વર્લ્ડ કિડની ડે:કિડની સ્વસ્થ રાખવા માટે વજન અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો, દરરોજ 8 ગ્લાસ પાણી પીઓ; આ રીતે તમારી કિડનીનું સ્વાસ્થ્ય ચકાસો

અંકિત ગુપ્તા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂખ ન લાગવી, ઊલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ અને ઊંઘ ન આવવી જેવી સમસ્યા થાય તો એક્સપર્ટ ડૉક્ટર્સનો સંપર્ક કરવાની સલાહ આપે છે - Divya Bhaskar
ભૂખ ન લાગવી, ઊલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ અને ઊંઘ ન આવવી જેવી સમસ્યા થાય તો એક્સપર્ટ ડૉક્ટર્સનો સંપર્ક કરવાની સલાહ આપે છે
  • યુરિનનો રંગ બદલાય અથવા તેમાં લોહી આવે તો તે કિડનીમાં બીમારીનાં લક્ષણ હોઈ શકે છે
  • ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ચેક અપ કરાવવું

દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસો વધી રહ્યા છે. 2 લાખ દર્દીઓ સામે 15 હજાર જ કિડની ડોનર્સ છે. આ આંકડાઓ 2 વાત સ્પષ્ટ કરે છે. પ્રથમ લોકો શરૂઆતમાં કિડનીની બીમારીને સમજી શકતા નથી. તેને કારણે વાત કિડની ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચે છે. બીજું કિડની ફેલ થવાના આરે રહેલા દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ સરળ નથી કારણ કે પ્રમાણમાં ડોનર્સની સંખ્યા ઓછી છે.

આ બંને સમસ્યાથી છૂટકારો મેળવવા માટેની એક જ રીત છે. કિડની બીમાર કરનાર દરેક નાની નાની વાતો પર ધ્યાન રાખવું. આજે વર્લ્ડ કિડની ડે છે. આ અવસરે આવો જાણીએ કિડનીને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય છે...

આ કારણે કિડનીના કેસો વધી રહ્યા છે
એક્સપર્ટ કહે છે કે કિડનીમાં બીમારીની શરૂઆત થાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. કેટલાક લક્ષણો અન્ય બીમારી સાથે પણ મેળ ખાય છે. તેથી લોકો તેની અવગણના કરી દેતાં હોય છે. તેને લીધે કિડનીની બીમારી ગંભીર થાય છે અને લાસ્ટ સ્ટેજ આવી જાય છે. આ જ કારણે 90% કિડનીના દર્દીઓ બીમારી સમજી શકતા નથી.

યુરિનનો રંગ બદલાય છે તો તેની અવગણના ન કરો
જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના નેફ્રોલોજિસ્ટ ડૉ. અમજદ ખાન પઠાણ કહે છે કે, યુરિનનો રંગ બદલાય અથવા તેમાં લોહી આવે તો તે કિડનીમાં બીમારીનાં લક્ષણ છે. લક્ષણ જણાવે છે કે કિડનીમાં પથરી, ટ્યુમર અથવા સંક્રમણ છે. આ સિવાય યુરિનમાં ફીણ જોવા મળે અથવા રાતે વારંવાર યુરિન કરવા જવું પડે તો તે ઈશારો કરે છે કે તમારી કિડનીમાં કોઈ તકલીફ છે. આ સિવાય ભૂખ ન લાગવી, ઊલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓ જકડાઈ જવી અને ઊંઘ ન આવવી જેવી સમસ્યા થાય તો ડૉક્ટર્સનો સંપર્ક કરો.

આ રીતે ચેક કરો કિડની સ્વસ્થ છે કે નહિ
જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં નેફ્રોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. એમ એમ બહાદુર જણાવે છે કે, કિડની સ્વસ્થ છે કે નહિ તે કેટલાક ટેસ્ટ કરાવીને જાણી શકાય છે. તમને કોઈ પણ લક્ષણ જણાય તો બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટનાં માધ્યમથી બ્લડમાં પ્રોટીન અને ક્રિએટિનીનનું લેવલ ચેક કરવામાં આવે છે. તેની માત્રા વધારે હોય તો તેની સીધી અસર કિડની પર પડે છે.

ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોની ફેમિલીમાં કિડની ફેલ્યોરના કેસ વધારે જોવા મળે છે. તેથી આવા લોકોએ ચેકઅપ કરાવવું જોઈએ.

વર્લ્ડ કિડની ડે ક્યારે શરૂ થયો
કિડનીની બીમારી અને સારવાર વિશે લોકોને જાગૃત કરવા માટે 2006માં ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશને મળી વર્લ્ડ કિડની ડેની શરૂઆત કરી હતી. દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડની ડે ઉજવવામાં આવે છે. દર વર્ષે તેની થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘કિડની હેલ્થ ફોર એવરીવન એવરીવેર’ છે.