તમે વાસી દાળનું શું કરો છો?:ફૂડ પોઇઝનિંગ, ગેસ અને એસિડિટીના શિકાર થશો, વધેલી દાળનો આ રીતે ઉપયોગ કરી હેલ્થ સાચવો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રિજમાં મૂકેલી ઠંડી દાળ ના પીવી જોઈએ
  • તેને વ્યવસ્થિત ઉકાળીને જ ઉપયોગમાં લેવી જોઈએ

દરેક ઘરમાં દાળ બનતી હોય છે અને આ ઘણા બધાની ફેવરિટ પણ હોય છે. દાળ એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, પરંતુ વાસી દાળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ જણાવી રહ્યા છે, વાસી દાળ ખાવાથી થતા નુકસાન અને દાળ ખાવાની સાચી રીત...

વાસી દાળ તમને બીમાર બનાવશે
આપણા ભોજનનો મહત્ત્વનો ભાગ દાળ છે. પ્રોટીનથી ભરપૂર દાળ દરેકના ઘરમાં બને છે. ઘણા ઘરમાં બે ટાઈમની દાળ એકસાથે બનાવી દેવામાં આવે છે, જેથી બીજીવાર બનાવવી ના પડે. ડાયટિશિયન શિલ્પાએ કહ્યું, વધેલી દાળ ફરીથી વાપરવામાં કઈ ખોટું નથી, પરંતુ ઉપયોગમાં લેવાની સાચી રીત ખબર હોવી જોઈએ. વાસી દાળનો યોગ્ય ઉપયોગ ના કરવામાં આવે તો ફૂડ પોઇઝનિંગ, ગેસ, એસિડિટીની તકલીફ થઇ શકે છે. વધેલી દાળ સ્ટોર કરવી જરૂરી છે.

વધેલી દાળ આ રીતે વાપરો
ન્યૂટ્રિશનિસ્ટ શિલ્પાએ કહ્યું કે, જો દાળ વધી હોય તો તેને બનાવ્યાને બે કલાક પછી એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં મૂકી દો. આ દાળનો ફરીથી ઉપયોગ કરો ત્યારે તેને સારી રીતે ઉકાળી લો. જેથી તેમાં કોઈ બેક્ટેરિયા ના રહે. જો કે, ફ્રિજમાં મૂકેલી દાળ ગરમ કરીને ઉપયોગમાં લેવાથી ફ્રેશ દાળ જેટલા ન્યૂટ્રિશનલ વેલ્યુ મળતા નથી, પરંતુ ગરમ દાળ પીવાથી કોઈ પણ બીમારીની શક્યતા રહેતી નથી.

આ રીતે દાળ સ્ટોર કરો
મોટા શહેરોમાં ઘણી વર્કિંગ વીમેન બંને ટાઈમની દાળ એકસાથે બનાવી લે છે. જેથી સમય બચે અને પરિવારને પૌષ્ટિક આહાર મળે. આવું કરવું એ ખોટું નથી પણ દાળને વ્યવસ્થિત સ્ટોર કરવી જરૂરી છે. દાળ બની જાય એ પછી તેને બે ભાગમાં વહેંચી લો અને એક ભાગનો ઉપયોગ કર્યા પહેલાં એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રિજમાં મૂકી દો. આમ કરવાથી દાળમાં બેક્ટેરિયા નહીં થાય અને તમે બીમાર પણ નહીં પડો. જે લોકોને પહેલેથી ગેસ, એસિડિટીની તકલીફ છે તેમણે વાસી દાળ પીતા પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફ્રિજમાં મૂકેલી ઠંડી દાળ ના પીવી જોઈએ, તેને વ્યવસ્થિત ઉકાળીને જ ઉપયોગમાં લેવી જોઈએ.