• Gujarati News
  • Lifestyle
  • 1 Biryani Is Ordered Every 1 Second, Even These Actresses Can't Stop Themselves From Seeing This Dish

બિરયાની લવ:દર 1 સેકન્ડમાં 1 બિરયાની ઓર્ડર થાય છે, આ ડિશને જોઈને આ અભિનેત્રીઓ પણ પોતાની જાતને રોકી નથી શકતી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝોમેટોના અનુસાર, વર્ષ 2020માં પણ સૌથી વધારે લોકોએ બિરયાની મગાવી હતી
  • દુબઈમાં એક પ્લેટ બિરયાની 20 હજાર રૂપિયામાં મળે છે

દૂરથી આવતી બિરયાનીની સુંગધથી જ ખબર પડી જાય છે કે તે કેટલી સ્વાદિષ્ટ છે. તેની સુંગધના કારણે લોકો ઘરે બિરયાની બનાવે છે. કદાચ આ જ કારણ છે કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષામાં તૈનાત 500 પાકિસ્તાની સૈનિકો પણ બિરયાનીથી દૂર રહી શક્યા નહીં અને 8 દિવસમાં 28 લાખ રૂપિયાની બિરયાની ખાઈ ગયા. હજી બીલ પેન્ડિંગ છે અને પાકિસ્તાની રાજનીતિમાં બિરયાનીની મહેક ફેલાઈ રહી છે.

બીજી તરફ ભારતમાં પણ બિરયાનીના શોખીનો ઓછા નથી. કોરોના મહામારીના કારણે લોકો ભલે બહારથી ખાવાની મજા નથી ઉઠાવી શકતા પરંતુ અનલોક ફૂડ ઓર્ડર કરી રહ્યા છે. ઓનલાઈન ખાવાનું પહોંચાડતી એપ સ્વિગીના અનુસાર, 2020 કોરોનાનો કહેર હોવા છતાં લોકોનો બિરયાની માટેનો લગાવ ઓછો ન થયો, અને દર સેકન્ડે એકથી વધારે બિરયાનીના ઓર્ડર મળ્યા. સતત ઘણા વર્ષોથી આ મોસ્ટ ઓર્ડર્ડ ફૂડમાં ટોપ પર રહી છે. ઝોમેટોના અનુસાર, વર્ષ 2020માં પણ સૌથી વધારે લોકોએ બિરયાની મગાવી હતી.

સમગ્ર દુનિયામાં નવાબોની પસંદ છે
નવાબોની પસંદગી કહેવામાં આવતી બિરયાની સમગ્ર વિશ્વમાં ફેમસ છે. વર્ષ 2019માં SEMrushના સર્વેમાં એ વાત સામે આવી કે ભારતીય વાનગીઓમાં સૌથી વધારે બિરયાનીને સર્ચ કરવામાં આવે છે. તેને દર મહિને 4.56 લાખ લોકોએ સર્ચ કરી. તેમજ ઓનલાઈન ફૂડ ઓર્ડર એપ સ્વિગીના અનુસાર સૌથી વધારે ચિકન બિરયાની પસંદ કરવામાં આવે છે.

બિરયાની ક્યાંથી આવી?
પ્રથમ વખત બિરયાની કોણે બનાવી તે કહેવું મુશ્કેલ છે. કેટલાક ઇતિહાસકારોના મતે પહેલા પુલાવનો જન્મ થયો પછી બિરયાની આવી. પુલાવ વિશે માન્યતા છે કે તે મધ્ય પૂર્વના દેશોમાંથી દુનિયાના અન્ય ભાગમાં પહોંચી. પુલાવ શબ્દ ઈરાની અથવા અરેબિક શબ્દ ‘પિલાફ'થી લેવામાં આવ્યો છે. તેનો ઉલ્લેખ ઈરાની વિદ્વાન અવિસેનાની પુસ્તકમાં મળ્યો છે તેથી આ લાજવાબ ડિશનો શ્રેય ઈરાનને આપવામાં આવે છે. અહીં તેને બેરયાન કહેવામાં આવે છે, જે ભારતની બિરયાની કરતા અલગ છે. જો સંસ્કૃત સાહિત્ય પર નજર કરીએ તો યાજ્ઞવલક્ય સ્મૃતિમાં આ પ્રકારની વાનગીનો ઉલ્લેખ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે ભારતમાં મુગલ પોતાની સાથે તેને લઈને આવ્યા. સમયની સાથે આ ડિશ શાહી મુગલ રસોઈયાની દેખરેખમાં તે વધુ સારી થતી ગઈ.

અહીં એક પ્લેટ બિરયાની 20 હજાર રૂપિયામાં મળે છે
દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરમાં 'બોમ્બે બોરો'ના નામથી એક રેસ્ટોરાં છે. અહીં એક ગોલ્ડન પ્લેટમાં બિરયાની સર્વ કરવામાં આવે છે. આ ખાસ બિરયાની પ્લેટનું નામ રોયલ ગોલ્ડ બિરયાની છે. તેને 23 કેરેટ સોનાના પાંદડાથી ગાર્નિશ કરવામાં આવે છે. એક પ્લેટની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે, પરંતુ તેની લોકપ્રિયતા ઓછી નથી થતી, પરંતુ વધી રહી છે.

અંતરિક્ષમાં પણ બિરયાની મળશે
આવતા વર્ષે ગગનયાનમાં ભારતીય અંતરિક્ષ યાત્રીઓની ટીમ પોતાની સાથે જે ખાવાનું લઈ જશે, તેમાં પણ ચિકન બિરયાની, ખીચડી અને અથાણાં જેવી સ્વાદિષ્ટ વાનગીઓ સામેલ હશે. વાત થોડી અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે કે અંતરિક્ષ યાત્રી પોતાની સાથે આ બધું લઈને જઈ રહ્યા છે. આ સ્પેશિયલ ફૂડને મિલિટ્રી લેબે બનાવી છે, જેને બે વર્ષના પ્રયોગ બાદ અંતરિક્ષમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.

એટલી બધી બિરયાની વેચી કે રેકોર્ડ બનાવી નાખ્યો
હૈદરાબાદની પ્રખ્યાત પેરેડાઇઝ રેસ્ટોરાં એક વર્ષની અંદર 70 લાખથી વધુ બિરયાની સર્વ કરીને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'માં પોતાનું નામ સામેલ કર્યું છે. 1 જાન્યુઆરી 2017થી 31 ડિસેમ્બર 2017ની વચ્ચે કુલ 70,44,289 પ્લેટ બિરયાની સર્વ કરવામાં આવી. આ માત્ર રેસ્ટોરાંનું હુનર નથી પરંતુ તે બિરયાની પ્રત્યે લોકોનો જુસ્સો દર્શાવે છે.

બિરયાની પણ વિવાદોમાં રહી છે
વર્ષ 2020માં મહારાષ્ટ્રના રેસ્ટોરાંએ પોતાના સાઈન બોર્ડ પર હૈદરાબાદી બિરયાનીને લઈને કંઈક એવું લખ્યું હતું, કે ત્યારબાદ ટ્વિટર પર વિવાદ થયો હતો. હકીકતમાં તેને લખ્યું હતું કે માત્ર હૈદરાબાદી બિરયાની જ અસલી બિરયાની છે, તે સિવાય જે છે એ બધો પુલાવ છે. રેસ્ટોરાંએ પોતાની બિરયાની પોલિસીને લઈને કહ્યું કે, બોમ્બે અને પાકિસ્તાની બિરયાનીને હવેથી માત્ર મટન મસાલા રાઈસ જ કહેવામાં આવશે, આ વાતને લઈને બિરયાનીના શોખીન લોકોની વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો હતો.

બિરયાનીની શોખીન છે આ બોલિવૂડ અભિનેત્રીઓ

કેટરીના કૈફ- બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કેટરીના કૈફને જ્યારે પણ તક મળે છે તો તે બિરયાની ખાવાનું નથી છોડતી.

અનન્યા પાંડે- તે ફિટનેસ પ્રત્યે સજાગ રહેવાની સાથે ફૂડ લવર પણ છે. તે બટર ચિકન અને મટન બિરયાનીની શોખીન છે.

બિપાશા બાસુ- થોડા સમય પહેલા બિપાશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બિરયાનીને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

કરિના કપૂર- કરિનાને બિરયાની બહું પસંદ છે. હૈદરાબાદી બિરયાનીને જોઈને તે પોતાની જાતને રોકી નથી શકતી.