તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ મિલ્ક ડે:શું દૂધ જ કેલ્શિયમનો સારો વિકલ્પ છે? તેને ઉકાળવા પર પોષક તત્વો નાશ પામે છે? એક્સપર્ટ પાસેથી જાણો તેના જવાબ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રીશન પ્રમાણે 100 મિલીલિટર દૂધમાં 125 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે
  • એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સવારે નાસતામાં દૂધ લઈ શકાય છે. પરંતુ દૂધ ખાલી પેટ ન લેવું જોઈએ

એક્સપર્ટ દરરોજ 1 ગ્લાસ દૂધ પીવાની સલાહ આપે છે, પરંતુ ઘણા લોકો નાસતામાં ખાલી પેટ દૂધ લે છે. તો કેટલાક લોકોનું માનવું છે કે દૂધ વારંવાર ઉકાળવાથી તેના પોષક તત્વો નાશ પામે છે. જોકે આ વાત ખોટી છે. આજે વર્લ્ડ મિલ્ક ડે છે. આ અવસરે એક્સપર્ટ પાસેથી જાણો દૂધ સાથે જોડાયેલા ભ્રમ અને કહીકત...

ભ્રમ: દૂધ જ કેલ્શિયમનો સૌથી સારો વિકલ્પ છે.
હકીકત:
મોટા ભાગના લોકો તેને સાચું ગણે છે. 2 ચમચી શિયા સીડ્સમાં દૂધ કરતાં 6ગણું વધારે કેલ્શિયમ હોય છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રીશન પ્રમાણે 100 મિલીલિટર દૂધમાં 125 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે 100 ગ્રામ રાગીમાં 344 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. એક્સપર્ટ કહે છે કે શરીરમાં કેલ્શિયમ એબ્ઝોર્બ કરવા માટે વિટામિન D પૂરતી માત્રામાં હોય તે જરૂરી છે.

ભ્રમ: દૂધને ઉકાળવામાં આવે તો પોષક તત્વ ઓછાં થાય છે.
હકીકત: દૂધ ખરાબ ન થાય તે માટે તેને ઉકાળવામાં આવે છે. તેથી તેને નુક્સાન પહોંચાડનારા બેક્ટેરિયાનો નાશ થાય. તેને ઉકાળવાથી પોષક તત્વો પર અસર થતી નથી. ડાયટિશિયન નમિતા ચંદાની કહે છે કે, દૂધને અનેક વખત ઉકાળવામાં આવે તો પણ પોષક તત્વો નાશ પામતા નથી.

ભ્રમ: દૂધને સવારે નાસતામાં ન લેવું જોઈએ.
હકીકત: ડાયટિશિયન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સવારે નાસતામાં દૂધ લઈ શકાય છે. પરંતુ દૂધ ખાલી પેટ ન લેવું જોઈએ. આમ કરવાથી પાચન ક્રિયા બગડી શકે છે. આયુર્વેદ કહે છે કે જો તમને કફ દોષ હોય તો સવારે ખાલી પેટ દૂધ ન લો. ઉધરસની સમસ્યા થતી હોય તેમણે સવારે ખાલી પેટ દૂધ ન લેવું જોઈએ.

ભ્રમ: દૂધ પીવાથી પેટ મરોડાવાની સમસ્યા થાય છે.
હકીકત: આવું માત્ર તેવા લોકોને થાય છે જેમને દૂધથી એલર્જી હોય. સામાન્ય રીતે આવું થતું નથી. જો ફળ ખાધા બાદ તરત દૂધ પીવામાં આવે તો આમ થઈ શકે છે. નમિતાના જણાવ્યા પ્રમાણે, દૂધમાં તજ અને હળદર ઉમેરી પી શકાય છે. તેનાથી દૂધનો સ્વાદ વધે છે અને ઈમ્યુનિટી વધે છે.

ભ્રમ: દૂધને ભોજન તરીકે લઈ શકાય છે.
હકીકત:
એક્સપર્ટ કહે છે કે દૂધના પોષક તત્વોને ધ્યાનમાં રાખી તેને કમ્પ્લિટ ફૂડ કહેવાય છે પરંતુ તે ભોજનનો વિકલ્પ નથી. શરીરને વિટામિન C, ફાઈબર સહિત અનેક પોષક તત્વોની જરૂર હોય છે. તે દૂધમાં હોતા નથી. તેથી લંચ કે ડિનરને બદલે દૂધ રિપ્લેસ ન કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...