મોલનો મોહ ભાંગ્યો, ઓનલાઈન ખરીદીની લત લાગી:6 વર્ષમાં 11% ઓનલાઈન મહિલા ખરીદદાર વધી, 50% ખરીદદાર નાના શહેરો અને ગામડામાંથી આવે છે

5 દિવસ પહેલા

જો તમે યુવા છો અને વાતવાતમાં ઓનલાઈન શોપિંગની ધાક જમાવો છો તો સાવધાન! જલ્દી જ મોટી ઉંમરની મહિલાઓ તમને ઈ-કોમર્સની દુનિયામાં માત આપશે.

ભોપાલ, ભીલવાડા હોય, જમશેદપુર હોય, જયપુર હોય કે પછી આરા અને અલવર. આવનાર વર્ષોમાં દેશનાં અંદાજે 60 ટકા ઓનલાઈન ગ્રાહકો આ જ ટિયર-2 અને ટિયર-3 વિસ્તારના હશે. તેમાં પણ 45 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ વધુ પડતી જોવા મળશે.

રસોડાથી નીકળીને મહિલાઓ હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં પણ પુરુષોને પાછળ છોડી ચૂકી છે. ઈનરવિયર છુપાવીને લાવતી અને સંતાડીને સૂકવતી મહિલાઓ આજે ઓનલાઈન ડિઝાઈનર ઈનરવિયર ખરીદી રહી છે. તેઓ વેસ્ટર્ન ડ્રેસીઝ, ફેશન જ્વેલરી અને બ્યૂટી પ્રોડક્ટ્સથી માંડીને ગ્રોસરી સુધીની તમામ વસ્તુઓનો ઓનલાઈન બિઝનેસ તેજીથી વધી રહ્યો છે.

આગળ વધતા પહેલા નાના શહેરો અને ગામડાની મહિલાઓમાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ કેટલો છે? તે જાણીએ

બજારનું ભવિષ્ય ભાખતી રિસર્ચ કંપનીઓનું કહેવુ છે કે, ‘ભારતમાં ઈ-કોમર્સનાં સેક્ટરમાં આવનાર તેજી ગામડાની સાંકડી ગલીઓમાં વસતી આ મહિલાઓની શોપિંગથી જ આવશે. આ તે જ મહિલાઓ છે કે, જે દેશમાં ઈ-કોમર્સનો એક નવો ટ્રેન્ડ સેટ કરશે અને તેઓ માટે કંપનીઓએ તેની પોલિસી અને ઓફર્સમાં પણ ફેરફાર કરવા પડશે.

જો તમને વિશ્વાસ નથી આવી રહ્યો તો નીચેના આ 3 તબક્કાઓ પર એક નજર ફેરવો.

47 વર્ષની કવિતાને ઘરેબેઠા ખરીદી કરવાનો રંગ લાગ્યો
જમશેદપુરની 47 વર્ષીય કવિતાને 4 વર્ષ પહેલા તેની પાડોશમાં રહેતી એક મહિલાએ એવું કહ્યું હતું કે, તે રાશનથી લઈને કપડા સુધીની દરેક વસ્તુઓ ઘરેબેઠા જ ઓર્ડર કરી લે છે અને તેના પર સારો એવો ડિસ્કાઉન્ટ પણ લે છે. કવિતાને કોરોનામાં લોકડાઉનના સમયમાં આ ઓનલાઈન શોપિંગનું મહત્વ સમજાયું જ્યારે તેની દીકરીએ ઓનલાઈન સામાન મંગાવવાનું શરુ કર્યું. હવે કવિતા પોતે પણ ઓનલાઈન શોપિંગ કરતી થઈ ગઈ છે. ઓનલાઈન ખરીદીની સુવિધાએ નાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓને ‘હેવી શોપર્સ’ બનાવી દીધી છે.

ઓનલાઈન શોપિંગમાં મહિલાઓનો ટ્રેન્ડ બદલાયો છે અને માર્કેટમાં પણ આવનાર સમયમાં મહિલાઓનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે

ટોપ અને ટી-શર્ટ પહેરનારી મહિલાઓની સંખ્યા વધી
મહિલાઓ પર સાડી, કુર્તા જેવા પારંપારિક પોશાક પહેરવાનું ગમે તેટલું દબાણ કરવામાં આવે પણ કામ કરતી મહિલાઓનો આંકડો વધતા વિદેશી ફેશનને ફોલો કરતી મહિલાઓનો આંકડો પણ વધ્યો. ‘ટેક્નેવિયો રિસર્ચ’ મુજબ વર્ષ 2024 સુધી મહિલાઓનાં વેસ્ટર્ન વેર માર્કેટમાં 8 ટકાથી વધુ વધારાની આશા છે. બીજી તરફ પુરુષોએ પારંપરિક પોશાક પહેરવાનું સાવ ટાળ્યું છે. બાળકો માટે પણ મોટાભાગનાં માતા-પિતા વેસ્ટર્ન પોશાક પર પસંદગી ઊતારે છે.

મહિલાઓની સાપેક્ષે પુરુષોમાં ઓનલાઈન કપડા ખરીદવાનો ક્રેઝ વધુ
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મહિલાઓ કપડાની વધુ પડતી ખરીદી કરે છે પણ ઓનલાઈન શોપિંગમાં પુરુષો તેમનાથી આગળ છે. જો કે, આ અંતર આવવા પાછળનું એક મોટું કારણ મહિલાઓમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનાં જ્ઞાનનો અભાવ. એક્સપર્ટનું કહેવું છે કે, ફીમેલ ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધવાની સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કપડાની ખરીદી કરનારી મહિલાઓની સંખ્યા પણ વધશે.

કામકાજી મહિલાઓમાં વધી ‘રેડી ટુ ઈટ ફૂડ’ની માગ
ન્યૂક્લિયર ફેમિલી અને કામકાજી મહિલાઓની સંખ્યામાં એકાએક વધારો થતા તેની ફૂડ હેબિટ્સમાં પણ બદલાવ આવી રહ્યા છે. ભારતીય મહિલાઓમાં ફ્રોઝન અને ‘રેડી ટુ ઈટ ફૂડ’નું ચલણ વધ્યું છે. રેડસીરની રિપોર્ટ મુજબ લગભગ 26 વર્ષની વર્કિંગ વુમનમાં પ્રોસેસ્ડ ફૂડની માગ સૌથી વધુ છે.

તેનું સૌથી મોટુ કારણ છે તેની બિઝી લાઈફસ્ટાઈલ, જેના કારણે આવનાર સમયમાં પણ ‘રેડી ટુ ઈટ ફૂડ’ની માગમાં વધારો થશે. ‘રિસર્ચ એન્ડ માર્કેટ ડોટ કોમ’ના ડેટા મુજબ 2021માં પ્રોસેસ્ડ ફૂડ માર્કેટ 22,830 અરબ રુપિયાનું હતુ , જેને વર્ષ 2027માં વધારીને 41,835.8 રુપિયા સુધી પહોંચાડવાની આશા છે.

ઓનલાઈન ફૂડ મંગાવવામાં મહિલાઓ પુરુષો કરતાં આગળ
રાકુટેન ઈનસાઈટે અંદાજે 40 હજાર લોકો પર એક સર્વે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, ઓનલાઈન ફૂડ ડિલીવરી સર્વિસનો ઉપયોગ કરવામાં મહિલાઓ પુરુષો કરતા આગળ છે. ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સ તમારા જીવનને થોડુ સરળ બનાવે છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસનો લાભ ઊઠાવવામાં મહિલાઓ પુરુષો કરતાં પણ આગળ છે

સોના-ચાંદી નહી પણ ફેશન જ્વેલરી ખરીદવાની ઈચ્છા
91.3 ટકા જ્વેલરી માર્કેટ પર હજુ પણ જૂના ઘરેણા બનાવતા સોનીઓનો કબ્જો છે. તે દેખાડે છે કે, ઘરેણા જેવી કિંમતી ચીજવસ્તુઓ માટે મહિલાઓ જાણીતા જ્વેલર્સને જ પ્રાથમિકતા આપે છે પણ સોશિયલ મીડિયાએ મહિલાઓને ફેશન જ્વેલરીની ખરીદીનાં લતે ચડાવ્યા છે. ફેશન જ્વેલરી એ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુથી નહી પણ ક્રિસ્ટલ, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુથી બને છે.

ઓનલાઈન ફેશન જ્વેલરી ખરીદવા માટે મહિલાઓ ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ટ્રા જેવી એપ્સ પર વધુ ભરોસો કરે છે.

બદલી રહ્યો છે શોપિંગ મૂડ, વધી રહ્યો છે આત્મવિશ્વાસ
ડિજિટલ સર્વિસિઝનો ઉપયોગ કરીને મહિલાઓનાં આત્મવિશ્વાસમાં જ નહિ પણ શોપિંગ મૂડથી લઈને રહેણીકરણીમાં પણ બદલાવ આવતો જોવા મળી રહ્યો છે. મહિલાનાં આ મૂડને સમજવા માટે ભાસ્કરે એક ઓનલાઈન સર્વે કર્યો. જેમાં જયપુર, જમશેદપુરથી લઈને ભોપાલ અને ઈન્દોર જેવા શહેરોમાં રહેતી 16-47 વર્ષની મહિલાઓએ ભાગ લીધો. સર્વેમાં અમે તેઓની પસંદ-નાપસંદ અને ખરીદીની રીતો જાણવાનો પ્રયાસ કર્યો.

સર્વેમાં ભાગ લેનારી 94 ટકા મહિલાઓએ કહ્યું કે, તે ઓનલાઈન શોપિંગ કરે છે...

ઓનલાઈન શોપિંગ માટે મહિલાઓ ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ટ્રા, મિશો, આઝિયો, બ્લિન્કિટ જેવી વેબસાઈટ્સ અને એપ્સનો ઉપયોગ કરે છે. અમુક મહિલાઓએ કહ્યું કે, તે ઓનલાઈનની સાથોસાથ દુકાન અને મોલમાંથી પણ શોપિંગ કરવાનું પસંદ કરે છે. અમુક લોકોએ જણાવ્યું કે, તે મોલમાં વસ્તુનો ભાવ જાણીને ઓનલાઈન ઓછા ભાવે તે વસ્તુ મંગાવે છે પણ વાત જ્યારે AC અને ફ્રિજ જેવી મોટી વસ્તુઓની ખરીદીની આવે છે ત્યારે ઓનલાઈન શોપિંગ પર તે ઓછો ભરોસો કરે છે.

ડિઝાઈનર ઈનરવિયરનાં ઓનલાઈન વેચાણમાં તેજી
રેડસીરની રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓ અને મહિલાઓ ઘરે હતી ત્યારે ઈનરવિયરનાં સેક્ટરમાં એકાએક તેજી આવી હતી અને ઈનરવિયરનાં ઓનલાઈન વેચાણમાં પણ તેજી આવી હતી. તેમાં બ્રા, પેન્ટી, સ્વિમવિયર, શેપવિયર જેવા કપડાઓ સામેલ છે. મહિલાઓની વધતી ઓનલાઈન શોપિંગને જોઈને એમેઝોન, ફ્લિપકાર્ટ અને આઝિયો જેવી ઓનલાઈન એપ્સનું ફેશન બ્રાન્ડ પર પણ ફોકસ વધ્યું.

5 વર્ષમાં ઓનલાઈન કોસ્મેટિક્સનું માર્કેટ 6 ગણું વધ્યું
ઈ-કોમર્સે બ્યૂટી, ગ્રૂમિંગ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સને ગામડાઓ સુધી પહોંચાડી દીધા છે. મેટ્રો સિટીથી દૂર રહેતી ફીમેલ યૂઝર્સમાં આ પ્રોડક્ટ્સની માગ તેજીથી વધી છે. જેના કારણે અંદાજે 5 વર્ષમાં ઓનલાઈન કોસ્મેટિક્સનું માર્કેટ 10 ગણુ વધ્યું છે. ઓનલાઈન કોસ્મેટિક્સના માર્કેટ તરફ સૌથી પહેલું ધ્યાન એમેઝોને આપ્યું. પછી નાયકા, પર્પલ અને સુગર જેવી કંપનીઓએ પણ તેનું ફોકસ ઓનલાઈન માર્કેટ પર વધાર્યું.

વિશ્વની બીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી છે ભારત
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) અને ગૂગલની એક રિપોર્ટ મુજબ ભારતનાં નાના શહેરોમાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ તેજીથી આગળ વદી રહ્યો છે. 50 ટકા ખરીદદારો નાના શહેરોમાંથી આવતા હતા. આવનાર 7 વર્ષમાં આ આંકડો 60 ટકા સુધી પહોંચી જશે, જેમાં સૌથી વધુ મહિલાઓ સામેલ હશે.

નોન-મેટ્રો સિટીની 45+ મહિલાઓ ખત્તમ કરશે ઈન્ટરનેટ પરનો યુવા પુરુષોનો દબદબો
એક્સપર્ટનું કહેવું છે કે, નાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતી 45 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ ફક્ત ઓનલાઈન શોપિંગને જ આગળ નહી લઈ આવે પણ ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં મેચ્યોર થતા તે પ્રીમિયમ સર્વિસિઝને આગળ લાવવામાં પણ મદદરુપ બનશે. આ કારણોસર ઓનલાઈન શોપિંગ સાઈટ્સે પણ ફીમેલ યૂઝર્સ માટે પોલિસી અને પ્રોડક્ટ્સની કિંમતોમાં ફેરફાર લાવવા પડશે.

આ કારણોસર દેશમાં ઈ-કોમર્સ કંપનીઓની સંખ્યા તેજીથી વધી રહી છે

સોશિયલ મીડિયા, મિત્રો અને રિવ્યૂની મદદથી ઓનલાઈન શોપિંગ શીખી
જમશેદપુરની કવિતા જેવો જ અનુભવ રાજસ્થાનની ભિલવાડાની પૂનમ અગ્રવાલને પણ થયો. 38 વર્ષની પૂનમને સોશિયલ મીડિયા એપનાં માધ્યમથી ખ્યાલ આવ્યો કે, ઘરની જરુરિયાતની તમામ ચીજવસ્તુઓ, કપડા અને અન્ય વસ્તુઓ ઓનલાઈન સસ્તા ભાવે અને ઘરેબેઠા જ ખરીદી શકાય છે. શરુઆતમાં એક-બે વાર તેને તકલીફ થઈ પણ પછી તે સતર્ક થઈ ગઈ. હવે તે કંઈપણ વસ્તુ મંગાવતા પહેલા તેનો રિવ્યૂ ચેક કરે છે અને પછી જો રિવ્યૂ સારો હોય તો જ તે વસ્તુ ઓર્ડર કરે છે.

સ્માર્ટનેસ સાથે ઓનલાઈન શોપિંગ કરો અને આ બાબતોનું ખાસ ધ્યાન રાખો