ઈન્દિરા ગાંધી, અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સહિત અનેક હસ્તીઓનાં ઈન્ટરવ્યૂ લેનાર પત્રકાર બારબરા વાલ્ટર્સનું નિધન થયું. 93 વર્ષની બારબરા વોલ્ટર્સે શુક્રવાર એટલે કે 30 ડિસેમ્બરનાં રોજ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
USમાં પહેલી ટીવી એન્કર, 50 વર્ષ સુધી સફળ કરિયર
બારબરા વોલ્ટર્સને પોતાના 50 વર્ષનાં સફળ કરિયર માટે યાદ રાખવામાં આવશે. ‘ધ ટુડે શો’ની કો-હોસ્ટ બનતા પહેલા તેઓએ વર્ષ 1961માં એક લેખક અને ખંડ નિર્માતાનાં રુપમાં પોતાનું કરિયર શરુ કર્યું હતું. આ સમય દરમિયાન તે પહેલી મહિલા એન્કર બની હતી. તે પછી વર્ષ 1976માં ABC નેટવર્કમાં સામેલ થઈ અને સાંજનાં સમાચારમાં પ્રસારણમાં ફેમસ મહિલા કો-એન્કર તરીકે સામે આવી.
જો બાયડનથી લઈને તમામ અમેરિકી રાષ્ટ્રપતિઓનો ઈન્ટરવ્યૂ લીધો
વર્ષ 1997માં બારબરા વોલ્ટર્સે પોતાનો શો ‘The View’ લોન્ચ કર્યો. તેની કારકીર્દીમાં તે મહત્વપૂર્ણ સાબિત થયો. તેણીએ વિશ્વનાં ફેમસ નેતાઓ, હસ્તીઓ અને રિચાર્ડ તથા પેટ નેક્સન પછી દરેક રાષ્ટ્રપતિ અને પહેલી મહિલાનો ઈન્ટરવ્યૂ પણ લીધો એટલે કે બારબરાએ રાષ્ટ્રપતિ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન સમયનાં રાષ્ટ્રપતિ જો બાયડન સહિત કુલ 10 અમેરિકી રાષ્ટ્રપતિઓનો ઈન્ટરવ્યૂ લીધો.
ટોપ-10 આકર્ષક લોકોમાં પણ સામેલ રહી બારબરા
બારબરા વોલ્ટર્સ ABC પર પ્રસારિત એક વાર્ષિક વિશેષ માટે હાજર ટોપ-10 આકર્ષક લોકોમાં પણ સામેલ રહી હતી. વર્ષ 2004નાં શિકાગો ટ્રિબ્યૂન ઈન્ટરવ્યૂમાં બારબરાએ કહ્યું, ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, હું આ પ્રકારનું જીવન જીવી શકીશ. વિશ્વનાં દરેકને મળી છું. હું કદાચ વધારે લોકોને મળી છું, વધારે પડતી રાજ્યોનાં વડાઓને મળી છું, વધારે મહત્ત્વના લોકોને મળી છું, લગભગ દરેક રાષ્ટ્રપતિને મળી છું, કારણ કે, તેમની પાસે ફક્ત આઠ જ વર્ષ હતાં. ’
બાર્બરા વોલ્ટર્સ ઈન્દિરા ગાંધી અને ફિદેલ કાસ્ત્રો સાથે જોડાયેલા હતા
ભારતમાં બાર્બરા વોલ્ટર્સ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેની તેમની ખાસ મુલાકાત માટે જાણીતા હતા, જેમને તેઓ વર્ષ 1977માં લોકસભાની ચૂંટણી હાર્યા બાદ મળ્યા હતા ફક્ત એટલું જ નહીં, બાર્બરા ક્યુબાનાં લાંબા સમયનાં શાસક ફિદેલ કાસ્ત્રોનો ઇન્ટરવ્યુ લેવામાં પણ પાછળ રહી ન હતી.
બાર્બરા વોલ્ટર્સને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી
વર્ષ 1989માં બાર્બરાને ‘ટેલિવિઝન હોલ ઓફ ફેમ’માં સામેલ કરવામાં આવી હતી. વર્ષ 2000માં નેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સિસ તરફથી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2007માં ‘હોલીવુડ વોક ઓફ ફેમ’ પર સ્ટાર મળ્યો હતો એટલું જ નહીં બાર્બરાને 12 એમી એવોર્ડ મળ્યા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સે બાર્બરા અમેરિકાની સૌથી લોકપ્રિય ટીવી પર્સનાલિટી પણ ગણાવી હતી. બાર્બરા છેલ્લે વર્ષ 2014માં ‘ધ વ્યૂ’માં એન્કર તરીકે દેખાઈ હતી. જો કે, તેમાં લાંબા સમય સુધી એક એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.