તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વર્ક ફ્રોમ હોમની અસર:75% ભારતીયોને માંસપેશીઓનો દુખાવો, કામ દરમિયાન દર 40 મિનિટે 30 સેકન્ડનો બ્રેક લો અને આ 3 કસરત કરીને ફિટ રહો

એ. સી. શિલ્ટોન5 દિવસ પહેલા
 • દિવસમાં ત્રણવાર સ્ટ્રેચિંગ કરો તો કમ્પ્યુટર વર્ક દરમિયાન થતા કાંડા, પીઠ, ગળા અને હાથના દુખાવાથી બચી શકો છો
 • ગ્રેવિટી કરોડરજ્જુ પર દબાણ નાખે છે. આ દબાણ ડિસ્કની વચ્ચેના ફ્લુઈડને બહારની તરફ ખેંચે છે
 • દરેક 40 મિનિટમાં જો તમે 20થી 30 સેકન્ડનો બ્રેક લો છો તો ફ્લુઈડ તેની વાસ્તવિક સ્થિતિ પર આવી જાય છે

કોવિડ-19ના સંક્રમણના સમયમાં ઓફિસમાં કામ કરતા લોકો મોટાભાગે ઘરેથી કામ કરી રહ્યા છે. એક સ્ટડી પ્રમાણે, 75 ટકા ભારતીય ઓફિસ વર્કર્સ ઘરેથી કમ્પ્યુટર પર કામ કરવાને લીધે માંસપેશીઓ અને હાડકાંના દુખાવાનો સામનો કરી રહ્યા છે. નોર્થ વેસ્ટર્ન મેડિસિન સેન્ટ્રલ ડુપેઝ હોસ્પિટલના હેડ ઓક્યુપેશનલ થેરપિસ્ટ જોય બગાન્ઝના જણાવ્યા પ્રમાણે, જો તમે દિવસમાં ત્રણવાર સ્ટ્રેચિંગ કરો તો કમ્પ્યુટર વર્ક દરમિયાન થતા કાંડા, પીઠ, ગળા અને હાથના દુખાવાથી બચી શકો છો.

દુખાવો કેમ થાય છે?
કેનેડાની મોન્કટન યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરીંગ વિભાગમાં પ્રોફેસર ડૉ. નેન્સી બ્લેકે કહ્યું કે, જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ઊભા કે બેઠા રહો છો તો ગુરુત્વાકર્ષણ બળ તમારા પીઠની ડિસ્ક પર દબાણ કરી શકે છે. ડિસ્ક પર દબાણ થતા કમરનો દુખાવો અને અન્ય તકલીફો થાય છે. ગ્રેવિટી કરોડરજ્જુ પર દબાણ નાખે છે. આ દબાણ ડિસ્કની વચ્ચેના ફ્લુઈડને બહારની તરફ ખેંચે છે.

વધુમાં નેન્સીએ કહ્યું કે, દરેક 40 મિનિટમાં જો તમે 20થી 30 સેકન્ડનો બ્રેક લો છો તો ફ્લુઈડ તેની વાસ્તવિક સ્થિતિ પર આવી જાય છે. ખુરશીમાંથી ઊભા થઇને હળવું સ્ટ્રેચિંગ કરવું કે રસોડામાં એક ગ્લાસ પાણી પીવા જવું તે પણ આ મુવમેન્ટમાં સામેલ છે.

દિવસમાં ત્રણવાર સ્ટ્રેચિંગના આ 3 સેટ કરવા જોઈએ
કાંડાની મુવમેન્ટ

​​​​​

 • ઊભા થઇને એક હાથને સીધો કરો અને હથેળી નીચેની તરફ રાખો.
 • હવે બીજા હાથથી પહેલા હાથની આંગળીઓને પાછળની તરફ ખેંચો. જ્યાં સુધી ખેચાણ ન અનુભવાય ત્યાં સુધી ખેંચીને રાખો.
 • થોડો સમય આ સ્થિતિમાં રહો. હાથને ફરીથી સીધા કરી દો.
 • હવે બીજા હાથમાં પણ આવું જ કરો.

ખભાની કસરત

 • સીધા ઊભા રહો. હવે ધીરે-ધીરે ખભાને ઉપરની તરફ કાન બાજુ લઇ જાઓ.
 • 3થી 5 સેકન્ડ સુધી આ જ સ્થિતિમાં રહો. પછી ખભાને ધીમે-ધીમે નીચે લાવો.
 • આ પ્રક્રિયા 3થી 5વાર કરો.

પીઠ અને છાતીનું સ્ટ્રેચિંગ

​​​​​​​​​

 • બંને હાથની આંગળીઓને એકબીજામાં પરોવીને હાથ માથાની પાછળ લઇ જાઓ.
 • હવે હાથને પાછળની તરફ એ રીતે વાળો કે બંને ખભા એકબીજા સાથે અથડાય. 5થી 6 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો.
 • ઊંડા શ્વાસ લો અને ખભાને ઢીલા મૂકી દો.
 • એકવાર ફરીથી કરો.

ડૉ. નેન્સી બ્લેક કહે છે કે, કામથી થતી ઈજાની અસર તરત જ દેખાતી નથી, પરંતુ લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો તકલીફ મોટી બની શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો