હૃદયને સ્વસ્થ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે. દરરોજ 15 મિનિટનું વર્કઆઉટ હાર્ટ-અટેક અને સ્ટ્રોકથી બચાવે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, હેલ્ધી હાર્ટ માટે અઠવાડિયામાં 6 દિવસ 30થી 45 મિનિટનું વર્કઆઉટ પૂરતું છે.
વર્લ્ડ હાર્ટ ફેડરેશન દર વર્ષે 29 સપ્ટેમ્બરે હાર્ટ ડે ઊજવે છે. તેનો હેતુ હૃદયના રોગો પ્રત્યે જાગૃતિ લાવવા અને તેનાં જોખમથી બચવાનો છે. વર્લ્ડ હાર્ટ ડે પર મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ અને ઓર્થોસ્કોપી સર્જન ડૉ. યજુવેન્દ્ર ગવઈ પાસેથી જાણો હેલ્ધી હાર્ટના ફિટનેસ પ્લાન...
1. 30થી 45 મિનિટનું વોક
હાર્ટ ફિટ રાખવા માટે વોકિંગ સૌથી આનંદદાયક, સુરક્ષિત અને સસ્તી રીત છે. હેલ્ધી હાર્ટ માટે દરરોજ 30થી 45 મિનિટ ચાલવું જોઈએ. ચાલવાની ગતિ તમારી ફિટનેસ પર નિર્ભર છે, પરંતુ શરૂઆત કરનારા લોકો માટે મીડિયમ સ્પીડ બરાબર છે.
2. પીઠ અને ઘૂંટણની સમસ્યા છે તો સાઈકલિંગ કરો
દરરોજ આશરે 25થી 30 મિનિટ સુધી સાઈકલિંગ કરવી જોઈએ. વધતી જતી ઉંમરના લોકોને પીઠ અને ઘૂંટણની બીમારી હોય છે. જો જોગિંગ અને વોકિંગ ન કરી શકતા હો તો સાઈકલિંગ સારો ઓપ્શન રહેશે. સાઈકલિંગથી શરીર ફિટ રહે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે.
3. અઠવાડિયામાં અઢીથી ત્રણ કલાક સ્વિમિંગ
અઠવાડિયામાં અઢીથી ત્રણ કલાક સ્વિમિંગ કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ફિટ રહેવાની આ સારી રીત મનાય છે. ઘૂંટણની સમસ્યા હોય તો આ વિકલ્પ સારો છે.
4. ડાન્સિંગ પણ એરોબિકથી ઓછું નથી
હેલ્ધી હાર્ટ માટે ડાન્સિંગ પણ એરોબિક એક્સરસાઈઝની જેમ જ છે. સારા ફૂટવેર, યોગ્ય જગ્યા અને મ્યુઝિકની જરૂર રહે છે. ડાન્સ કેટલા સમય સુધી કરવો છે એ તમારી કેપેસિટી પર નિર્ભર રહે છે. આજકાલ ઝુમ્બા ટ્રેન્ડમાં છે. તેને ઘરે રહીને પણ કરી શકાય છે.
5. જોગિંગ કરો અને ટાર્ગેટ હાર્ટ રેટ પર નજર રાખો
જોગિંગ ફિટ રહેવાની સૌથી સરળ રીત છે. ટાર્ગેટ હાર્ટ રેટ 60થી 75 પહોંચવો જોઈએ અને પ્રતિદિન 10થી 15 મિનિટ તેને સ્ટેબલ રાખવો જોઈએ. 50 વર્ષની ઉંમરની વ્યક્તિ માટે ટાર્ગેટ હાર્ટ રેટ 170 બિટ/મિનિટ છે. એક સ્વસ્થ હૃદય ધરાવતી 50 વર્ષની વ્યક્તિ માટે પ્રતિ મિનિટ 120-125 બિટ્સ સુધી પહોંચવા પર્યાપ્ત છે. તમે હાર્ટ રેટને ફિટનેસ ગેજેટથી ચેક કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.