તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોને થશે કોરોના:સંક્રમણ થશે કે નહીં તે તમારા જનીન નક્કી કરે છે, તેથી અમુક લોકોમાં લક્ષણો નથી દેખાતા તો કેટલાકને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે

10 મહિનો પહેલા
 • સંશોધનકર્તાઓ ઈમ્યુન સિસ્ટમમાં જનીના પરિવર્તનને સમજી લીધું હતું અને જાણવા મળ્યું કે, વિવિધ લોકોના જનીનમાં તફાવત સંક્રમણ ફેલાવામાં મદદ કરી શકે છે
 • કેટલાકમાં, કોરોના સંક્રમણથી સ્થિતિ ગંભીર છે તો અન્ય લોકોમાં લક્ષણો પણ દેખાતા નથી, આવું જનીનના તફાવત દ્વારા પણ શક્ય છે

સંશોધનકારોએ દાવો કર્યો છે કે કોરોનાવાઈરસ અને માનવ જનીન વચ્ચેની કડી શોધી કાઢી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાનું સંક્રમણ મોટાભાગના લોકોને એક જ પ્રકારે થાય છે પરંતુ કેટલાક લોકોમાં હળવા લક્ષણો સામે આવે છે અને ઘણી વખત તો લક્ષણો દેખાતા પણ નથી. તો બીજી તરફ કેટલાક કોરોના પીડિતોની સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે, તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે.

રિસર્ચ કરનાર અમેરિકાની ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, અલગ અલગ લોકોની વચ્ચે જનીનમાં તફાવત હોવાને કારણે આવું થાય છે અને આવું તમામ બીમારીઓ માટે કહેવામાં આવી શકે છે. 

રિસર્ચની 4 મહત્ત્વની વાતો

 • ડીએનએમાં તફાવત સંક્રમણને વધારી શકે છે
 • સંશોધનકર્તાઓએ જનીનના આ તફાવતને સમજવા માટે કમ્પ્યુટર મોડેલનો ઉપયોગ કર્યો. શરીરની ઈમ્યુન સિસ્ટમમાં જનીના ફેરફાર સમજી શકાય છે. રિસર્ચમાં અલગ અલગ લોકોના ડીએનએમાં તફાવત જોવા મળ્યો. દાવો કરવામાં આવ્યો કે આ તફાવત એ નક્કી કરે છે કે નવા કોરોનાવાઈરસનું સંક્રમણ કેટલું ગંભીર સાબિત થશે.
 • આવી રીતે સમજો બચાવની કહાની
 • સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, જ્યારે વાઈરસ મનુષ્યના કોષોને સંક્રમિત કરે છે તો શરીરમાં રહેલ એન્ટિવાઈરસ અલાર્મ સિસ્ટમ અલર્ટ થઈ જાય છે. આ અલાર્મ ઈમ્યુન સિસ્ટમને આદેશ આપે છે કે વાઈરસની સામે લડવા માટે સાયટો-ટોક્સિક ટી સેલને રિલીઝ કરે અને સંક્રમિત કોષોને નષ્ટ કરે છે. આ ટી-સેલ વાઈરસને ઓળખીને સંક્રમણને નષ્ટ કરે છે.
 • દરેકમાં એન્ટિવાઈરસ અલાર્મ એક જેવું નથી
 • સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, દરેક મનુષ્યના શરીરમાં એન્ટિવાઈરસ અલાર્મ સિસ્ટમ એક જેવી નથી કેમ કે, તેમાં રહેલા એક ખાસ પ્રકારના જનીનમાં તફાવત હોય છે. આ જનીનનું નામ એલિલ્સ છે. કેટલાક એલિલ્સ કોરોના માટે સેન્સેટિવ છે. તેને સમજવા માટે કોરોનાવાઈરસમાં રહેલા પ્રોટીનનું વિશ્લેષણ કરવામાં આવ્યું. કમ્પ્યુટરની મદદથી એન્ટિવાઈરસ અલાર્મ સિસ્ટમને અલગ અલગ અલ્ગોરિધમ પર રિસર્ચ કરવામાં આવ્યું.
 • ઈમ્યુન સિસ્ટમમાં જનીન મહત્ત્વની ભૂમિકા
 • રિસર્ચમાં સામે આવ્યું કે, શરીરમાં એન્ટિવાઈરસ અલાર્મ સિસ્ટમાં હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન સિસ્ટમ (HLA) હોય છે. તેને એલિલ્સ જીન્સ જ તૈયાર કરે છે. દરેક જનીનમાં અલગ અલગ પ્રોટીન હોય છે. તે અલગ અલગ રીતે શરીરમાં પ્રવેશ કરનાર ફોરેન બોડી (વાઈરલ, બેક્ટેરિયા)થી લડે છે. જો એચએલએ પ્રોટીન વાઈરસને પકડે છે તો ઈમ્યુન સિસ્ટમ સંક્રમિત કોષોને નષ્ટ કરવામાં સમર્થ થઈ જાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો