હેલ્થ ટિપ્સ:ગર્ભવતી મહિલાઓ માટે યોગાસન બેસ્ટ વિકલ્પ છે, નોર્મલ ડિલિવરીમાં દુખાવામાં પણ રાહત થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનાં શરીરમાં અનેક પ્રકારનાં બદલાવ જોવા મળે છે. મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન અમુકવાર તણાવ અને ચિંતામાં રહે છે, તે સમયે યોગ ફાયદાકારક છે. યોગથી ફક્ત શરીરને જ તાકાત નથી મળતી, પરંતુ સાથોસાથ બાળકનો પણ વિકાસ થાય છે. યોગ વિશેષજ્ઞ અનિતા કુમારી જણાવે છે કે, પ્રેગ્નન્સીમાં યોગ દ્વારા કેવી રીતે શરીરનું ધ્યાન રાખી શકાય.

ભદ્રાસન : કમરની માંસપેશીઓને મજબૂત કરે છે
ભદ્રાસનને વોરિયર પોઝ પણ કહેવામાં આવે છે. આ યોગાસન દરરોજ કરવાથી હાથ, ખભા, જાંઘ અને કમરની માંસપેશીઓ મજબૂત થાય છે. આ યોગને નોર્મલ ડિલિવરી માટે બેસ્ટ માનવામાં આવે છે. આ યોગાસન કરવાથી એકગ્રતા વધે છે અને મનની ચંચળતા ઓછી થાય છે. આ સાથે જ પાચન શક્તિ સારી રહે છે અને અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

આસન કરવાની રીત : મેટને કોઈ શાંત જગ્યા પર રાખીને બેસી જાઓ. તમારા પગને આગળની તરફ લાંબા રાખો. આ બાદ પગની આંગળીઓને ભેગી કરી લો. હાથને શરીરની બંને બાજુ રાખો અને હથેળીઓને મેટ પર જ રહેવા દો. ગરદનને બિલકુલ સીધી રાખો. આ પોઝમાં આવ્યા બાદ આંખને એક જગ્યા પર કેન્દ્રિત કરીને થોડા સમય સુધી રાખો.

વજ્રાસન : ગર્ભમાં શિશુનો બરાબર વિકાસ થાય છે
વજ્રાસન કરવાથી ગર્ભાશયમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે થવા લાગે છે જેનાથી ગર્ભમાં રહેલા શિશુનો સારો વિકાસ થાય છે. ગર્ભાવસ્થાને કારણે થતી સુસ્તી પણ આ આસાનથી દૂર થઇ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ગેસ અને એસિડિટીથી થતી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

આસાન કરવાની રીત : મેટ પર તમારા ઘૂંટણ વાળીને ઊભા રહો. ઘૂંટણ વાળો અને આરામથી બેસો, પરંતુ ધ્યાન રાખો કે ઘૂંટણ આગળના ભાગે જ હોવા જોઈએ. પાછળ પગથી વી-આકાર બનાવો. પગનાં તળિયાએકબીજાને સ્પર્શવા જોઈએ અને પગની ઘૂંટીઓ સમાન અંતરે હોવી જોઈએ. આ બંનેની વચ્ચે હિપ્સને રાખો. તમે આ પોઝમાં ધ્યાન પણ કરી શકો છો. ધ્યાન કરતી વખતે ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે તેને છોડો.

ઉષ્ટ્રાસન : પેટનો નીચેનો ભાગ થાય છે મજબૂત
ઉષ્ટ્રાસનમાં શરીર ઊંટની આકૃતિનું બની જાય છે. જેને કેમલ પોઝ પણ કહેવામાં આવે છે. આ યોગાસન દરરોજ કરવાથી શરીરને ફાયદો પહોંચે છે. ગર્ભવતી મહિલાઓ આ આસન કરે છે તો પેટનો નીચેનો ભાગ મજબૂત થાય છે, જેનાં કારણે પ્રસુતિની પીડા ઓછી થાય છે. આ યોગાસનથી પાચનની સમસ્યા પણ દૂર થાય છે.

આસાન કરવાની રીત : સૌથી પહેલાં ઘૂંટણનો ટેકો લઈને બેસી જાઓ. હાથને હિપ્સ પર રકહો. ધ્યાન રાખો કે, ઘૂંટણ અને ખભા એક જ લાઈનમાં હોય અને પગના તળિયા જમીન તરફ હોવા જોઈએ. કરોડરજ્જુના નીચેના હાડકાને આગળ રાખવાનું હોય છે. નાભિ પર સંપૂર્ણ દબાણ અનુભવો. આ દરમિયાન કમરને પાછળની તરફ ફોલ્ડ કરવાની હોય છે. હથેળીથી પગને મજબૂત રીતે પકડી રાખો. ગરદનને ઢીલી છોડી દો, જેથી ગરદન પર બિલકુલ તણાવ ન રહે. આ આસન માત્ર 30 થી 60 સેકન્ડ માટે કરો.

પ્રાણયામથી પણ થાય છે લાભ : પ્રેગ્નન્સી દરમિયાન પ્રાણાયામથી પણ લાભ થાય છે. આનુલોમ-વિલોમના નિયમિત અભ્યાસથી શ્વાસની તકલીફ થતી નથી. તો ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકને પણ યોગ્ય માત્રામાં શુદ્ધ ઓક્સિજન મળે છે. સાથે જ ધ્યાન કરવાથી માનસિક સંતુલન પણ ઠીક રહે છે. ભસ્ત્રિકાનો ધીમે ધીમે અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામ કરતા સમયે ધ્યાન રાખો કે પેટ પર વધુ દબાણ આવવું ના જોઈએ.