તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 100 Years Old Aaji Believes In Changing With Time, She Says My Thinking Is Very Simple Son, Live And Let Live

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદી બન્યાં રોલ મોડલ:100 વર્ષનાં દાદી સમય સાથે બદલવામાં વિશ્વાસ રાખે છે, લોકોને કહે છે, ‘મારા વિચાર બહુ સિમ્પલ છે બેટા, જીવો અને જીવવા દો’

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર ઘણી બધી સ્ટોરી વાઈરલ થતી હોય છે. તેમાની કોઈક જિંદગીમાં ઘણું બધું શીખવાડી જાય છે. 100 વર્ષના દાદીમાની સ્ટોરી હાલ ફેસબુક પેજ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ પર આવ્યા પછી લોકોના ધ્યાનમાં આવી ગઈ છે. આ દાદીને તેમના પૌત્રો-પૌત્રી આજી કહે છે. તેમનો જન્મ 1920માં થયો હતો.

આજીનું માનવું છે કે, ‘સમયની સાથે આપણે બધાએ બદલાવવું જોઈએ. મેં નવી પેઢી જોઇને પોતાને બદલી છે. હું પિત્ઝા અને અન્ય જંક ફૂડ પણ ઘરના લોકો સાથે બેસીને ખાઉં છું. મારી ઉંમરની મહિલાઓ મને વધારે ફોરવર્ડ સમજે છે અને તેમને લાગે છે કે હું મારા બાળકોને બગાડી રહી છું. પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે સમય સાથે આપણે બધાએ બદલાવવું જ જોઈએ. જ્યારે મારા બાળકો મોટા થયા તો તેમની સાથે હું પણ મોટી થતી ગઈ અને પોતાને બદલી. જો કે, મારા પતિ સાથે ડિનર માટે હું ક્યારેય ઘરની બહાર ગઈ નથી. પરંતુ હું તેમની સામે પણ જિદ્દ કરું છું કે મને બર્ગર અને પિત્ઝા ખાવા બહાર લઇ જાય. એવું કોણ હોય જેને પિત્ઝા ના ભાવે!!’

આજીના વિચારોને લીધે જ તેમના દીકરાના ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ શક્યા. આજીએ કહ્યું, ‘મારા વિચારો બહુ સિમ્પલ છે, બેટા. જીવો અને જીવવા દો. આ જ કારણે મારા 5 બાળકો અને 10 પૌત્રો-પૌત્રી તેમના દરેક સેલિબ્રેશનમાં મને જોડે રાખે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser