• Gujarati News
  • Lifestyle
  • Health
  • Your Eye Disease Can Lead To Dementia, With Patients With Diabetes Having A 61% Risk Of Developing The Disease; Learn How To Avoid It

હેલ્થ અલર્ટ:આંખોની બીમારી અને ડાયાબિટીસ તમારી યાદશક્તિનો ખાત્મો બોલાવશે, 61% વધુ જોખમ, બચવાના રસ્તા જાણી લો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાદશક્તિ ઘટી જવાની બીમારીને ડિમેન્શિયા કહેવાય છે
  • ચીનની ગુઆંગડોંગ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સના સંશોધકોએ રિસર્ચ કર્યું
  • સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આંખોની સમસ્યાથી પીડિત દર્દીઓની સમજવા વિચારવાની ક્ષમતા અને યાદશક્તિ ઘટી શકે છે
  • વધતી ઉંમરે થતી આંખોની બીમારીથી ડિમેન્શિયાનું જોખમ વધારે

જો તમને આંખોની કોઈ બીમારી હોય અને તમે તેની સારવાર લઈ રહ્યા છો તો તમારે હવે વધુ સાવચેત થઈ જવાની જરૂર છે. તમારી આંખોની સમસ્યા યાદશક્તિ ઘટી જવાની બીમારી અર્થાત્ ડિમેન્શિયા પણ નોતરી શકે છે. આંખોની સમસ્યાથી પીડિત દર્દીઓની સમજવા વિચારવાની ક્ષમતા અને યાદશક્તિ ઘટી શકે છે. આ દાવો ચીનની ગુઆંગડોંગ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સના સંશોધકોએ કર્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, વધતી ઉંમરે આંખોની સમસ્યાની બીમારીનું કનેક્શન વૃદ્ધોની યાદશક્તિ સાથે છે. જોકે તેનું કારણ જાણવા માટે સંશોધકો હજુ પણ રિસર્ચ કરી રહ્યા છે.

આંખ અને મગજ વચ્ચે કનેક્શન સમજવા માટે સ્ટડી
આંખની બીમારી અને યાદશક્તિ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે સમજવા માટે સંશોધકોએ 55થી 73 વર્ષના 12,364 લોકો પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, વધતી ઉંમરે થતી આંખોની બીમારી ડિમેન્શિયાનું જોખમ વધારે છે. મેક્યુલર ડીજનરેશન અર્થાત એવી બીમારી જેમાં ધૂંધળું દેખાવા લાગે છે અને લાંબા ગાળે અંધાપો આવી શકે છે. આ બીમારીથી પીડિત દર્દીઓને ડિમેન્શિયા થવાનું જોખમ 26% હોય છે. મોતિયાથી પીડિત દર્દીઓને 11% અને ડાયાબિટીસ સાથે આંખોની સમસ્યાથી પીડિત દર્દીઓમાં 61% સુધી ડિમેન્શિયા થવાની આશંકા છે.

દૃષ્ટિ ઓછી થવાથી મગજની એક્ટિવિટી પર અસર
આંખોની સમસ્યાને કારણે યાદશક્તિ પર શા માટે અસર થાય છે તેનું ચોક્કસ કારણ સંશોધકો જાણી શક્યા નથી. સંશોધકોનું અનુમાન છે કે તેનું એક કારણ વધતી ઉંમરે આંખોની દૃષ્ટિ નબળી પડી જવાનું હોઈ શકે છે. તેનાં કારણે તેમનાં મગજમાં એક્ટિવિટી ઓછી થવા વાગે છે. તેની અસર એ હદે વર્તાય છે કે વૃદ્ધો તેમના પરિવારજનો અને મિત્રોની પણ ઓળખ કરી શકતાં નથી.

'બ્રિટિશ જર્નલ ઓફ ઑપ્થેલ્મોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે 65 વર્ષની ઉંમરના 50% લોકો મોતિયાથી પીડિત છે જ્યારે 40 હજાર લોકો મેક્લુયર ડીજનરેશનથી પીડિત છે.

ડાયાબિટીસ અને હૃદય રોગીઓ ખાસ ચેતજો
ડાયાબિટીસ, હૃદય રોગ, સ્ટ્રોક અથવા ડિપ્રેશનથી પીડિત હોય અને સાથે કોઈ પણ પ્રકારની આંખોની સમસ્યા હોયો તો તેમને ડિમેન્શિયા થવાનું જોખમ વધી જાય છે.

રિસર્ચ પ્રમાણે, મેક્યુલર ડીજનરેશન, મોતિયો અને ડાયાબિટીસ સાથે સંકળાયેલી આંખોની બીમારીમાં પણ ડિમેન્શિયાનું જોખમ રહે છે. વૈજ્ઞાનિકો આંખ અને યાદશક્તિ વચ્ચે કનેક્શન સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દુનિયાભરમાં ડિમેન્શિયાનો પગપેસારો
યાદશક્તિ ઘટી જવાની બીમારી ડિમેન્શિયાના કેસ ગ્લોબલી વધી રહ્યા છે. અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, વર્ષ 2050 સુધી દુનિયાભરમાં ડિમેન્શિયના દર્દીઓ 3ગણા થઈ 15 કરોડથી વધારે હશે. રશિયા અને ન્યૂઝીલેન્ડ સહિતના પૂર્વ દેશો, સબ સહારા આફ્રિકા, ઉત્તર આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં ડિમેન્શિયાના કેસ વધી રહ્યા છે.

WHOના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે ડિમેન્શિયાના 1 કરોડ નવા કેસ સામે આવે છે. અમેરિકાન વૈજ્ઞાનિકોના નવાં રિસર્ચ પ્રમાણે, લોકોને બીમારી પ્રત્યે જાગૃત અને શિક્ષિત કરી 2050 સુધી તેના 60.20 લાખ કેસ વધતા રોકવામાં સફળતા મળી શકે છે. આ રિસર્ચના પરિણામથી ડિમેન્શિયાના કેસ ડામવા માટે પોલિસીમેકર્સને નવી રણનીતિ બનાવવામાં મદદ મળશે. વર્ષ 2019માં ડિમેન્શિયાના 5 કરોડથી વધારે દર્દીઓ હતા. આગામી 3 દાયકામાં આ આંકડો 15 કરોડ સુધી પહોંચી શકે છે.

ડિમેન્શિયા અટકાવવાના ઉપાયો

6 કપથી વધારે કોફી ન પીઓ: ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોના રિસર્ચ પ્રમાણે, દરરોજ 6 કપથી વધારે કોફી પીવાથી તેની સીધી અસર મગજ પર થાય છે. 6 કપથી વધુ કોફી પીવાથી યાદશક્તિ ઘટવાનું જોખમ 58% સુધી રહે છે.

દરરોજ સફરજન ખાઓ: ડિમેન્શિયાને અટકાવવા માટે દરરોજ સફરજનનું સેવન કરો. રિસર્ચ પ્રમાણ, સફરજનમાં બે એવા તત્ત્વ હોય છે જે યાદશક્તિ બૂસ્ટ કરે છે. આ તત્ત્વો અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ ઘટાડે છે. આ દાવો જર્મનીના એક સેન્ટર ફોર ન્યુરોડીજનેરેટિવ ડિસીઝના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

બપોરે 5 મિનિટની નેપ લો: ઉંમરની સાથે ઘટી રહેલી યાદશક્તિન કન્ટ્રોલ કરવા માટે બપોરે 5 મિનિટની નેપ જરૂર લેવી જોઈએ. આ દાવો ચીનના વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઉંમરની સાથે ઊંઘવાની રીત બદલાઈ જાય છે. પરંતુ બપોરે નૅપ લેવાથી મગજને ફાયદો થાય છે.

મિનિમમ 6 કલાકની ઊંઘ લો: અમેરિકામાં કરવામાં આવેલી સ્ટડી અનુસાર, 50 વર્ષની ઉંમર સુધી 6 કલાક અથવા તેનાથી ઓછી ઊંઘ લેવા પર ડિમેન્શિયાનું જોખમ વધી જાય છે. 'નેચર કમ્યુનિકેશન' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, જે લોકો પર્યાપ્ત ઊંઘ નથી લેતા, તેમને 70 વર્ષની ઉંમર થવા પર ડિમેન્શિયાનું જોખમ વધે છે.