દુનિયાનો પ્રથમ કેસ:બેલ્જિયમમાં 90 વર્ષની મહિલાને કોરોનાના બે-બે વેરિઅન્ટનું સંક્રમણ, જાણો કેવી રીતે ફેલાય છે ડબલ ઈન્ફેક્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ મહિલાએ વેક્સિનનો એક પણ પણ ડોઝ લીધો નહોતો
  • આ મહિલા કોરોનાના આલ્ફા અને બીટા વેરિઅન્ટથી એક જ સમયે સંક્રમિત થઈ

બેલ્ઝિયમમાં 90 વર્ષની એક મહિલા કોરોનાના બે-બે વેરિઅન્ટથી સંક્રમિત થઈ છે. આ વર્ષે 3 માર્ચે આ મહિલા સંક્રમિત થઈ હતી. તેમનામાં કોરોનાના આલ્ફા અને બીટા વેરિઅન્ટનની પુષ્ટિ થઈ છે. ત્યાંની ઓએલવી હોસ્પિટલમાં ભરતી થયા બાદ મહિલાની હાલત ઝડપથી ગંભીર થવા લાગી અને 5 દિવસ બાદ તેમનું મૃત્યુ થયું.

મહિલાએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો અને તે રિટાયર્મેન્ટ હોમમાં રહેતા હતા. યુરોપિન કોંગ્રેસની એન્યુઅલ મીટિંગમાં આ દુર્લભ કેસ રજૂ કરવામાં આવ્યો. આ પહેલાં એક જ માણસને એક જ સમયે અલગ અલગ વાઈરસ સંક્રમિત કરી ચૂક્યા છે, પરંતુ કોરનાના વેરિઅન્ટથી સંબંધિત આવો સંભવત: દુનિયાનો પ્રથમ કેસ છે.

આ રીતે થઈ શકે છે ડબલ ઈન્ફેક્શન
એક્સપર્ટના જણાવ્યાનુસાર, એક જ વાઈરસના 2 વેરિઅન્ટથી સંક્રમિત થવાનો આ દુર્લભ કેસ છે. આ ડબલ ઈન્ફેક્શન છે. એક જ સમયમાં અલગ અલગ લોકોથી સંક્રમણ થઈ શકે છે. જ્યારે એક વેરિઅન્ટ માણસને સંક્રમિત કરે છે તો તે આખા શરીરમાં પોતાની સંખ્યા વધારવાની શરૂઆત કરવા લાગે છે અને કોશિકાઓને પ્રભાવિત કરવા લાગે છે. આ દરમિયાન કેટલીક કોશિકાઓ વાઈરસના સંક્રમણથી બચી રહે છે. આ કોશિકાઓને જ બીજો વેરિઅન્ટ પ્રભાવિત કરી શકે છે.

આ મહિલા કોરોનાના આલ્ફા અને બીટા વેરિઅન્ટનું સંક્રમણ થયું. પ્રથમ વખત આલ્ફા યુકેમાં જોવા મળ્યો જ્યારે બીટા વેરિઅન્ટની શોધ દક્ષિણ આફ્રિકામાં થઈ. WHOએ જે 4 વેરિઅન્ટ ખરતનાક ગણાવ્યા છે તે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા છે.

ઓએલવી હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, મોલિક્યુલર બાયોલોજિસ્ટ એની વેંકિરબર્ગેનનું કહેવું છે કે, મહિલામાં 2 અલગ અલગ વેરિઅન્ટથી કેવી રીતે સંક્રમણ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી.

આવા કેસમાં વેક્સિન કેટલી અસરકારક તે જાણવું જરૂરી
વૈજ્ઞાનિક કોરોનાના નવા વેરિઅન્ટ્સ પ્રમાણે વેક્સિન તૈયાર કરવામાં લાગેલા છે. જેથી નવી વેક્સિન બૂસ્ટરની જેમ કામ કરે. વાર્વિક યુનિવર્સિટીના વાઈરસ એક્સપર્ટ પ્રોફેસર લોરેન્સ યંગનું કહેવું છે કે, બંને વેરિઅન્ટ એક જ માણસને સંક્રમિત કરે તે આશ્ચર્યચકિત કરનારો કેસ નથી. જોકે તે દુર્લભ છે. આવા કેસમાં વેક્સિન કેટલી અસરકારક છે તેના પર વધુ રિસર્ચ કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...