તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • 10 Year Old Max Has Been Sleeping In A Tent For 200 Days In Memory Of An Old Friend, Friend

સાચી મિત્રતાનું ઉદાહરણ:વૃદ્ધ મિત્રની યાદમાં 10 વર્ષનો મેક્સ 200 દિવસથી ટેન્ટમાં ઊંઘે છે, 74 વર્ષીય મિત્રએ કહ્યું હતું, ‘જિંદગીમાં સાચું એડવેન્ચર માત્ર પ્રકૃતિની વચ્ચે રહીને જ અનુભવી શકાય’

12 દિવસ પહેલા

આ સ્ટોરી બે મિત્રોની છે, તેમાંથી એક હાલ આ દુનિયામાં નથી અને બીજો મિત્ર તેની યાદમાં છેલ્લા 200 દિવસથી ટેન્ટમાં ઊંઘી રહ્યો છે. ઇંગ્લેન્ડના બ્રોનટોન શહેરમાં રહેતા 10 વર્ષના મેક્સ વૂસેની તેમના પાડોશી 74 વર્ષીય રિક સાથે પાક્કી મિત્રતા થઇ ગઈ હતી. રિકની પત્નીએ વર્ષ 2017માં દુનિયાને અલવિદા કહી દીધું હતું અને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિકનું પણ કેન્સરથી અવસાન થયું. રિક જ્યારે કેન્સર સમાઈ લડી રહ્યા હતા ત્યારે 10 વર્ષનો મેક્સ આખો દિવસ તેમની સાથે રહેતો. હજુ પણ મેક્સ રિકની યાદમાં ટેન્ટમાં ઊંઘે છે.

મેક્સે કહ્યું કે, રિકની ઈચ્છા હતી કે હું પ્રકૃતિની સાથે રહું. વનસ્પતિઓ સાથે લગાવ રાખું. રિકે કહ્યું હતું કે, નેચરની સાથે રહીને તમે પોતાને ઓળખી શકશો. જિંદગીમાં સાચું એડવેન્ચર માત્ર પ્રકૃતિની વચ્ચે રહીને જ અનુભવી શકાય છે. ફેબ્રુઆરીમાં લોકડાઉન થયા પછીથી મેક્સ રાતે પોતાના ઘરના બગીચામાં મૂકેલા ટેન્ટમાં જ શાંતિથી સૂઈ જાય છે.

ઠંડીને કારણે પિતાએ ટેન્ટની જગ્યાએ કેમ્પિંગ ગિઅર લગાવશે
નાનકડા મેક્સના દિવસની શરુઆત સવારે પક્ષીઓના કલરવથી થાય છે. તે પ્રાકૃતિક હવાના આનંદ લઇ રહ્યો છે. જો કે, તેના ટેન્ટમાં કીડીઓએ એક દર બનાવ્યું છે, જેને લીધે તેને થોડી તકલીફ પડે છે. ઠંડી વધવાને લીધે મેક્સના પિતા ટેન્ટની જગ્યાએ કેમ્પિંગ ગિઅર લગાવશે.

મોડી રાત સુધી કોમિક્સ વાંચવા પર પણ કોઈ ખીજાતું નથી
મેક્સ મજાકમાં કહે છે કે, અહિ ઊંઘવાનો એક ફાયદો એ પણ છે કે હું મોડી રાત સુધી કોમિક્સ વાંચું છું અને મમ્મી-પપ્પા કઈ બોલતા નથી. ટેન્ટમાં સૂવાને લીધે મોદી રાત સુધી ટીવી પણ જોઈ શકતો નથી અને ગેજેટ્સથી પણ દૂર રહું છું. મેક્સે રિકની દેખભાળ કરતી નોર્થ ડેવોન હોસ્પિટલ માટે ઓનલાઈન 15 લાખ રૂપિયા ભેગા કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો