તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Women Who Eat More During Pregnancy Are More Prone To Diabetes, It Increases Obesity And Labor Pain During Delivery

એક્સપર્ટની ચેતવણી:ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતો ખોરાક લેતી મહિલાઓને ડાયાબિટીસ થવાનું જોખમ, તેનાથી ડિલિવરી દરમિયાન લેબર પેન પણ વધારે થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે ગર્ભાવસ્થામાં વધારે ભૂખ લાગે છે. તે દરમિયાન જંક ફૂડને બદલે બેલેન્સ્ડ ડાયટ લેવું જોઈએ
  • એક્સપર્ટના જણાવ્યાનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન ભોજનનું વધારે પડતું પ્રમાણ નહિ બલકે ગુણવત્તા મહત્ત્વ રાખે છે

પ્રેગ્નન્સીમાં સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે માતાએ એક નહિ બે લોકોનું ડાયટ લેવાનું હોય છે, પરંતુ ડૉક્ટર આ માન્યતાથી અલગ મત ધરાવે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન માતા વધારે પડતો ખોરાક લે તો ગેસ્ટેશનલ ડાયાબિટીસ થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સીક્રિટ થનારા હોર્મોન બ્લડ શુગર લેવલ વધારે છે. નાઈઝેરિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ રિસર્ચના કન્સલટન્ટ ગાયનેકોલોજીસ્ટ ડૉ. ગ્રેગરીના જણાવ્યા પ્રમાણે, જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન વધારે ભોજન લે છે તેમણે પોતાની આદત બદલવાની જરૂર છે.

ડૉ. ગ્રેગરીએ જણાવ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન અલગ અલગ ભોજન ખાવાનું મન થતું હોય છે કારણ કે ગર્ભાવસ્થામાં ભૂખ લાગે છે. તેથી જંક ફૂડને બદલે હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ લેવું જોઈએ. એ બિલકુલ ન વિચારવું જોઈએ કે ગર્ભાવસ્થામાં એક નહિ બલકે 2 વ્યક્તિનું ભોજન લેવું જોઈએ. જે મહિલાઓ પ્રેગ્નન્સીમાં સમજ્યા વિચાર્યા વગર ડાયટ લે છે તેમનું વજન ઝડપથી વધે છે. આ મહિલાઓને ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ થઈ શકે છે. ડિલિવરી સમયે તેમને વધારે લેબર પેન થઈ શકે છે.

યુનાઈટેડ કિંગ્ડમ નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્ટ મહિલાઓએ 2 લોકોનું ડાયટ ક્યારેય ન લેવું જોઈએ ભલે તેના ગર્ભમાં 2 બાળકનો ઉછેર થઈ રહ્યો હોય કે 3. મહિલાએ દરરોજ સવારે હેલ્ધી નાસતો કરવો જોઈએ. તેથી દિવસ દરમિયાન ફેટ અને શુગરયુક્ત નાસતા કરવાનું મન ના થાય. હેલ્ધી ડાયટ હેબિટમાં અલગ અલગ વસ્તુ સામેલ કરવી જેથી એકની એક વસ્તુથી કંટાળી ન જવાય. એક્સપર્ટનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ભોજનની અધિકતા નહિ બલકે ગુણવત્તા મહત્ત્વ રાખે છે.

ગર્ભવતી મહિલાએ ધૂમ્રપાનથી પણ દૂર રહેવું જરૂરી
ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચ પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન માતા ધૂમ્રપાન કરે તો તેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળકનાં સ્વાસ્થ્ય પર થઈ શકે છે. જન્મ સમયે તેને હૃદય રોગ થઈ શકે છે. તેથી ધૂમ્રપાન બને તેટલું વહેલી તકે છોડી દેવું હિતાવહ છે.

આ રિસર્ચ બ્રિસ્ટલ યુનિવર્સિટીના 7 આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મળી કર્યું છે. સંશોધનકર્તાઓએ બ્રિટન, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ડેન્માર્ક, નોર્વે અને ઈટાલીના આશરે 2.30 લાખથી વધારે પરિવાર પર રિસર્ચ કર્યું. તેમાં જન્મજાત હૃદય રોગ થયેલો હોય તેવાં બાળકોની માતાનો બોડી માસ ઈન્ડેક્સ અને ધૂમ્રપાનની આદતનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે જે માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કર્યું હોય તેમનાં બાળકને હૃદય રોગનું જોખમ રહે છે.