હેલ્ધી ફૂડ હેબિટ્સ:ખરાબ ડાયટ બાળકોના સ્વભાવ બગાડી શકે છે, બાળપણથી જ સારી ટેવ પાડો જેથી મોટા થઈને કોઈ બીમારીનો સામનો ના કરવો પડે

મીના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને બાળપણથી રસોડામાં કામ કરતા શીખવાડો, જેથી રસોઈમાં કેટલો સમય લાગે છે તે ખબર પડે
  • ભોજન કરાવતી વખતે કોઈ ગેજેટ્સ ના આપો

આજકાલ બહુ નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી તકલીફ જોવા મળી રહી છે. આ ગંભીર બીમારીનું સૌથી મોટું કારણ છે ભોજન. ફૂડ ફિક્સના રાઇટર ડૉ. માર્ક હાઇમને તેમની બુકમાં લખ્યું છે કે, આપણે બાળકોને જે ડાયટ આપી રહ્યા છીએ તેનું ડાયરેક્ટ કનેક્શન તેમના મૂડ, બિહેવિયર અને વાયોલન્સ સાથે હોય છે.

ખોટી ડાયટથી બાળકોના માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. મોટા થઈને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકે તે માટે બાળપણથી જ તેમને હેલ્ધી ડાયટની ટેવ પાડો અને તેમને હેલ્ધી ઈટર બનાવો.

યોગ્ય ઈટિંગ હેબિટ કાયમ માટે ફાયદાકારક
દિલ્હીમાં મેડિકલ વર્લ્ડ ફોર યુની ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. શૈલી તોમરે કહ્યું, જો પેરેન્ટ્સ બાળપણથી બાળકોને હેલ્ધી ખાવાની ટેવ પાડે છે તો તેઓ મોટા થઈને પણ સ્વસ્થ આદત જ સ્વીકારશે. સારી આદતો આજીવન સ્વસ્થ રાખે છે. ડિજિટલાઇઝેશનને લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. આથી બાળકોને પૌષ્ટિક આહાર આપવો ખૂબ જરૂરી છે.

ફૂડથી બાળકો સાથેનું રિલેશન સુધારી શકે છે
યુનિસેફ ફોર ચાઈલ્ડમાં પબ્લિશ એક આર્ટિકલ પ્રમાણે, પેરેન્ટ્સ ફૂડની મદદથી બાળકો સાથે હેલ્ધી રિલેશનશિપ બનાવી શકે છે. અનહેલ્ધી ફૂડ્સને ના કહેવાને બદલે તેનું પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ. તેનાથી બાળક પણ નાખુશ નહીં થાય અને હેલ્ધી ફૂડની આદત પણ પડી જશે. બાળકોને હેલ્ધી ફૂડ્સ આપવા માટે ઘણીબધી રીત અપનાવી શકાય છે.

ધીમે-ધીમે બદલો અનહેલ્ધી ફૂડ હેબિટ
જ્યાં સુધી તમે બાળકોને ન્યૂટ્રિશનથી ભરપૂર ભોજન વિશે નહીં કહો ત્યાં સુધી તેમને તેનું મહત્ત્વ ખબર નહીં પડે. અનહેલ્ધી આઇટમ્સને ધીમે-ધીમે દૂર કરો અને તેમની ઈટિંગ પેટર્ન ચેન્જ કરો. બાળકો ફૂડમાં ઇન્ટરેસ્ટ લે તેવી રેસિપી તૈયાર કરો.

સ્વીટના હેલ્ધી ઓપ્શન પસંદ કરો
મોટાભાગના બાળકોને ચોકલેટ કે કેન્ડી બહુ ભાવતી હોય છે, પરંતુ બાળપણથી આ ફૂડની આદત પાડી દેવી એ નુકસાનકારક છે. આ સ્વીટ્સને બદલે તમે ઘઉં અને જુવારના લોટની કેક અથવા તો બિસ્કિટ બનાવી શકો છો. તેમાં સુગરને બદલે ગોળનો ઉપયોગ કરો. આઈસ્ક્રીમને ફ્રોઝન ફ્રૂટ્સ સાથે રિપ્લેસ કરી શકો છો.

ભોજનનો સમય નક્કી કરો
મોટાભાગની મમ્મીઓ તેમના બાળકોને ટીવી, લેપટોપ કે પછી મોબાઈલનો ઉપયોગ કરીને ભોજન કરાવે છે. આ રીતે ભોજન કરાવવાથી ધ્યાન ભટકે છે અને બાળકનો ફોકસ જમવાને બદલે ટીવી પર જ રહે છે. આગળ જતા આ પેટર્ન બેડ ઈટિંગમાં ફેરવાઈ જાય છે. આથી બાળકને ભોજન કરાવો ત્યારે તેનું ધ્યાન માત્ર ફૂડ પર હોવું જોઈએ.

બાળપણથી રસોડામાં કામ કરતા શીખવાડો
બાળકોને કુકિંગ પ્રોસેસમાં સામેલ કરો જેથી તેમને ખબર પડે કે રેસિપી રેડી કરવામાં કેટલો સમય લાગે છે. જમવાની ના પાડ્યા પહેલાં તેમને વિચાર આવશે કે આ બનાવતા ઘણો સમય લાગે છે. અનહેલ્ધી ફૂડ બાળકોને આપશો તો તે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપશે. બાળક બીમાર પડશે તો તેના અભ્યાસથી લઈને સોશિયલ લાઈફ પણ ડિસ્ટર્બ થાય છે. આથી બાળપણથી જ હેલ્ધી ઈટિંગ હેબિટ પાડો.