હવે ઝીકાનું જોખમ:ગર્ભવતી મહિલાઓ અને નવજાતને ઝીકા વાઈરસથી સૌથી વધારે જોખમ, મચ્છરોથી બચીને રહો; તાવ અને માથાનો દુખાવો જેવાં લક્ષણો જણાય તો અલર્ટ થઈ જાઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝીકા વાઈરસથી સંક્રમિત થવા પર મૃત્યુનું જોખમ 8.3% છે
  • ગર્ભવતી મહિલાઓમાં સંક્રમણ થવા પર નવજાતમાં માઈક્રોસિફેલી અને અન્ય જન્મજાત બીમારી થઈ શકે છે

કેરળમાં ઝીકા વાઈરસના 15 કેસ સામે આવતા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જનું કહેવું છે કે, સંક્રમણનો પ્રથમ કેસ 24 વર્ષની ગર્ભવતી મહિલાનો છે. WHOના જણાવ્યા પ્રમાણે, ઝીકા વાઈરસનું સૌથી વધારે જોખમ ગર્ભવતી મહિલાઓને છે. તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે.

ઝીકા વાઈરસ શું છે? તે કેટલો ખતરનાક છે? અને તેની શું સારવાર છે? આવો જાણીએ...

ઝીકા વાઈરસ
ઝીકા વાઈરસનું સંક્રમણ એડીઝ ઈજિપ્ટી મચ્છરના કરડવા પર થાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું પણ કારણ છે. સંક્રમિત દર્દી સાથે સંભોગ કરવાથી પણ સ્વસ્થ વ્યક્તિમાં તે ફેલાઈ શકે છે.

ઝીકા વાઈરસનો પ્રથમ કેસ 1947માં યુગાન્ડામાં જોવા મળ્યો હતો. તેના 5 વર્ષ પછી આ વાઈરસ માણસોમાં જોવા મળ્યો. પ્રથમ વખત ઝીકા વાઈરસ સંબંધિત મહામારી પ્રશાંત મહાસાગરના યાપ આઈલેન્ડમાં 2007માં ફેલાઈ હતી. ત્યારબાદ બ્રાઝિલ, અમેરિકા અને એશિયામાં આ મહામારીએ દસ્તક આપી.

ઝીકા વાઈરસ કેટલો ખતરનાક?
ઝીકા વાઈરસથી સંક્રમિત થવા પર સૌથી વધારે જોખમ ગર્ભવતી મહિલાઓને છે. WHOના જણાવ્યા પ્રમાણે, ઝીકાને કારણે જ્યાં મહામારી ફેલાઈ ત્યાં ગુલિએન-બેરે-સિન્ડ્રોમના કેસ વધે છે. આ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે જે માણસમાં લકવા અને મૃત્યુનું કારણ બની શકે છે.

ગર્ભવતી મહિલાઓમાં સંક્રમણ થવા પર નવજાતમાં માઈક્રોસિફેલી અને અન્ય જન્મજાત બીમારી થઈ શકે છે. તેને કન્જેનિટલ ઝીકા સિન્ડ્રોમ કહેવાય છે. આ ગર્ભવતી મહિલાઓની પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન વધારવાની સાથે મિસકેરેજનું જોખમ વધારે છે. બ્રાઝિલમાં 2017માં ફેલાયેલી મહામારી જણાવે છે કે તેનાથી સંક્રમિત થવા પર મૃત્યુનું જોખમ 8.3% છે.

સંક્રમિત મહિલાઓથી જન્મેલાં બાળકને માઈક્રોસિફેલી થઈ શકે છે. આસ્થિતિમાં બાળકનું માથું નાનું થાય છે.
સંક્રમિત મહિલાઓથી જન્મેલાં બાળકને માઈક્રોસિફેલી થઈ શકે છે. આસ્થિતિમાં બાળકનું માથું નાનું થાય છે.

કયાં લક્ષણો જણાતાં અલર્ટ થઈ જવું જોઈએ
ઝીકાથી સંક્રમિત ઘણા દર્દીઓમાં તેનાં લક્ષણો જોવા મળતા નથી. તેનાં લક્ષણો ફ્લૂથી મળતા આવે છે. તાવ, માથાનો દુખાવો જેવાં લક્ષણો જણાય તો અલર્ટ થઈ જવું જોઈએ. આ સિવાય ડેન્ગ્યુની જેમ ચામડી પર ચકામા પડી જાય છે. કેટલાક દર્દીઓને કન્જેક્ટિવાઈટિસ પણ થઈ શકે છે. સંક્રમણના આશરે 3-4 દિવસ બાદ લક્ષણો જણાય છે.

ઝીકા વાઈરસની સારવાર
WHOના જણાવ્યા પ્રમાણે, ઝીકાથી સંક્રમિત દર્દીઓ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ સારવાર કે વેક્સિન શોધાઈ નથી. હળવાં લક્ષણો જણાતાં દર્દીને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં પાણીની ઊણપ ન થવા દો. કેટલીક પેનકિલર્સ અને તાવની દવા દર્દીને આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...