તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • 10 year old Bright Ambition Completes Digital Doodle In 59 Seconds, Enters Asia And India Book Of Records

ગૌરવ:10 વર્ષની તેજસ્વી અભિલાષે 59 સેકન્ડમાં ડિજિટલ ડૂડલ પૂરું કર્યું, એશિયા અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ આર્ટને આટલા ઓછા સમયમાં પૂરું કરનારી તે એશિયાની પહેલી છોકરી છે
  • 59 સેકન્ડમાં આઈપેડ પર ડિજિટલ ડૂડલ આર્ટ કમ્પ્લિટ કર્યું

તેજસ્વી અભિલાષે જ્યારે પોતાના અંકલને આઈપેડ પર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, બેંગલુરુ માટે ડ્રોઈંગ અસાઈન્મેન્ટ બનાવતા જોયા તો તેને જાતે પણ તે ટ્રાય કર્યું. ધીમે ધીમે આ કામમાં તેનો રસ વધવા લાગ્યો. કોચીના થ્રિશુરની આ છોકરીનું નામ 1 મિનિટ કરતાં ઓછા સમયમાં ડિજિટલ ડૂડલ બનાવવા માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. આ આર્ટને આટલા ઓછા સમયમાં પૂરું કરનારી તે એશિયાની પહેલી છોકરી છે. તેને 59 સેકન્ડમાં આઈપેડ પર ડિજિટલ ડૂડલ આર્ટ કમ્પ્લિટ કર્યું.

તેજસ્વીએ ડ્રોઈંગ પ્રત્યે પોતાનો રસ વ્યક્ત કરતાં જણાવ્યું કે- ડિજિટલ ડ્રોઈંગની પ્રેરણા મારા અંકલ પાસેથી મળી. એક પેન્સિલની જેવા દેખાતા ટૂલથી જ્યારે મેં તેમને ડિજિટલ ડ્રોઈંગ બનાવતા જોયા તો મારો રસ પણ તે વિષયમાં પડ્યો. ત્યારબાદ તેમણે મને આઈ પેન્સિલનો ઉપયોગ કરીને ડિજિટલ આર્ટ ડ્રો દોરવાનું શીખવાડ્યું. મને કાર્ટૂન, ફિગર્સ, શેપ્સ વગેરે ડ્રોઈંગ કરવાનું ગમે છે.

આ પ્રકારનાં ડ્રોઈંગ બનાવીને મેં રેકોર્ડ બનાવ્યો. તેજસ્વીને એ વાતની ખુશી છે કે તેણે એક નવું કામ કરીને રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડની સલાહ તેજસ્વીને તેની માતા કવિતા પાસેથી મળી. ત્યારબાદ તેને જાતે 30થી 40 સેકન્ડમાં ડૂડલિંગ પૂર્ણ કરવાની પ્રેક્ટિસ કરી.