સાવધાન / ઈ-ગેજેટ્સનો વધારે ઉપયોગ કરતી મહિલાઓમાં ગરદનના દુખાવાનું જોખમ વધુ હોય છે

Women who overuse gadgets are at higher risk of neck pain

ગેજેટ્સનો ઉપયોગ કરતી મહિલાઓનો ચહેરો વધુ નમેલો હોય છે
ગરદનનો દુખાવો ગેજેટ્સના ઉપયોગ સમયે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરતા અને ભોજન લેતી વખતે વધુ થાય છે

Divyabhaskar.com

Sep 07, 2019, 03:29 PM IST

હેલ્થ ડેસ્કઃ મોબાઈલ જેવાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ કરવાથી પુરુષોની સરખામણીએ મહિલાઓમાં ગરદનના દુખાવાનું જોખમ વધુ હોય છે. તાજેતરમાં થેયલા એક રિસર્ચ મુજબ ગેજેટ્સનો વધારે ઉપયોગ કરતી મહિલાઓનો ચેહરો વધુ નમેલો હોય છે તે વાત સામે આવી છે. તેના લીધે મહિલાઓમાં ગરદન અને જડબામાં દુખાવાનું જોખમ રહે છે. ફોનનો ઉપયોગ કરતી વખતે વધારે હાઈટ ધરાવતા પુરુષો પોતાની ગરદનને ઓછી ઝુકાવે છે.

ફોન અને ટેબલેટનો વધુ ઉપયોગ ટાળવો જોઈએ
આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, પુરુષો ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે માથું અને કરોડરજ્જુના જોડાણથી પોતાની ગરદન ઝુકાવે છે જ્યારે મહિલાઓ નીચે જોવા માટે પોતાની ગરદનને ચેસ્ટ સુધી નમાવે છે. આ રિસર્ચના સિનિયર ઓથર ડો. ક્લેયર ટેર્હુન જણાવે છે કે, ‘સામાન્ય લોકોને મારી સલાહ છે કે બને એટલો ગેજેટ્સ નો અતિ ઉપયોગ ટાળવો જોઈએ.’

યોગ્ય રીતે બેસવું જરૂરી
આ રિસર્ચમાં 10 મહિલાઓ અને 12 પુરુષોને સામેલ કરાયા હતા. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મહિલાઓએ ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે યોગ્ય રીતે બેસવું જોઈએ અને ગરદનને વધારે પડતી નમાવવી ન જોઈએ. જોકે આ રિસર્ચમાં સામેલ મહિલાઓની હાઈટ પુરુષો કરતા ઓછી હતી, જેથી ગરદનના દુખાવાનું કારણ હાઈટ સાથે પણ સંકળાયેલું છે. મહિલાઓમાં ગરદનનો દુખાવો ગેજેટ્સના ઉપયોગ સમયે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરતા અને ભોજન લેતા સમયે વધુ થાય છે. તેનું કારણ એ છે ગેજેટ્સનો ઉપયોગ કરતા સમયે ગરદન પહેલાથી જ નમેલી હોય છે અને ભોજન કરતી વખતે અને વાતો કરતી વખતે જડબું હલન-ચલન કરતું હોય છે, જેથી આ તકલીફ ઓર વધી શકે છે.

X
Women who overuse gadgets are at higher risk of neck pain
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી