ચાની દરેક ટી-બેગ સાથે આપણે 110 કરોડ માઇક્રોપ્લાસ્ટિકના નાના-નાના કણ પી રહ્યા છીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેકગિલ યુનિવર્સિટીમાં કેનેડાના સંશોધકોએ એક રિસર્ચમાં આ ખુલાસો કર્યો
  • આ માટે તેમણે ટી-બેગને 95° સેલિશિયસ પર ગરમ કરી
  • ઈલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાંથી જોવા પર એક ટી-બેગમાંથી આશરે 300 કરોડ નેનો પ્લાસ્ટિકના કણ મળ્યા

હેલ્થ ડેસ્કઃ તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં નાખેલી ટી-બેગમાંથી અબજો નાના-નાના પ્લાસ્ટિકના કણ છૂટા પડે છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મેકગિલ યુનિવર્સિટીમાં કેનેડિયન સંશોધકોના જૂથે આ વાતનો ખુલાસો કર્યો છે. જો કે, ટી-બેગ સામાન્ય રીતે કાગળની બનેલી હોય છે. પરંતુ આ ટી-બેગ્સ સીલ કરવા માટે પોલિપ્રોપેલિનનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્લાસ્ટિકનો એક પ્રકાર છે.

અનેક ચા બ્રાંડ પ્લાસ્ટિકથી બનેલી બેગનો ઉપયોગ કરે છે
અનેક ચા બ્રાંડ પ્લાસ્ટિકથી બનેલી ટી-બેગનો ઉપયોગ કરે છે, જે આપણાં માટે જોખમ છે. સંશોધકો એ જાણવા માગતા હતા કે ગરમ થવા પર ટી-બેગ ચામાં કેટલાં માઇક્રોપ્લાસ્ટિક છોડે છે. આવું કરવા માટે તેમણે પ્લાસ્ટિકની ચાર અલગ-અલગ ટી-બેગમાં પેકેટ ખરીદો.

સંશોધકોએ ટી-બેગ 203° ફોરેનહાઇટ તાપમાન પર રાખી 
(95° સેલ્શિયસ) પર પાણીનાં વિશેષ કન્ટેનરોમાં ગરમ કર્યું. ત્યારબાદ તેમણે ઈલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપથી જોયું કે, એક ટી-બેગથી આશરે 11.6 બિલિયન (1160 કરોડ) માઇક્રોપ્લાસ્ટિકના ટૂકડા અને 3.1 બિલિયન (આશરે 300 કરોડ)નેનો પ્લાસ્ટિકના કણ નીકળ્યા.
 
સંશોધકો નતાલી ટુફેંકજીએ કહ્યું - આ સ્તર અન્ય ખોરાક કરતા હજારો ગણું વધારે છે. ટેબલ મીઠું એક માઇક્રોપ્લાસ્ટિક સામગ્રી છે, જેમાં ગ્રામ દીઠ 0.005 માઇક્રોગ્રામ પ્લાસ્ટિકના કણો હોય છે. તેમજ, એક કપ ચામાં 16 માઇક્રોગ્રામ પ્લાસ્ટિકના કણો હોય છે.
 
સંશોધકો એ પણ જાણવા માગતા હતા કે  આવી ચાથી શું નુકસાન થઈ શ કે છે? જો કે, તપાસ બાદ સંશોધકોએ જણાવ્યું કે, આ અભ્યાસથી આવી કોઈ ગંભીર બાબતો બહાર આવી નથી. હજી આ વિષય પર વધુ તપાસ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું, જો તમે ટી-બેગનો ઉપયોગ કરતા હો તો તમે આ ચા ગરણીમાંથી ગાળીને પીવો,

અન્ય સમાચારો પણ છે...