એપ / ક્રેડલ સ્માર્ટફોન એપની મદદથી બાળકોમાં આંખાના કેન્સરની ખબર પડી શકશે

With the help of the Cradle smartphone app, children can detect eye cancer

Divyabhaskar.com

Oct 06, 2019, 04:30 PM IST

હેલ્થ ડેસ્ક: વૈજ્ઞાનિકોએ એવી સ્માર્ટફોન એપ બનાવી છે, જેની મદદથી નાના છોકરામાં આંખના કેન્સરની સરળતાથી ખબર પડી જશે. આ એપનો ઉપયોગ પેરેન્ટ્સ પોતાના બાળકનો ફોટો સ્કેન કરવા માટે પણ કરી શકશે. બાળકનો ફોટો સ્કેન કરતી વખતે એપ આય કેન્સરના શરૂઆતના લક્ષણો જોઈને જાણકારી આપશે.આ સ્ટડી સાયન્સ એડવાન્સમાં જર્નલમાં પબ્લિશ થઈ છે. આ રિસર્ચ અમેરિકાની બાયલર યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે.

ભવિષ્યમાં પણ બાળકોની આંખાન કેન્સરના જોખમની જાણકારી પણ મળશે. એટલું જ નહીં, પણ આંખ સાથે જોડાયેલ બીજાપ્રોબ્લેમ પણ આ એપની મદદથી મળશે. ફોન એપનું નામ CRADLE (ComputeR Assisted Detector LEukocoia) છે. આ એપ આંખની રેટિનામાંથી નીકળતા એબમોર્નલ રિફ્લેક્શનને સ્કેન કરી દે છે.

એપની મદદથી રેટિનાબ્લાસ્ટોમા કે જે આંખના કેન્સર માટે એકરાર પણ અત્યંત જોખમી રૂપ છે તેના વિશે પણ જાણકારી આપે છે. રિસર્ચર્સે તેમની સ્ટડી માટે બાળકોના કુલ 50 હજારથી વધારે ફોટોગ્રાફ્સ સ્કેન કર્યા હતા અને તેમની આંખના રેટિનાની તપાસ કરી. જે બાળકોના ફોટામાં ડિસઓર્ડર આવ્યું તેમાંથી 80 ટકાને લ્યુકોકોરિયાની સમસ્યા હતી.

ક્રેડલ એપ ફોટોની મદદથી જ બાળકોમાં આંખની બીમારીના શરૂઆતના લક્ષણો બતાવી દેશે. આ એપનું રિઝલ્ટ 100 એક્યુરસીનું હોય છે.

X
With the help of the Cradle smartphone app, children can detect eye cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી