• Gujarati News
  • Lifestyle
  • Health
  • World Food Day 2020 What Covid19 Change Our Eating Habits And What Need To Eat To Fight Coronavirus And Bacterial Disease

વર્લ્ડ ફૂડ ડે:કોરોનામાં લોકોએ જંક ફૂડ છોડ્યું અને હેલ્ધી ફૂડ ખાવાનું શરુ કર્યું, એક્સપર્ટ પાસેથી સમજો ભોજનમાં આ 4 મોટા ફેરફાર હંમેશાં બીમારીઓથી દૂર રાખશે

અંકિત ગુપ્તા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 16 ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ એક્સપર્ટ પાસેથી જાણો, કોરોનાકાળમાં આપની જમવાની રીત કેટલી બદલાઈ અને કઈ 5 વસ્તુઓ તમને હંમેશાં બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરશે.

ભોજનમાં 4 મોટા ફેરફાર કોરોનાકાળમાં થયા
1. કેમિકલથી દૂર ગયા, ઈમ્યુનિટી વધારવા માટે ફળને ડાયટમાં સામેલ કર્યા
ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. નીતિશા શર્માએ કહ્યું કે, કોરોનાએ લોકોને નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરતા શીખવાડ્યું. લોકોએ ઈમ્યુનિટી વધારવા માટે ખાટા ફળ જેમ કે લીંબુ, મોસંબી, સંતરા અને આંબળાને ભોજનમાં સામેલ કર્યા. પ્રોસેસ્ડ ફૂડ જેમ કે બિસ્કિટ, રેડી ટુ ઈટ સૂપ. નૂડલ્સ અને કેમિકલની મદદથી પ્રિઝર્વ થયેલા ભોજનને અલવિદા કહ્યું.

2. ઠંડું પાણી પીવાનું બંધ કર્યું, સમયસર ખાવાનું, સૂવાનું અને ઊઠવાનું શરુ કર્યું
આયુર્વેદ એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તાએ કહ્યું કે, કોરોનામાં લોકોની લાઈફસ્ટાઈલ એકદમ બદલાઈ ગઈ છે. લોકોએ સમયસર ખાવાનું, સૂવાનું અને ઊઠવાનું શરુ કર્યું. મોટાભાગના લોકોએ ગરમ અને તાજું ભોજન ખાધું. ઠંડુ પાણી પીવાનું બંધ કર્યું. તેની અસર ગળાથી પેટ સુધી થઇ. ભોજન સરળતાથી પછી ગયું અને તાવ, શરદી-ઉધરસની તકલીફ પણ ના થઇ. તેના પરિણામે લોકોમાં એનર્જીની અછત ના થઇ.

3. ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળો, ચવનપ્રાશ અને મસાલાનો ઉપયોગ
લોકોએ ચાની જગ્યાએ ઉકાળો પીવાનું શરુ કર્યું. જો કે, જરૂર કરતા વધારે ઉકાળો પીતા પેટની સમસ્યા પણ થઇ પણ લોકોએ પીવાનું ના છોડ્યું. આ ઉપરાંત ઈમ્યુનિટી વધારવા માટે ડાયટમાં મસાલાનો ઉપયોગ પણ વધ્યો. હળદરવાળું દૂધ પીવાનું શરુ કર્યું. કેટલાક લોકોએ લવિંગનું પાણી અને સરગવાના પાનને ડાયટમાં સામેલ કર્યા.

4. જંક અને નોન-વેજ ફૂડ ખાવાનું બંધ કર્યું અને હેલ્ધી ફૂડ શરુ કર્યું
લોકડાઉનની વધારે અસર તે લોકો પર વધારે પડી છે જેઓ બર્ગર, પિઝા જેવા જંક ફૂડ ખાતા હતા. ઘણા મહિનાઓ સુધી જંક ફૂડ ના મળ્યું અને કેટલાક લોકોએ સંક્રમણના ડરથી પણ ખાવાનું ટાળ્યું. પરિણામે ઘરે બનેલા ભોજનથી અનેક પોષકતત્ત્વો મળ્યા. સાથે જ નોન-વેજ ફૂડથી પણ લોકો દૂર રહ્યા.

આ ચાર ફેરફાર જાણી લો, તે તમારી ઈમ્યુનિટી વધારીને બીમારીઓથી બચાવશે.
એક્સપર્ટ પ્રમાણે, ભોજનમાં અમુક એવા ફેરફાર કરવાની જરૂર છે જે કોરોના જ નહિ પણ અન્ય બીમારીઓથી પણ બચાવે. આ ત્યારે જ પોસિબલ છે જ્યારે ઈમ્યુનિટી વધારવામાં આવે. આયુર્વેદ એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, ઠંડી પણ નજીક આવી રહી છે, ઈમ્યુનિટી વધારવા માટે આ સારી ઋતુ માનવામાં આવે છે કારણકે આ સીઝનમાં વધારે વેરાયટીના ફળ અને શાકભાજી મળે છે. ઠંડીમાં મસાલાનો ઉપયોગ પણ શરીરમાં ગરમાવો વધારવાની સાથે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.

1. ભોજનમાં લાલ, પીળા, લીલા શાકભાજી અને ફળ વધારો
ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. નીતિશા શર્માના જણાવ્યા પ્રમાણે, ભોજનમાં લાલ, પીળા, લીલા શાકભાજી અને ફળનું પ્રમાણ વધારો. તેમાં રહેલા પોષકતત્ત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. તેમાં વિટામિન A,C અને E વધારે હોય છે. જેમ કે, ટામેટું, દાડમ, કેરી, પપૈયું અને લીલા શાકભાજીને સામેલ કરો.

2. સૂપને ડાયટમાં સામેલ તેમાં, તેમાં મરી ઉમેરો
સૂપ ત્રણ પ્રકારનો ફાયદો પહોંચાડે છે. પ્રથમ ઠંડીમાં શરીરને ગરમ રાખે છે, બીજી શાકભાજીને લીધે પોષકતત્ત્વોની અછત પૂરી કરે છે અને ત્રીજું કે રોગ સામે લડવાની શક્તિ વધારે છે. ટામેટું, આદુ, ગાજર, લસણ અને કોબીને સૂપમાં સામેલ કરો. તેમાં પનીર એડ કરી શકો છો. મરી વાપરવાનું ના ભૂલશો. ગરમીના દિવસોમાં તેનો ઓછો ઉપયોગ કરવો.

3. એક દિવસમાં મુઠી ભરીને સૂકામેવા ખાઓ
ઠંડીમાં દિવસમાં એકવાર મુઠી ભરીને ડ્રાયફ્રૂટ ખાઓ. કાજુ, બદામ, અખરોટ, પીસ્તા શરીરને ગરમ રાખશે અને ઈમ્યુનિટી વધારશે. તે મેમરી અને સ્કિનની ચમક વધારવામાં પણ મદદ કરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે તે હાર્ટ ડિસીઝ અને એજિંગથી બચાવે છે. ગરમીમાં તેનું પ્રમાણ ઓછું કરી દેવું.

4. ઉકાળો બનાવો અને પીવો પણ એ પહેલાં તેની રીત સમજી લો
આયુર્વેદ એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તાએ કહ્યું કે, ઉકાળો બનાવતી વખતે તેમાં વસ્તુઓનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. ઉકાળામાં તજ, સૂંઠ, તુલસી અને મરી હોવા જોઈએ. સૂંઠ અને મરી ગરમ હોય છે આથી બંને ઉપયોગમાં લો તો ધ્યાન રાખો.

જો 2-3 મરી છે તો અડધી ચમચી સૂંઠ લો. સાથે ચોથા ભાગની તુલસી અને કિસમિસ લો અને અડધો ભાગ તજ લો અને બધું મિક્સ કરી દો. આશરે એક ગ્લાસ પાણી ઉમેરીને ઉકાળી લો. હવે નવસેકા પાણી સાથે પીવો. સ્વાદ માટે ગ્લાસમાં મધ કે લીંબુ ઉમેરી શકો છો. આ ઉપરાંત કોઈ પણ ઋતુ હોય શરીરમાં પાણીની અછત ના થવા દેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...