ડાયટ અને ઉંમરનું કનેક્શન:યુવાવસ્થાથી લીલી શાકભાજીનું સેવન કરશો તો 13 વર્ષ વધારે જીવી શકાશે-નોર્વેના સંશોધકોનો દાવો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા 20 વર્ષની ઉંમરેથી સારું ડાયટ લેવાનું શરૂ કરી દે તો જીવનકાળમાં તે 10 વર્ષ વધારી શકે છે
  • આખાં અનાજને બદલે અખરોટ, બદામ અને પિસ્તાનું નિયમિત સેવન કરવાથી બીમારી રોકી શકાય છે

તમે તમારી ઉંમર વધારવા માગતા હો તો કોઈ મોંઘીદાટ દવા કે કોઈ થેરપી લેવાને બદલે માત્ર ડાયટ બદલી આ કામ કરી શકો છો. જી હા ડાયટમાં ફેરફાર કરી પુરુષો 13 વર્ષ અને મહિલાઓ 10 વર્ષ સુધીની ઉંમર વધારી શકે છે. આ દાવો 'PLOS મેડિસીન' જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કરવામાં આવ્યો છે. રિસર્ચ પ્રમાણે, જો મહિલા 20 વર્ષની ઉંમરેથી સારું ડાયટ લેવાનું શરૂ કરી દે તો જીવનકાળમાં તે 10 વર્ષ વધારી શકે છે અને પુરુષો 13 વર્ષ વધારી શકે છે. આટલું જ નહિ હેલ્ધી ડાયટથી વૃદ્ધો પણ તેમનો જીવનકાળ વધારી શકે છે.

60 વર્ષની ઉંમરેથી હેલ્ધી ડાયટ લેવાનું શરૂ કરો તો મહિલાઓ 8 વર્ષનું જીવન લંબાવી શકે છે જ્યારે પુરુષ 9 વર્ષ ઉમેરી શકે છે. લીલી શાકભાજી ડાયટમાં નિયમિત લેવાથી 80 વર્ષના વડીલને પણ ફાયદો થઈ શકે છે. આ દાયકામાં ડાયટમાં ફેરફાર કરી 3.5 વર્ષ વધારે જીવવાની સંભાવના વધી જાય છે.

ટ્રુ હેલ્થ ઈનિશિએટિવના અધ્યક્ષ અને ફાઉન્ડર ડૉ. ડેવિડ કાટ્ઝે જણાવ્યું કે, 'સંતુલિત આહારથી જૂની બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે અને અકાળે મૃત્યુનું જોખમ ઓછું કરી શકાય છે.' સ્ટડીમાં જોવા મળ્યું કે વાલોર, વટાણા, મસૂર સહિતના કઠોળ ડાયટમાં સામેલ કરવાથી ઘણા લાભ થાય છે. આખાં અનાજને બદલે અખરોટ, બદામ અને પિસ્તાનું નિયમિત સેવન કરવાથી બીમારી રોકી શકાય છે. પાંદડાવાળી શાકભાજી પણ દીર્ઘાયુ માટે મદદ કરે છે.

દીર્ઘાયુ અને ડાયટ વચ્ચેનું કનેક્શન
નોર્વેના સંશોધકોએ મહિલા અને પુરુષના ડાયટનું એનાલિસિસ કર્યું. તેમાં રેડ મીટ અને પ્રોસેસ્ડ ફૂડ ખાનારા લોકોની ઉંમરનું એનાલિસિસ કરવામાં આવ્યું. આ સાથે બેલેન્સ્ડ ડાયટ લેનેરા લોકોનો ડેટા એકત્રિત કરી બંનેનું કમ્પેરિઝન કરવામાં આવ્યું. ત્યારબાદ સંશોધકોએ દાવો કર્યો કે નાની ઉંમરે ડાયટમાં ફેરફાર કરી વધારે જીવન જીવી શકાય છે.