બ્લડ ડોનર ડે:ટેટૂ કરાવ્યાના 6 મહિના પછી રક્તદાન કરી શકાય છે, બ્લડ ડોનેટ કરવાથી શરીરમાં આયર્નની ઊણપ થતી નથી, રક્તદાનને લગતી ગેરમાન્યતાઓનું સત્ય જાણી લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લડ ડોનર ડે વૈજ્ઞાનિક ડૉ. કાર્લ લેન્ડસ્ટીનરના માનમાં ઉજવવામાં આવે છે
  • રક્તદાન કરવાથી આપણે અન્ય વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ, સાથે ડોનરનું પણ સ્વાસ્થ્ય સારું રહે છે

આજનો દિવસ અર્થાત 14 જૂન આખા વિશ્વમાં બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે. તેને બ્લડ ગ્રુપની ઓળખ કરનાર વૈજ્ઞાનિક ડૉ. કાર્લ લેન્ડસ્ટીનરના સમ્માનમાં ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે બ્લડ ડોનેટ કરી લોકો અન્ય વ્યક્તિનો જીવ બચાવે છે પરંતુ હકીકત એ છે કે આમ કરીને ડોનર પોતાનાં સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. રક્તદાન કર્યા બાદ કામ ન કરી શકાય, કોઈ ચોક્કસ દવા લેતાં હોય તો રક્તદાન ન કરી શકાય. આવા અનેકો ભ્રમ લોકોના મનમાં રહેલા હોય છે. જયપુરની SMS હોસ્પિટલના ડૉ. લીના હૂડા, બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્પેશ્યાલિસ્ટ અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ પાસેથી જાણો રક્તદાન સાથે જોડાયેલા ભ્રમ અને તેની હકીકત...

બ્લડ ટ્રાન્સફ્યુશન નિષ્ણાત લીના હૂડાના જણાવ્યા પ્રમાણે, HIV, હેપેટાઈટિસ અને ટીબી રોગથી પીડિત લોકો રક્તદાન કરી શકતા નથી. રક્તદાન કર્યાના 14 દિવસ પહેલાં શરીર સંક્રમણ મુક્ત હોય તે જરૂરી છે. પ્રેગ્નન્ટ, સ્તનપાન કરાવતી અથવા અબોર્શન થયેલું હોય તેવી મહિલાઓએ રક્તદાન પહેલાં આયર્નની તપાસ કરાવી જોઈએ. માસિક ધર્મ દરમિયાન રક્તદાન કરી શકાય છે.

ટેટૂ કરાવેલું છે તો પણ રક્તદાન કરી શકાય છે. જ્યારે ટેટૂ બનાવો અથવા પિયર્સિંગ કરાવો તેના કેટલાક કલાકો બાદ રક્તદાન કરી શકાય છે. WHOની ગાઈડલાઈન પ્રમાણે, ટેટૂ કરાવ્યાના 6 મહિના બાદ અને પિયર્સિંગના 12 કલાક પછી રક્તદાન કરી શકાય છે.

લીના હૂડાના જણાવ્યા પ્રમાણે, આ વાત તદ્દન ખોટી છે. ઘણી વખત મહિલાઓમાં હીમોગ્લોબિનનું લેવલ ઓછું હોય છે તેને કારણે તેમને રક્તદાન માટે ના કહેવામાં આવે છે. જોકે એ વાત સાચી છે કે ભારતમાં બ્લડ ડોનર્સમાં મહિલાઓની ઓછી સંખ્યા છે.

આ હકીકત નથી. દુબળા લોકો પણ રક્તદાન કરી શકે છે. બ્લડ ડોનરનું ઓછાંમાં ઓછું 50 કિલોગ્રામ વજન હોવું જરૂરી છે. શરીરની બનાવટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. એવું પણ થાય છે હૃષ્ટપૃષ્ટ લોકોને રક્તદાન માટે ના કહેવામાં આવે છે. કારણ તે તેમને અનેક બીમારી હોઈ શકે છે.

લીના હૂડા જણાવે છે કે આ એક ભ્રમ છે. સામાન્ય રીતે વયસ્ક વ્યક્તિમાં 5 લિટર લોહી હોય છે. રક્તદાન દરમિયાન 450 મિલીલિટર લોહી લેવામાં આવે છે. એક સ્વસ્થ માણસમાં 24થી 48 કલાકમાં આટલું લોહી ફરી બની જાય છે. NACOના જણાવ્યા પ્રમાણે, ભારતમાં પુરુષ 3 મહિને એક વાર અને મહિલાઓ 4 મહિને 1 વાર રક્તદાન કરે છે.

ઘણા લોકો માને છે કે શાકાહારી લોકોએ રક્તદાન ન કરવું જોઈએ. આ વાત ખોટી છે. આયર્નની ઊણપ ધરાવતાં લોકોને રક્તદાન માટે ના કહેવાય છે. આયર્ન લોહીનો પ્રમુખ ઘટક છે. જો તમે સંતુલિત ભોજન લઈ રહ્યા છો તો આયર્નની પૂરતી થઈ જાય છે. ઘણા દેશમાં રક્તદાન પહેલાં હીમોગ્લોબિન લેવલ ચેક કરવામાં આવે છે. ઓછું હીમોગ્લોબિન હોય તે ડોનરને રક્તદાન કરવા દેવામાં આવતું નથી.

આ વાત સાચી નથી. બ્લડ ડોનેશનની પ્રક્રિયા એકદમ સરળ છે. બ્લડ લેવા માટે નર્સ એક નાનકડી નીડલ તમારી હાથની નસમાં ઈન્જેક્ટ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તમને તેનો અહેસાસ પણ થતો નથી. આ સિવાય કશું થતું નથી. આ દરમિયાન તમને નીડલવાળી જગ્યાએ થોડું દુખી શકે છે પરંતુ ટ્રાન્સફર પૂરું થયાં બાદ તમે એકદમ સ્વસ્થ અનુભવ કરો છો.

બ્લડ ડોનેટ કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો

  • ડોનરની ઉંમર 18થી 65 વર્ષની હોવી જોઈએ અને વજન 48 કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ. રક્તદાન પહેલાં ભોજન જરૂર લો.
  • પ્રેગ્નન્સી અને માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ રક્તદાન કરવાથી બચવું. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ પણ રક્તદાન ન કરવું.
  • રક્તદાન દરમિયાન ઊલટી, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, ચક્કર જેવાં કોઈ પણ લક્ષણ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.
  • રક્તદાન બાદ પણ નીડલવાળી જગ્યાએથી લોહી નીકળતું રહે તો કોણી વાળીને રાખો.
  • પ્રભાવિત જગ્યાએ સોજો કે પછી તે જગ્યા જાબંલી પડી જાય તો તેને ઠંડો શેક આપો.
  • રક્તદાન પહેલાં પૂરતી ઊંઘ લો. જો આખી રાત ટ્રાવેલ કર્યું હોય તો આગલા દિવસે રક્તદાન ન કરો.