• Gujarati News
  • Lifestyle
  • 10 Year Old Daisy, Who Is Crippled With Both Legs, A Well Known Name In The Modeling World, Shares Her Success Story With Other Kids Of Her Kind To Move Forward In Life

સંઘર્ષથી સફળતા મળી:બંને પગ ગુમાવવા છતાં 10 વર્ષની ડેઝીએ મોડલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવી, ચહેરા પર સ્મિત સાથે અન્ય બાળકોને પણ પ્રેરણા આપે છે

4 મહિનો પહેલા
  • 18 મહિનાની ઉંમરે ડેઝીએ બંને પગ ગુમાવ્યાં હતાં
  • દર અઠવાડિયે દિવ્યાંગ બાળકો માટે કેમ્પનું આયોજન કરી તેમને પોતાની સક્સેસ સ્ટોરી કહે છે

10 વર્ષની ડેઝી મે ડિમીટર એક મોડલ તરીકે આખી દુનિયામાં ખાસ ઓળખ ધરાવે છે. આટલી નાની ઉંમરમાં તે લેક્મે ફેશન વીક, પેરિસ ફેશન વીક અને ન્યૂ યોર્ક ફેશન વીકમાં કેટવોક કરી ચૂકી છે. ડેઝીને એક પણ પગ નથી. તે બાળપણથી એક દુર્લભ બીમારીથી પીડિત છે જેને લીધે તેને અપંગ થવું પડ્યું. બર્મિંઘમની રહેવાસીને ત્રણ બહેન અને એક ભાઈ છે.

ઘણી ફેશન બ્રાંડની એમ્બેસેડર છે
શારીરિક તકલીફ હોવા છતાં તે કુશળ જિમનાસ્ટ પણ છે અને અઠવાડિયાંમાં ત્રણવાર જીમ જાય છે. તેના બંને પ્રોસ્થેટિક લેગ હોવા છતાં તેણે 7 વર્ષની ઉંમરે મોડલિંગની શરુઆત કરી. હાલની તારીખે તે ઘણી ફેશન બ્રાંડની એમ્બેસેડર પણ છે.

અન્ય દિવ્યાંગ બાળકોને પણ મદદ કરે છે
પોતાની દિવ્યાંગતાને જોઇને હાર માનવાને બદલે ડેઝીએ સંઘર્ષ કરવાનું શરુ કર્યું. તેની મહેનત વખાણવાલાયક છે. તે ડાન્સિંગ અને સિંગિંગમાં પણ આગળ છે. મોડલિંગની મદદથી અન્ય દિવ્યાંગ બાળકોને પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. ડેઝી એમ્પકેમ્પ કિડ્સની બ્રાંડ એમ્બેસેડર છે. તે દર અઠવાડિયે દિવ્યાંગ બાળકો માટે કેમ્પનું આયોજન પણ કરે છે. અહીં આવતા બાળકો સાથે પોતાની સક્સેસ સ્ટોરી શેર કરે છે જેથી કોઈ પણ બાળક તેનું લક્ષ્ય પૂરું કરી શકે.

પિતાએ કહ્યું, મને દીકરી પર ગર્વ છે
18 મહિનાની ઉંમરે ડેઝીએ બંને પગ ગુમાવ્યા હતા. ડેઝીના પિતા એલેક્સે કહ્યું, પ્રોસ્થેટિક લેગ સાથે દીકરીને ચાલતા શીખવાડવામાં ઘણી તકલીફ પડી. તે સમયઅમારા બધા માટે ડાર્ક ટાઈમ હતો.અનેક મુશ્કેલીઓ હોવા છતાં ડેઝીએ સાબિત કરી બતાવ્યું કે મનમાં કંઈક કરવાનું વિચારી લઈએ તો સંઘર્ષથી સફળતા ચોક્કસ મળે છે.

એલેક્સે કહ્યું, ડેઝીના ચહેરા પર હંમેશાં સ્માઈલ હોય છે. તે સિંગિંગ, જીમનાસ્ટિક્સ અને ડાન્સિંગ કરીને પોતાને ખુશ રાખે છે. ડેઝી મારી સ્પેશિયલ દીકરી છે.

અન્ય સમાચારો પણ છે...