કામના સમાચાર:લગ્નમાં ઠૂંસી ઠૂંસીને ખાઓ છો? તીખું-તળેલું-સ્વીટ્સ તમને ગંભીર બીમારીઓ આપી શકે છે, લગ્નનું ડાયટ પ્લાન આ રહ્યું

3 મહિનો પહેલા

ઉનાળાની ગરમીમાં લોકો કંઇ પણ ખાવા કરતાં ઠંડાં-પીણાંનું વધુ સેવન કરતા હોય છે. ઉનાળામાં લગ્નની સીઝન ચાલી રહી હોઈ, લોકો કંઇ પણ સમજ્યા કે વિચાર્યા વગર ખાઈ લેતા હોય છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી ઉનાળાની ઋતુમાં લગ્નમાં જવાનું થાય, તો સમજી-વિચારીને જ ખાઓ.

તમારી સાથે આવું જરૂર થતું હશે

 • કોઈ મિત્ર એવો જરૂર હોય છે જે પાર્ટીમાં 10 સ્ટોલ હોય છે તો બધા સ્ટોલ પર જઈને ખાય છે.
 • તમારું જમવાનું મન ના હોય તો પણ તમારો મિત્ર તમને જમવા માટે મોટિવેટ કરે છે
 • કેટલાક લોકોને લાગે છે કે તેઓને આટલું સારું જમવાનું ફરી ક્યારેય નહીં મળે, તેથી આજે ભરપેટ ખાઓ.

ઉનાળામાં લગ્નમાં વધુ પડતું ખાવાથી શું થાય છે, બીજાના કહેવા પર કેવી રીતે વધુ પડતું ભોજન ન ખાવું જોઈએ. ડાયટિશિયન અંજુ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, લગ્નના દિવસે વર-કન્યાએ શું અને કેવી રીતે ખાવું અને પીવું જોઈએ?

જો લગ્નમાં જમવામાં કોઈ બેદરકારી રાખશો તો આ બીમારી થઇ શકે છે

 • પેટ ખરાબ
 • ગેસની તકલીફ
 • ઝાડા
 • ઊબકા-ઉલ્ટી બીપી,ડાયાબિટીસ અને થાયરોઇડ વધી શકે છે

આ તકલીફ ફક્ત લગ્નમાં આવનારા મહેમાનોને જ નથી થતી પરંતુ દુલ્હા-દુલ્હન સાથે પણ થઇ શકે છે. દુલ્હા-દુલ્હનને પણ લગ્નનાં દિવસે તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો લગ્નમાં તબિયત ખરાબ થઇ જાય તો શું કરવું જોઈએ?

 • એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું અને ખાંડ નાખીને પીઓ.
 • દહીં અને ભાત ખાવાથી પેટ ઠંડું રહે છે.
 • છાસ, ફ્રૂટ્સ અને ખીચડી પણ ખાઈ શકો છો.
 • આ બધી વસ્તુ ખાવાનું મન ના હોય તો ઓટ્સ, કેળા અને સાબુદાણા ખાઓ.

જો આ સમસ્યા વધુ હોય તો ડોક્ટરની સલાહ લો.

જો લગ્નમાં નોન વેજ હોય અને વધુ ખાઈ લીધું હોય તો...

 • કોલેસ્ટેરોલ વધી શકે છે.
 • શરીરનું તાપમાન વધી શકે છે.
 • ગરમી વધારે લાગશે.
 • પરસેવો અને દુર્ગંધની તકલીફ વધારે રહેશે.
 • લગ્નમાં નોનવેજ હોય તો લિમિટમાં જ ખાઓ,વધુ ના ખાઓ.

જમ્યા બાદ સ્વીટ ખાતાં પહેલાં આ વાતનું રાખો ધ્યાન

 • ચાસણીમાં તરબતોળ રસગુલ્લા અને જલેબીને બદલે મિક્સ ફ્રૂટનું સેવન કરો. આમ છતાં પણ સ્વીટ ખાવાનું મન થાય તો વધુ ના ખાઓ.