તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:લાકડાંના ધુમાડાએ ભારતીયોના ફેફસાં ડેમેજ કર્યાં, ઓક્સિજન પહોંચવાની ક્ષમતા ઘટી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં રેડિયોલોજિકલ સોસાયટીની મીટિંગમાં ફેફસાંનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો
  • રિપોર્ટમાં લાકડી બાળીને જમવાનું બનાવતા ભારતીયોના ફેફસાંની પરિસ્થિતિ જણાવવામાં આવી

જો તમે લાકડાં અને અન્ય વધુ પ્રમાણમાં ધુમાડો પેદા કરતું ફ્યુલ બાળતા હો તો તમે ફેફસાં ડેમેજ કરી રહ્યા છો. આ અલર્ટ વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અમેરિકાની રેડિયોલોજીકલ સોસાયટીની એન્યુઅલ મીટિંગમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, મોટા પ્રમાણમાં ધુમાડો થતાં પ્રદૂષક તત્ત્વો અને બેક્ટેરિયલ ઝેર સીધું ફેફસાંમાં પહોંચે છે અને નુકસાન પહોંચાડે છે. ભારતીયો પર થયેલા રિસર્ચમાં આ વાત બહાર આવી છે.

દર વર્ષે ધુમાડામાં જમવાનું બનાવવાને કારણે 40 લાખ લોકોના મોત
મીટિંમાં ફેફસાં પર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે, દર વર્ષે આવા બાયોમાસ ફ્યુલ બાળવાને કારણે વિશ્વભરમાં 40 લાખ લોકો મૃત્યુ પામે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર અભિલાષ કિઝ્ઝાકેનું કહેવું છે કે, આવા કેસો ઊભા થવાના બે કારણો છે. પહેલું એ કે લોકો આર્થિક તંગીથી પીડાઈ રહ્યા છે અને બાજું એ કે ધુમાડાથી ડેમેજ થતા ફેફસાંની જાણકારીથી અજાણ છે. આ રીતે વિશ્વભરમાં 300 કરોડ લોકો આ રીતે જમવાનું બનાવે છે.

23 ભારતીયો પર રિસર્ચ કરાયું
રિસર્ચ સાથે સંકળાયેલા લોવા યુનિવર્સિટીના પ્રોફેસર એરિક એ. હાફમેનનું કહેવું છે કે, અમે આ શોધવા માટે 23 એવા ભારતીયોની પસંદગી કરી હતી જે લાકડાં બાળીને રાંધે છે. તેમના ઘરમાં પોલ્યુશન લેવલ શું છે અને તેમનાં ફેફસાંની ક્ષમતાને જાણવા માટે એક સ્પાઇરોમેટ્રી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એડવાન્સ સિટી સ્કેન સાથે રિસર્ચમાં સામેલ ભારતીયોની શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ક્ષમતા પણ ચકાસવામાં આવી.

ધુમાડો ફેફસાંને કેવી રીતે ડેમેજ કરી રહ્યો છે સમજો
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, LPG ગેસનો પ્રયોગ કરવા કરતાં જે લોકો લાકડીના ધુમાડાના સંપર્કમાં હતા તેમનામાં પ્રદૂષણના જોખમી તત્ત્વો અને બેક્ટેરિયલ ટોક્સિન્સ બહુ વધારે હતા .આને એર ટ્રેપિંગ કહેવામાં આવે છે. જ્યારે આવું થાય ત્યારે ફેફસાંમાં હવા જવી અને તેનું બહાર નીકળવું સહેલું નથી. દૂષિત હવાના સતત સંપર્કમાં રહેવાને કારણે ફેફસાંને નુકસાન થાય છે.

પ્રોફેસર કિઝ્ઝાકે કહે છે કે, આ રીતે ફેફસાંમાં પૂરતો ઓક્સિજન નથી પહોંચી શકતો અને સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ પણ નીકળી નથી શકતો. ફેફસાં ગેસ એક્સચેન્જ કરવામાં અસમર્થ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...