તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડરવાનું નહીં, લડવાનું છે:105 વર્ષીય દાદા અને તેમની 95 વર્ષીય પત્ની 9 દિવસ સુધી ICUમાં રહીને કોરોના સામે જીતી ઘરે આવ્યાં

16 દિવસ પહેલા
દીકરા સુરેશે કહ્યું, પિતાએ જિંદગીમાં અત્યારસુધી કરેલાં સારાં કામને લીધે જ વાયરસ સામે લડવામાં તાકાત મળી.
  • મહારાષ્ટ્રના આ સંયુક્ત પરિવારમાં 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • ડૉક્ટરે કહ્યું, યોગ્ય નિર્ણય અને એકપણ સેકન્ડ વેડફ્યા વગર હોસ્પિટલ આવી જતાં જલદી રિકવરી આવી

દેશમાં મહામારીની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા પણ વધી રહી છે, તો બીજી બાજુ ઘણા લોકો કોરોનાનો જંગ જીતી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 105 વર્ષીય ધેનુ ચાવન અને તેમનાં 95 વર્ષીય પત્ની મોટાબાઈએ કોરોનાને હરાવ્યો છે. 24 માર્ચે કોરોના પોઝિટિવ આવતાં પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 9 દિવસ સુધી ICUમાં રહ્યા પછી સ્વસ્થ થઇને બંને ઘરે આવી ગયાં છે.

મોટાબાઈના દીકરા સુરેશે કહ્યું, 24 માર્ચે મારા 5 ફેમિલી મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારાં માતા-પિતા અને અન્ય 3 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, મેં માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું ત્યારે કટગાવ ગામવાસીઓએ મને ના પાડી. તેમનું માનવું હતું કે જે લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે તેઓ ઘરે પાછા આવતા નથી.

સુરેશે કહ્યું, માતા-પિતા બંનેને તીવ્ર તાવ હતો અને પિતાને પેટમાં દુખાવો પણ હતો, આથી મેં ગામવાળાનું સાંભળ્યા કરતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો હોસ્પિટલનું નામ સાંભળીને ડરી ગયા પણ પછી રિકવરી જલદી આવતાં સ્વસ્થ થઇ ગયાં. 5 એપ્રિલે પિતાને ડિસ્ચાર્જ કર્યા અને તેના બે દિવસ પછી માતાને રજા આપી.

હોસ્પિટલમાં આ કપલનું ધ્યાન રાખનારા ડૉ. હરકંચેએ કહ્યું, યોગ્ય નિર્ણય અને ઝડપથી હોસ્પિટલ આવી જતાં ફાસ્ટ રિકવરી આવી. જે પણ વ્યક્તિ કે તેમની ફેમિલીમાં કોઈને માઈલ્ડ લક્ષણો દેખાય તો પણ કોરોના ટેસ્ટ કરાવી સારવાર ચાલુ કરી દેવી જોઈએ.

સુરેશે જણાવ્યું, મારા પિતા પહેલેથી દાન કરવામાં દિલદાર છે. થોડા સમય પહેલાં તેમણે ગામમાં સ્કૂલ બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી. તેઓ માને છે કે જિંદગીમાં અત્યારસુધી કરેલાં સારાં કામને લીધે જ વાયરસ સામે લડવામાં તાકાત મળી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો