• Gujarati News
  • Lifestyle
  • Health
  • Women Urinate In A Public Place In Spain's Festival, Know How Dangerous It Can Be For Women To Hold Urine For A Long Time

ફ્રીડમ ટુ પી:સ્પેનમાં ફેસ્ટિવલમાં ટોઈલેટની વ્યવસ્થા ના હોવાથી મહિલાઓએ રસ્તા પર પેશાબ કર્યો, જાણો, વધારે સમય સુધી યુરિન રોકવાથી શું નુકસાન થાય?

સુનાક્ષી ગુપ્તા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સામાન્ય વ્યક્તિએ દર 2થી 3 કલાકમાં યુરિનેટ કરવા જવું જોઈએ
  • મહિલાઓએ એક દિવસમાં ઓછામાં ઓછા 8 વાર પેશાબ કરવા જવું જોઈએ

સ્પેનની કોર્ટે હાલમાં સંભળાવેલા નિર્ણંય પછી મહિલાઓ રસ્તા પર ઉતરીને પોતાના અધિકારો માટે અવાજ ઊઠાવી રહી છે. વર્ષ 2019માં સ્પેનમાં થયેલા એક ફેસ્ટિવલ દરમિયાન આશરે 80 મહિલાઓએ ટોઈલેટના અભાવને લીધે રસ્તાના કિનારે પેશાબ કર્યો. CCTV કેમેરામાં રેકોર્ડ થયેલા તેમના વીડિયો પોર્ન સાઇટ્સ પર અપલોડ કરી દીધા. આ મામલો કોર્ટ સુધી પહોંચી જતા કોર્ટે કહ્યું કે, આ વીડિયો પબ્લિક પ્લેસ પર રેકોર્ડ થયા છે આથી વીડિયો અપલોડ કરનારા સામે કોઈ કાર્યવાહી નહીં થાય. કોર્ટની ટિપ્પણી પછી સ્પેનની મહિલાઓ રસ્તા પર ઊતરીને પોતાના અધિકારો માગી રહી છે. તેમનું કહેવું છે કે, ફેસ્ટિવલમાં ટોઈલેટની સુવિધા ના હોવાને લીધે મહિલાઓએ રસ્તા પર પેશાબ કરવો પડ્યો અને વધારે સમય સુધી યુરિન રોકવાથી નુકસાન થઈ શકે છે.

યુરિન રોકવાથી કેટલું નુકસાન થાય?
ઘણીવાર તમે જોયું હશે કે, અમુક લોકો બે મિનિટ પણ યુરિન રોકી શકતા નથી, તો ઘણા લોકો 6-7 કલાક સુધી ટોઈલેટ નથી જતા, પરંતુ શું તમને ખબર છે કે વધારે સમય સુધી યુરિન રોકવાથી મહિલાને નુકસાન થઈ શકે છે. મેક્સ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉ. ઉપવન કુમાર ચૌહાણે કહ્યું કે, આપણી નાનકડી ભૂલથી હેલ્થ પર ખરાબ અસર થાય છે. વધારે સમય સુધી પેશાબ રોકવાથી ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે:

1.યુરિન ઇન્ફેક્શન: વધારે સમય સુધી પેશાબ રોકવાથી યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. કારણકે પરસેવાની જેમ યુરિન પણ શરીરનો વેસ્ટ હોય છે અને જેટલા સમય સુધી ગંદકી શરીરમાંરાખશો તેટલું વધારે નુકસાન પહોંચશે.

2. UTIની તકલીફ: યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન બેક્ટેરિયા, ફંગસ અને વાઇરસથી થતું ઇન્ફેક્શન છે. આ કિડની, ગર્ભાશય, બ્લેડર કે મૂત્રમાર્ગમાં થઈ શકે છે. મોટાભાગે આ મૂત્રમાર્ગ અને બ્લેડરમાં થાય છે. તેને લીધે મૂત્રમાર્ગમાં બળતરા થવા લાગે છે. યુરિન રોકવાથી આ તકલીફ મહિલાઓમાં વધારે જોવા મળે છે.

3. કિડનીને નુકસાન થાય છે: વર્કિંગ મહિલાઓ ઘણીવાર કામની ધૂનમાં ટોઈલેટ જવાનું ભૂલી જાય છે. તેની અસર પછી કિડની પર દેખાય છે. 8થી 10 કલાક સુધી એકની એક જગ્યાએ બેસવાથી બ્લેન્ડરમાં યુરિન ભેગું થાય છે. આપણી કિડની દર મિનિટે 2 ml યુરિન બ્લેન્ડરમાં મોકલે છે. જો તમે સમયસર પેશાબ નહીં જાઓ તો આ યુરિન રિટર્નમાં કિડની તરફ પહોંચવા લાગે છે. આવું વારંવાર થવાથી કિડનીમાં પથરીની તકલીફ થાય છે.

4.હાઇપર એક્ટિવ બ્લેન્ડર: પેશાબ રોકવાની અસર આપણા બ્લેન્ડર પર પડે છે. બ્લેન્ડર ઓવર એક્ટિવ થઈ જાય છે. બ્લેડરની એક્ટિવિટી વધવાને લીધે મહિલાએ વારંવાર ટોઈલેટ જવું પડે છે. થોડા દિવસો પછી મહિલાઓ અમુક સમય માટે પણ યુરિન રોકી શકતી નથી.

5. બ્લેન્ડરમાં ઇન્ફેક્શન: વધારે સમય સુધી યુરિન રોક્યા પછી મહિલાઓ ટોઈલેટ જાય છે તો પેશાબ કરતી વખતે મૂત્રમાર્ગમાં બળતરા થાય છે. તે જગ્યા પર ઘણીવાર દુખાવો પણ થાય છે. યુરિન ના જવાના બહાને પાણી ઓછું પીવે છે અને આ રીતે બ્લેન્ડરમાં વધારે સમય સુધી યુરિન ભેગું થાય છે. તે ઇન્ફેક્શન વધારે છે.

યુરિન રોકવામાં પુરુષો કરતાં મહિલાઓને વધારે તકલીફ થાય છે
​​​​​​​ડૉક્ટરે કહ્યું, યુરિન રોકવવાથી મહિલાઓને વધારે તકલીફ થાય છે કારણ કે પુરુષોના મૂત્રમાર્ગની નળી મહિલાઓની સરખામણીએ વધારે મોટી હોય છે. આથી ઇન્ફેક્શનના ચાન્સ મહિલાઓમાં વધારે હોય છે.

દિવસમાં ઓછામાં ઓછી 8 વખત ટોઈલેટ જવું જોઈએ
​​​​​​​મહિલાઓએ એક દિવસમાં ઓછામાં ઓછા 8 વાર પેશાબ કરવા જવું જોઈએ. વધારે પાણી પીવાથી કિડની કે બ્લેન્ડરની બીમારીઓથી બચી શકાય છે. એક સામાન્ય વ્યક્તિએ દર 2થી 3 કલાકમાં યુરિનેટ કરવા જવું જોઈએ.

નોર્મલ યુરિન કેવી રીતે ચેક કરશો?
​​​​​​​નોર્મલ યુરિન કે પછી યુરિન સંબંધિત કોઈ બીમારી ચેક કરવાની સરળ રીત એ છે કે, જ્યારે પણ તમે પેશાબ કરવા જાઓ ત્યારે યુરિનનો રંગ ચેક કરવો. જો યુરિનનો કલર સફેદ કે પાણી જેવો હોય તો તમે સ્વસ્થ છો. તમને કોઈ તકલીફ નથી. યુરિન પીળા રંગનું હોય તો તમને યુરિન સંબંધિત બીમારીઓ કે પછી અન્ય કોઈ તકલીફ હોય શકે છે. આમ થાય તો શરીરમાં પાણીની માત્રા વધારો, જો કોઈ ચેન્જ ના દેખાય તો ડૉક્ટર કન્સલ્ટ કરો.

અન્ય સમાચારો પણ છે...