રિસર્ચ / મહિલાઓની નબળી શારીરિક ક્ષમતા ડિપ્રેશનનો સંકેત હોઈ શકે છે, મિડલ એજમાં આ ડિપ્રેશન આવવાની શક્યતા વધુ રહે છે

Women's poor physical capacity can be a sign of depression

Divyabhaskar.com

Jun 08, 2019, 02:48 PM IST

હેલ્થ ડેસ્કઃ મહિલાના શરીરના ઉપલા ભાગ અને નીચલા ભાગમાં નબળાઈ મિડલ એજમાં ડિપ્રેશનનું કારણ બની શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અગાઉ પણ ઘણા અભ્યાસોમાં ડિપ્રેશન ઘણી વસ્તુઓથી સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.


મિડલ એજ ડિપ્રેશનનો સંબંધ ઘણી વસ્તુઓ સાથે છે. આ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે મહિલાઓમાં ફિઝિકલ એક્ટિવિટનો અભાવ હોવાના કારણે પણ ડિપ્રેશન આવે છે. નવા અભ્યાસમાં અલગ-અલગ ઉંમરમાં ડિપ્રેશન અને ફિઝિકલ એક્ટિવિટીના સંબંધ વિશે સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં ઘણી મહિલાઓમાં મિડલ એજ ડિપ્રેશન જોવા મળ્યું છે.


આ અભ્યાસમાં 45થી 69 વર્ષની 1100થી વધારે મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમાંની 15% મહિલાઓએ કહ્યું કે તેમણે ડિપ્રેશનનો સામનો કર્યો છે. તેમાંની મોટાભાગની મહિલાઓ મિડલ એજની હતી. આ અભ્યાસ જર્નલ ઓફ નોર્થ અમેરિકન મોનોપોઝ સોસાયટીમાં પ્રકાશિત થયો છે.


આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશનના કારણે હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે અને લાઇફ ક્વોલિટી પર પણ અસર પડે છે. તેથી વૈજ્ઞાનિકોએ ડિપ્રેશનનાં કારણો શોધવાનું શરૂ કર્યું. જેને સુધારીને તેને અટકાવી શકાય. અભ્યાસમાં ફિઝિકલ એક્ટિવિટી અને ડિપ્રેશનનો સંબંધ જોવા મળ્યો. આ ઉપરાંત એ પણ જોવા મળ્યું કે જો શરીરનો ઉપરનો ભાગ જેમ કે હાથની નબળી પકડ વગેરે ડિપ્રેશનનું જોખમ વધારી દે છે.

X
Women's poor physical capacity can be a sign of depression

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી