે. તેઓ શું વિચારે છે તે જાણવું છે.

સોશિયલ મીડિયા પર લોરેન્ટ અવાર-નવાર પોસ્ટ કરતો રહે છે
સોશિયલ મીડિયા પર લોરેન્ટ અવાર-નવાર પોસ્ટ કરતો રહે છે

11 વર્ષનાં સફરમાં લોરેન્ટની લાઈફમાં ઘણી તકલીફો પણ આવી, ઘણી યુનિવર્સીટીએ તેને એડમિશન આપવાની ચોખ્ખી ના પાડી. લોરેન્ટના પરિવારે તેને સપોર્ટ કરવા માટે સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવ્યું છે, તેના 60 હજારથી વધારે ફોલોઅર્સ છે.

અન્ય સમાચારો પણ છે...