યુવાનો પણ 'Covid-19'ની ઝપેટમાં આવી શકે છે- WHO

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:45 PM IST

હેલ્થ ડેસ્ક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ યુવાનોને પણ કોરોના વાઈરસના સંક્રમણની ઝપેટમાં આવી શકે છે. WHO ચેતવમી આપી છે કે,, વિશ્વભરમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. યુવાનોને પણ વાઈરસની ઝપેટથી બચી શકશે નહીં.

WHOના મુખ્ય ટેડ્રોસ ગેબ્રેયસસે ચેતવણી આપી છે કે, યુવાનો પણ આ મહામારીની ઝપેટમાં આવી શકે છે. તેમણે કહ્યુ, મારી પાસે યુવાનો માટે એક સંદેશ છે, તમે તેનાથી બચી નહી શકો આ વાઈરસ તમને સપ્તાહ સુધી હોસ્પિટલમાં દાખલ કરાવી શકે છે અથવા તમારો જીવ પણ લઈ શકે છે. તેમણે કહ્યું, તમે બીમાર ન હોવ અને કોઈ સ્થળે અથવા મુસાફરીના સ્થળે જવાનું વિચારી રહ્યા છો તો હમણાં ક્યાં પણ જવું નહીં અને ઘરમાં જ રહેવું. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે, લોકડાઉનના કારણે દુનિયાભરમાં કરોડો લોકો પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. વાઈરસના કારણે વૃદ્ધો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઘણા દેશોમાં, તેઓને અનિવાર્યપણે અલગ રહેવાનું કહેવામાં આવ્યું છે. હવે યુવાનો પણ આ મહામારીની ઝપેટમાં આવે તેની સંપૂર્ણ શક્યતા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી