કસરત / બોલ અને ટોવેલથી વર્કઆઉટ કરો, પગ અને પંજાનો દુખાવો દૂર કરો

Workout with ball and towel it will remove foot pain
X
Workout with ball and towel it will remove foot pain

Divyabhaskar.com

Jun 20, 2019, 12:36 PM IST

હેલ્થ ડેસ્કઃ પગનો દુખાવો સૌથી વધુ અવગણવામાં આવે છે. લાંબા સમય સુધી આવું કરવાથી પગ અને પંજામાં થાક અને દુખાવો ઘર કરી જાય છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આવું ન થાય એ માટે તમે અત્યારથી જ ચેતી જાઓ અને નિયમિત કસરત કરવા લાગો. આપણાં દરેકનાં ઘરમાં રહેતી સામાન્ય વસ્તુઓ જેવી કે બોલ, ખુરશી અને ટોવેલથી તમે કસરત કરી આ દુખાવો દૂર કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે આ કસરત કરી શકાય.
 

1

પંજો ઉઠાવો

પંજો ઉઠાવો

પગના પંજા આગળ રાખીને ખુરશી પર સીધા બેસી જાઓ. પગની એડીઓને જમીન પર રાખી આંગળીઓને પાંચ સેકંડ માટે ઉપર ઉઠાવો અને ખેંચો. તેને નીચે લાવો અને ફરી પાંચ સેકંડ માટે ઉપર ખેંચો. પગને સામાન્ય સ્થિતિમાં લાવો અને નીચે આપેલા ચિત્ર અનુસાર એડીને પાછળની તરફ લેતાં પંજાને જમીન તરફ ફોલ્ડ કરો. આ સ્થિતિમાં પાંચ સેકંડ સુધી રહો અને પછી પગને સામાન્ય સ્થિતિમાં લાવો. આવું દસ વખત કરો.

ફાયદો - પંજાની મજબૂતી બનાવી રાખવામાં મદદગાર છે.

2

ટોવેલ કર્લ

ટોવેલ કર્લ

સીધા ખુરશી પર બેસો. જમીન પર એક ટોવેલ મૂકો. ફક્ત પગની આંગળીઓની મદદથી ટોવેલને ચિત્ર અનુસાર પોતાની તરફ ખેંચો અને પછી સીધા ખુરશી પર બેસી જાઓ. પછી આંગળીઓ ખોલો અને ટોવેલ છોડી દો. આ જ પ્રક્રિયા બીજા પગથી પણ કરો. આ કસરત બંને પગથી દરરોજ 6થી 8 વાર કરો.
ફાયદો - તે લોહીનું પરિભ્રમણ અને પગની સુગમતા સુધારે છે.

3

બોલ રોલ

બોલ રોલ

ખુરશી પર બેસો. ફ્લોર પર ટેનિસ બોલ મૂકો અને પગનું તળિયું તેની પર રાખીને ફેરવો. આ બોલને એડીથી લઇને પગની આંગળીઓ સુધી સતત ફેરવવાનો છે. આ કસરત 2-3 મિનિટ સુધી કરો. આ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરો. દરરોજ આ કસરત 2 વાર તો કરવી જ જોઇએ. આ કસરત માટે નાનો બોલ પણ લઈ શકો છો.
ફાયદો - તળિયાનો દુખાવો ઓછો થશે અને પંજાને રાહત મળશે.

4

સીટેડ સ્ટ્રેચ

સીટેડ સ્ટ્રેચ

સીધા ખુરશી પર બેસો અને જમણા પગને ડાબી બાજુના ઘૂંટણ પર રાખો. હવે પંજાની મદદથી તેને પાછળ ખેંચો. દસ સેકંડ સુધી રાખો અને પછી ફરી તેને ખેંચો. આ ક્રિયા બીજા પગ સાથે પણ કરો. બંને બાજુ 15-15 વખત આ કસરતનું પુનરાવર્તન કરો.
ફાયદો - પગનો થાક ઓછો થશે અને આંગળીઓ મજબૂત બનશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી