• Gujarati News
  • Lifestyle
  • Health
  • You May Have Cardiophobia If You Are Afraid Of Having A Heart Attack; Find Out The Cause, Symptoms And Treatment Of This Disease

હેલ્થ કેર:હાર્ટ અટેક આવવાનો ડર સતાવતો હોય તો તમને કાર્ડિયોફોબિયા હોઈ શકે છે; આ બીમારીનાં કારણ, લક્ષણ અને સારવારની રીત જાણો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્ડિયોફોબિયાની સારવાર માટે તમારે સારા સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી જોઈએ

ક્યારેક ક્યારેક હાર્ટ અટેક આવવાનો ડર સામાન્ય છે, પરંતુ જો તમને આ ડર હંમેશાં સતાવે છે તો તમને કાર્ડિયોફોબિયા હોય શકે છે. કાર્ડિયોનો અર્થ છે હૃદય સંબંધિત અને ફોબિયાનો અર્થ છે ડર લાગવો. ફોબિયા એક પ્રકારની એન્કઝાઈટી ડિસઓર્ડર છે. તે તમારા રોજિંદા જીવનમાં સમસ્યા બની શકે છે. જાણો કાર્ડિયોફોબિયાના લક્ષણ અને સારવારની રીત.

પહેલા જાણી લો, કાર્ડિયોફોબિયામાં વ્યક્તિને શું થાય છે?

છાતીમાં દુખાવો થવા પર કાર્ડિયોફોબિયાના દર્દીને લાગે છે કે તેને હાર્ટની બીમારી છે.
છાતીમાં દુખાવો થવા પર કાર્ડિયોફોબિયાના દર્દીને લાગે છે કે તેને હાર્ટની બીમારી છે.

કાર્ડિયોફોબિયામાં વ્યક્તિને હાર્ટ અટેક આવવાનો ડર લાગે છે. તેના કારણે તેનું મન કોઈ બીજા કામમાં નથી લાગતું. આ ફોબિયાથી પીડિત વ્યક્તિના હૃદયના ધબકારા અનિયમિત થવા પર તે વધારે ડરી જાય છે. છાતીમાં અથવા બાવડામાં દુખાવો થાય તો કાર્ડિયોફોબિયાના દર્દીઓને લાગે છે કે તેને હૃદયની બીમારી થઈ ગઈ છે.

શું હોય છે કાર્ડિયોફોબિયા?
ઘણા કારણોથી લોકોને કાર્ડિયોફોબિયા થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ પરિચિતનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હોય તેના પછી આ ફોબિયાની શરૂઆત થઈ શકે છે. તે ઉપરાંત, બાળપણમાં થયેલી કોઈ એવી દુર્ઘટનાના કારણે મનમાં હાર્ટ અટેક આવવાનો ડર રહે છે.

કાર્ડિયોફોબિયાના લક્ષણો

ચક્કર આવવા.
ચક્કર આવવા.
  • એન્કઝાઈટી
  • હૃદયના ધબકારા વધી જવા
  • ચક્કર આવવા
  • હાઈ બ્લડ પ્રેશર
  • બેભાન થઈ જવું
  • અચાનક પરસેવો થવો
  • ધ્રુજારી આવવી
  • છાતીમાં દુખાવો

કાર્ડિયોફોબિયાની સારવાર

કાર્ડિયોફોબિયાની સારવાર માટે તમારે સારા સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી જોઈએ.
કાર્ડિયોફોબિયાની સારવાર માટે તમારે સારા સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી જોઈએ.

જો તમે ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ કરો છો, તો સૌથી પહેલા તમારા હૃદયની તપાસ કરાવવો કેમ કે તેમાંથી ઘણા લક્ષણ વાસ્તવિક હાર્ટ અટેકના પણ હોય શકે છે. બધા ટેસ્ટ કરાવ્યા પછી પણ જો તમને હૃદયની બીમારીનો ડર સતાવે છે તો ડૉક્ટરને આ વિશે જણાવો.

કાર્ડિયોફોબિયાની સારવાર માટે તમારે સારા સાયકોલોજીસ્ટ ની સલાહ લેવી જોઈએ. ત્યાં તમારી થેરપી અને કાઉન્સિલિંગ કરવામાં આવશે. તેની સાથે જ હૃદયની તંદુરસ્તી જાણવા માટે વર્ષમાં બે વખત હાર્ટ ચેકઅપ કરાવી શકો છો.

ફોબિયાના દર્દીઓને ઘરે બ્રીધિંગ એક્સર્સાઈઝ અને મેડિટેશન કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારું મન શાંત રહેશે અને એન્કઝાઈટી ઓછી થશે.

(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. બચાવની રીત/સારવાર લેતા પહેલા કૃપા તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો)