• Gujarati News
  • Lifestyle
  • H L 1 Experts Recommend Influenza Vaccination For Children Before The Onset Of Monsoon Season

ફીચર આર્ટિકલ:H/L 1 – નિષ્ણાતો ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલાં બાળકો માટે ઇન્ફ્લુએન્ઝા રસી મૂકાવવાની ભલામણ કરી રહ્યાં છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ફ્લુએન્ઝા અને તેના નિવારણના મહત્ત્વ વિશે વધુ જાણો

આજકાલ સમાચારોમાં જોવા મળી રહ્યું છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ બાળકો માટે ઇન્ફ્લુએન્ઝા રસીની ભલામણ કરી રહ્યા છે. ઈન્ફલ્યુએન્ઝા અથવા ફ્લુ અને કોવિડ -19નાં લક્ષણોમાં સામ્યતા છે.

નિષ્ણાતોનું માનવું છે કે, ફ્લુની રસી બાળકોનું રક્ષણ કરવામાં મદદરૂપ સાબિત થશે અને માતા-પિતાઓમાં બિનજરૂરી ભયનો માહોલ ઊભો થતો રોકી શકાશે.

અનેક માતા-પિતાઓનો પ્રશ્ન હોય છે કે ‘ફ્લુએન્ઝા’ અથવા ફ્લુ શું છે? તે સામાન્ય શરદીથી કેવી રીતે અલગ છે? શા માટે વ્યક્તિએ તેમનાં બાળકોને તેનાથી બચાવવાનું વિચારવું જોઇએ?

અહીં તમે આ રોગ અને તેના નિવારણ માટે જાણવા માગો છો તે તમામ માહિતી આપવામાં આવી છે

આપણાં બાળકોનાં નાકમાંથી સતત વહેતું પાણી અને ઉધરસ આપણાં જીવનનો એક સામાન્ય હિસ્સો બની ગયો છે. જોકે, જ્યારે પણ તાવ, નાક બંધ થઇ જાય અને શરદી જેવા અન્ય લક્ષણો વધે ત્યારે બાળકોમાં ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લુનું જોખમી સ્વરૂપ વધતું જાય છે.

ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ અત્યંત ચેપી વાઇરલ ઇન્ફેક્શન છે જે બાળકનાં શ્વસનતંત્ર અને ફેફસાંને અસર કરી શકે છે અને વર્ષ દરમિયાન જોવા મળેલી સૌથી સામાન્ય શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓ પૈકીની એક છે.3 જ્હોન હોપકિન્સ દ્વારા હાથ ધરવામાં આવેલું સંશોધન દર્શાવે છે કે, મોટાભાગનાં બાળકો એક અઠવાડિયાની અંદર સાજાં થતાં હોય છે ત્યારે વધારે ગંભીર સંક્રમણ ધરાવતા અન્ય કેટલાંક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે અને તેનાથી ફેફસાંનું સંક્રમણ (ન્યૂમોનિયા) થઇ શકે છે અથવા મોત પણ થઇ શકે છે.1 અભ્યાસ દર્શાવે છે કે, ભારતમાં માત્ર ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના 1 લાખથી વધારે બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.2

કોને જોખમ છે?

કોઇપણ વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ થઇ શકે છે. જોકે, કેટલીક વ્યક્તિઓના સમૂહો તેવા છે જેમને આ બીમારી થવાનું વધારે જોખમ રહેલું છે. તેમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષ કે તેથી વધારે ઉંમરની વૃદ્ધ વ્યક્તિઓ, આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને ડાયાબિટિસ, અસ્થમા, કેન્સર, નબળી રોગ પ્રતિકારક શક્તિ વગેરે જેવી ગંભીર તબીબી પરિસ્થિતિ ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.3

સંક્રમણ</strong>/ફેલાવો

આ વાઇરસ મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ ધરાવતી વ્યક્તિઓને ઉધરસ, છીંક આવે અથવા વાતચીત કરે ત્યારે નાની-નાના છાંટા એટલે કે ડ્રોપલેટ્સ મારફતે ફેલાય છે. આથી, સંક્રમિત વ્યક્તિની નજીક રહેવાથી તેનો ચેપ લાગવાના જોખમમાં વધારો થાય છે.4 હવાના માધ્યમથી આ સુક્ષ્મ ડ્રોપલેટ્સ 6 ફૂટ સુધી ફેલાઇ શકે છે અને તેના પરિઘમાં રહેલી અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે.5

નાનાં બાળકો અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોમાં સંક્રમણ પ્રસારણ સમય વધારે લાંબો હોઇ શકે છે અને આથી લાંબા સમય સુધી અન્ય વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.

નિવારણ

આ બીમારીના ઇલાજ માટે અનેક એન્ટિ-વાઇરલ (એન્ટિ-ઇન્ફ્લુએન્ઝા) દવાઓ ઉપલબ્ધ છે, જોકે બીમારી ન થાય તેને વધારે પ્રાધાન્ય આપવું જોઇએ. સરળ અને અસરકારક નિવારણ પગલાંઓ સંક્રમણનો ફેલાવો અટકાવવામાં મદદ કરી શકે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.6

  1. બાળકોને જ્યારે ઉધરસ / છીંક આવે ત્યારે પોતાનું મોઢું અને નાક ઢાંકવાનું શીખવવું.
  2. સારી રીતે અને નિયમિત રીતે હાથ ધોવા. જ્યારે તુરત પાણી મળી શકે તેમ ના હોય ત્યારે સેનિટાઇઝરનો ઉપયોગ પણ અસરકારક સાબિત થઇ શકે.
  3. સલામત અંતર જાળવી રાખવું અને સંક્રમિત થયેલી હોય તેવી વ્યક્તિઓનો સીધો સંપર્ક ટાળવો.
  4. માસ્ક પહેરવું ખાસ કરીને જાહેર સ્થાનો પર.
  5. વાર્ષિક ઇન્ફ્લુએન્ઝા રસીકરણ.

વાર્ષિક ઇન્ફ્લુએન્ઝા/ફ્લુ રસીકરણને ઇન્ફ્લુએન્ઝાની સામે સુરક્ષા માટે સૌથી અસરકારક રીતો પૈકીની એક ગણવામાં આવે છે.

સમગ્ર વિશ્વ અને ભારતીય આરોગ્ય સત્તાધિકારીઓ 6 મહિનાથી 5 વર્ષની ઉંમર સુધીના બાળકોને વાર્ષિક ઇન્ફ્લુએન્ઝા રસી મૂકાવવાની વિશેષ ભલામણ કરે છે.6 શરીરમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસ સામેની રોગ પ્રતિકારક શક્તિ સમયાંતરે નબળી પડે છે તે વાત બહુ જાણીતી છે અને વાઇરસનું સ્વરૂપ પણ બદલાતું રહેતું હોય છે આથી વેક્સિન પણ બદલવી પડે છે.6 આથી તેની રસી દર વર્ષે મુકાવવી જોઇએ. દર વર્ષે ઇન્ફ્લુએન્ઝા વિરોધી રસી લેવાથી તમારાં બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાની સાથે સાથે તે સંક્રમણનો ફેલાવો રોકવામાં પણ મદદરૂપ બને છે.

ઇન્ફ્લુએન્ઝા બીમારી અને રસીકરણ દ્વારા તેના નિવારણ અંગે વધુ માહિતી માટે તમારા બાળરોગ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરો.

ખુલાસોઃ ગ્લેક્સો સ્મિથ ક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ડૉ.એન્ની બેસન્ટ રોડ, વર્લી, મુંબઇ 400030, ભારત દ્વારા જાહેર હિતમાં પ્રકાશિત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ માટે જ છે. અહીં આપેલી માહિતીની કોઇપણ બાબત તબીબી સલાહ ગણવી જોઇએ નહીં. કૃપા કરીને તબીબી પૂછપરછ અથવા તમારી પરિસ્થિતિ સંબંધિત કોઇપણ મુંઝવણ માટે તમારા ફિઝિશિયનનો સંપર્ક કરો. કૃપા કરીને વેક્સિન-નિવારાત્મક બીમારીઓ અને દરેક બીમારીઓના વેક્સિનના સંપૂર્ણ સમયગાળા માટે તમારા બાળરોગ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરો. કૃપા કરીને કોઇ GSK પ્રોડક્ટની વિપરિત અસરના પ્રસંગો અંગે ભારત સ્થિત કંપનીને જાણ કરો. pharmacovigilance@gsk.com.

CL code: NP-IN-FLT-OGM-210003, DoP Jun 2021

---

1. https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/influenza/influenza-flu-in-children

2. D Purakayastha et al, Journal of Tropical Pediatrics, 2018, 64, 441–453

3. https://www.cdc.gov/flu/about/keyfacts.htm https://www.seruminstitute.com/health_faq_influenza.php#

4. https://www.cdc.gov/flu/about/disease/spread.htm

5. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7462404/#:~:text=Large%20respiratory%20droplets%20containing%20pathogens,sneezes%20(23%E2%80%9325)

અન્ય સમાચારો પણ છે...