હેલ્થ ટિપ્સ:સૂતા સમયે તમે પણ નથી કરતા ને ખોટા ઓશિકાનો ઉપયોગ? થઇ શકે છે આ બીમારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેવું ઓશીકું તેવી ઊંઘ. જયારે તમને સૂઈને જાગો છો અને ગરદનમાં દુખાવો થાય તો સમજી જવાનું કે તમારું ઓશીકું બરાબર નથી. જે લોકો ખોટા ઓશીકાનો ઉપયોગ કરે છે તે લોકોને ગરદનનો દુખાવો અથવા પીઠનાં દુખાવાની સમસ્યા રહે છે.

પોશ્ચર પર અસર થાય છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા રિમ્સ હોસ્પિટલનાં ફિઝિયોથેરાપિસ્ટ દેવેન્દ્ર કુમાર જણાવે છે કે, જે લોકો ઊંચું ઓશીકું લઈને સુવે છે તે લોકોનાં બોડી પોશ્ચર પણ પ્રભાવિત થાય છે. આ સાથે જ સ્પાઇનનાં શેપમાં પણ ગરબડ થાય છે. ઊંચા ઓશિકા પર સૂવાનાં કારણે પોશ્ચર આગળની બાજુ આવે છે તો ઘણા લોકો ઊંચા ઓશિકાને કારણે આગળની બાજુ ઢળીને ચાલે છે.

ગરદનમાં થાય છે દુખાવો
જે લોકો ઊંચું ઓશીકું લગાવીને સૂવે છે તેમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થવાનું પણ જોખમ છે. સર્વાઇકલ સ્પાઇન જેને આપણે કહીએ છીએ તેમાં સાત નાના કરોડરજ્જુનો સમાવેશ થાય છે એટલે કે C7 વર્ટીબ્રા. ઊંચા ઓશિકાને કારણે કરોડરજ્જુ અને માથું એક લાઈનમાં રહી શકતા નથી. આ સ્થિતિમાં ગરદન સખત થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ગરદન જામ થઈ જાય છે.

કરોડરજ્જુ પર દબાણ
દેવેન્દ્ર કુમાર જણાવે છે કે, એક મહિલાને 10 વર્ષથી ગરદનનો દુખાવો હોય સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી. ઘણી જગ્યાએ ડૉક્ટરને બતાવ્યા બાદ પણ ગરદનનો દુખાવો યથાવત રહ્યો હતો. જ્યારે ડોક્ટરે એક્સ-રેનું નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે સર્વાઇકલ સ્પાઇનના નીચેના ભાગમાં વધુ દબાણ છે.

ચક્કર પણ આવે છે
ચક્કર આવવાનાં કારણે મહિલા ગરદનને હલચલ નથી કરી શકતી અને ડાબેથી જમણે ફેરવી પણ નથી શકાતી. જેનાં કારણે ચક્કર આવે છે. હાથમાં ઝણઝણાટી આવે છે. આ પાછળનું કારણ ઊંચું અને સખ્ત ઓશિકાનો ઉપયોગ છે.

ખૂંધ બની જાય છે
ખોટા ઓશીકા પર સૂવાથી ઘણા લોકોમાં ખાસ કરીને આધેડ અથવા વૃદ્ધ લોકોમાં ખભાના ઉપરના ભાગમાં ખૂંધ આવી શકે છે. આવા લોકોમાં ચરબી વધુ હોય છે. આગળ વાળવાથી ખભાના ચોક્કસ ભાગમાં ચરબી જમા થવા લાગે છે. ધીમે ધીમે તે ખૂંધ બની જાય છે. જો કે તેનાથી નુકસાન થતું નથી.

પોસ્ટ પ્રેગ્નેન્સીમાં થાય છે પીઠનો દુખાવો
પ્રેગ્નેન્સી દરમિયાન સ્ત્રીઓની સ્થિતિમાં ફેરફાર થાય છે. જેમ-જેમ પેટનો ભાગ વધે છે તેમ કરોડરજ્જુ વધુ વાંકી બને છે. બાળકનાં જન્મ પછી મોટાભાગની સ્ત્રીઓને કમરના દુખાવાની ફરિયાદ થવા લાગે છે. આ કિસ્સામાં તેમને નિયમિત કસરતની જરૂર છે. તેમજ સૂતી વખતે સારું ઓશીકું લગાવવાથી મુદ્રામાં સુધારો થાય છે.

સમજી-વિચારીને ખરીદો ઓશિકા
સામાન્ય રીતે લોકો ઓશીકું સમજદારીથી પસંદ કરતા નથી. ક્યાંક જાહેરાત જોઈને સર્વાઇકલ ઓશીકું કે મેમરી ફોમ વાળું ઓશીકું ખરીદી લીધું હતું. જ્યારે તમે કેવી રીતે ઊંઘો છો તેના આધારે તમારે ઓશીકું પસંદ કરવું જોઈએ.

ગરદન નીચે ટુવાલ ફોલ્ડ કરીને રાખો
માથું ઓશીકા પર સીધુ ન રાખવું જોઈએ. દેવેન્દ્ર કુમાર જણાવે છે કે, સોફ્ટ ટુવાલને રોલ કરીને ગળાની નીચે રાખો. તેનાથી કરોડરજ્જુને આરામ મળે છે. આ સાથે જ ઓશીકું પણ પાતળું રાખવું જોઈએ.