• Gujarati News
  • Lifestyle
  • 11 Year Old Autistic Kid Is Chinas Youngest Yoga Teacher Has Earned More Than 11 Lakh Per Month

સૌથી નાની ઉંમરનો સર્ટિફાઈડ યોગા ટ્રેનર:ઑટિઝમ બીમારીને હરાવવા 2 વર્ષની ઉંમરે યોગ શરુ કર્યા, 7 વર્ષની ઉંમર સુધીમાં સેલિબ્રિટી અને મહીને 11 લાખ રૂપિયા કમાતો અમીર બાળક બન્યો

4 મહિનો પહેલા
સુનની માતાએ કહ્યું, મારા દીકરા માટે યોગ ઈશ્વરની એક અમૂલ્ય ગિફ્ટ છે
  • સુન માટે તેની માતાએ યોગ શીખ્યા હતા
  • તેણે અત્યાર સુધી 100થી વધુ લોકોને યોગ શીખવાડ્યા

ચીનમાં 11 વર્ષનો સુન ચુયાંગ લોકોને યોગ શીખવાડી રહ્યો છે. સુને અત્યાર સુધી 2 રેકોર્ડ બનાવ્યા છે. પ્રથમ, તે ચીનમાં સૌથી નાની ઉંમરનો યોગા ટીચર છે. બીજું, તેની દર મહિનાની કમાણી 10.90 લાખ રૂપિયા છે. આ સાથે તે ચીનમાં નાની ઉંમરમાં અમીર વ્યક્તિ પણ બની ગયો છે. મુશ્કેલ યોગ પણ સરળતાથી શીખવાડીને સુન દુનિયાભરમાં પોતાની ઓળખ ઊભી કરી રહ્યો છે.

અઘરા યોગ શીખવાડવામાં પણ સક્ષમ છે
અઘરા યોગ શીખવાડવામાં પણ સક્ષમ છે

સૌથી નાની ઉંમરનો સર્ટિફાઈડ યોગા ટ્રેનર
ચાઇનીઝ મીડિયા પ્રમાણે, સુન દુનિયાભરમાં સૌથી નાની ઉંમરનો યોગા ટ્રેનર છે. સુન લોકોને પ્રાચીન ભારતીય યોગની ટ્રેનિંગ આપે છે. ઘણા મોટા યોગ સેન્ટર પણ તેને ઓફર કરી ચૂક્યા છે.

યોગે સુનને ફેમસ બનાવ્યો
યોગે સુનને ફેમસ બનાવ્યો

100 વધારે લોકોને યોગ શીખવાડ્યા
સુને યોગની શરુઆત 2 વર્ષની ઉંમરે કરી હતી. 6 વર્ષની ઉંમર સુધીમાં તો તે યોગને લીધે આખા દેશમાં ફેમસ થઈ ગયો. 7 વર્ષની ઉંમરમાં સુન એક યોગા સેલિબ્રિટી બની ગયો. અત્યાર સુધી તે 100 લોકોને ટ્રેન્ડ કરી ચૂક્યો છે.

યોગથી ઑટિઝમ બીમારી હરાવી
સુનની માતા કહ્યું કે, 2 વર્ષથી પણ ઓછી ઉંમરમાં સુનને ઑટિઝમ નામની બીમારી હોવાનું ખબર પડી. આથી તેને યીગ સેન્ટર લઇ જવાનું શરુ કર્યું. ત્યાં તેણે યોગ શીખવાના શરુ કર્યા. યોગને લીધે તેનું ટેલેન્ટ લોકો સામે આવ્યું અને ઑટિઝમ બીમારી જડમૂળમાંથી નાશ પામી.

યોગની મદદથી ઑટિઝમ બીમારી જડમૂળમાંથી નાશ કરી
યોગની મદદથી ઑટિઝમ બીમારી જડમૂળમાંથી નાશ કરી

ઘણા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, યોગથી ઑટિઝમ અમે જીવ મેળવી શકાય છે. તેનાથી પીડિત બાળકોને યોગ કરાવવાથી તેમનામાં માનસિક અને શારીરિક વિકાસમાં સુધારો જોવા મળે છે.

સુનને યોગ શીખવાડવામાં તેની માતાનો ફાળો છે
સુનને યોગ શીખવાડવામાં તેની માતાનો ફાળો છે

સુનની માતાએ પણ યોગની ટ્રેનિંગ લીધી હતી
દીકરાની જિંદગી બચાવવા માટે સુનની માતા પણ યોગ શીખી હતી. તે માને છે કે, મારા દીકરા માટે યોગ ઈશ્વરની એક અમૂલ્ય ગિફ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...