તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Yoga Poses To Stomach Problem And Strong Bones; Know Which Asanas Are Helpful In Relieving Stomach Pain? All You Need To Know From Expert

તન-મનને શાંત રાખતું આસન:પેટની તકલીફ અને હાડકાંને મજબૂત કરવા ભદ્રાસન કરો, ઘૂંટણના દુખાવામાં રાહત મળશે અને મગજ શાંત થશે

6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તેને ‘ધ ઓસ્પિશિયસ પોઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે
 • આ મુદ્રામાં બેસીને આંખો બંધ કરીને સામાન્ય શ્વાસ લો
 • સંધિવા અને સાઈટિકાના દર્દીએ આ આસન ન કરવું

ઘણીવાર પેટની તકલીફ કે ઘૂંટણમાં દુખાવો થતો હોય તો ભદ્રાસનને યોગ રૂટીનમાં સામેલ કરો. અંગ્રેજીમાં તેને ‘ધ ઓસ્પિશિયસ પોઝ’ તરીકે ઓળખવામાં આવે છે. તે નિતંબ અને ઘૂંટણના હાડકાંને મજબૂત બનાવે છે. આ ઘણું સરળ આસન છે જે ફિઝિકલી અને મેન્ટલી રાહત આપે છે. એક્સપર્ટ પાસેથી જાણો તેને કેવી રીતે કરવું અને તેના ફાયદા..

આવી રીતે આસન કરો

 • આસન કરવા માટે સૌથી પહેલાં બંને પગને સામેની તરફ ફેલાવીને સીધા બેસો અને તમારા હાથને નિતંબની પાસે મૂકો. ધ્યાન રાખો કે, તમારા શરીરનું વજન તમારા હાથ પર ન આવે. આ મુદ્રાને દંડાસન કહેવાય છે.
 • હવે દંડાસનની સ્થિતિમાં ધીમે-ધીમે શ્વાસ છોડતી વખતે તમારા પગની પાનીને એકબીજા સાથે જોડી દો. હવે હાથથી પગના અંગૂઠાને પકડો અને શક્ય હોય તેટલી પગની એડીને અંદરની તરફ ખેંચો.
 • જો આમ કરતી વખતે તમારા સાથળ જમીનને સ્પર્શ કરે છે તો તમે નીચે ઓશિકાનો ટેકો આપી શકો છો.
 • ભદ્રાસન એક વિરામ આસન છે, એટલે કે લાંબા સમય સુધી બેસી રહેવાની મુદ્રા. હવે આ મુદ્રામાં આંખો બંધ કરો અને સામાન્ય શ્વાસ અંદર લો અને બહાર છોડો. કેટલાક સમય માટે આ સ્થિતિમાં સ્થિર રહો.
 • તમારી આંખો ખોલો અને ધીમે-ધીમે શ્વાસ લેતાની સાથે બંને પગને ખુલ્લા કરીને દંડાસનની મુદ્રામાં આવી જાઓ. થોડા સમય માટે આ મુદ્રામાં આરામ કરો.

પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાની યુટ્યૂબ ચેનલ પરથી ભદ્રાસન કરવાની રીતનો વીડિયો શૅર કર્યો હતો.

યોગ એક્સપર્ટ ડૉ. નિલોફર પાસેથી ફાયદા જાણો

 • શરીર મજબૂત બનાવે છે: આ આસન તમારા તન અને મનને મજબૂતી આપે છે. મગજને પણ સ્થિર કરે છે.
 • હાડકાં મજબૂત બનાવે છે: તે ઘૂંટણ અને નિતંબને મજબૂત બનાવે છે અને ઘૂંટણના દુખાવાને ઓછું કરે છે.
 • પેટની તકલીફ દૂર થશે: પેટમાં થતી કોઈ પણ સમસ્યાથી આ આસન છૂટકારો આપશે.
 • પીરિયડ્સમાં દુખાવામાં રાહત મળશે: ભદ્રાસનથી મહિલાઓને પીરિયડ્સ વખતે થતી પીડામાં રાહત મળે છે.
 • ગર્ભાવસ્થામાં લાભ: આ આસન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.

પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાની યુટ્યૂબ ચેનલ પરથી ભદ્રાસન કરવાની રીતનો વીડિયો શૅર કર્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો