તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Winter Season Foods | Green Salad, Sesame, Peanuts And Jaggery To Take In Winter; Winter Food In India To Keep You Warm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિન્ટર ડાયટ:શિયાળામાં શરીરમાં ગરમાવો રાખવા અને ઇમ્યુનિટી વધારવા માટે આખું અનાજ, આદુ-લસણ અને ગોળનું સેવન કરો, એક્સપર્ટ પાસેથી જાણો એના ફાયદાઓ

21 દિવસ પહેલા
  • શિયાળામાં મકાઈ, જુવાર, બાજરી અને રાગીનું સેવન કરવું ફાયદાકારક છે
  • તલ, શિંગદાણા અને ગોળ ત્વચા સુકાતી બચાવે છે

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે ડાયટમાં ફેરફાર લાવવાની જરૂર છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શિયાળામાં એવી વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી, જે શરીરને ગરમ રાખે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે.

અમે તમને ડાયટ સંબંધિત એવી વસ્તુઓ જણાવી રહ્યા છીએ, જે સસ્તી છે અને સરળતાથી ઉપલબ્ધ છે. એ હેલ્ધી સાથે ગરમ પ્રકૃતિ ધરાવે છે. ડાયટિશિયન અને આયુર્વેદ એક્સપર્ટ ડૉ. કિરન ગુપ્તા પાસેથી જાણો શિયાળામાં કેવો ડાયટ લેવો જોઈએ...

આ 5 વસ્તુ ડાયટમાં જરૂર સામેલ કરો
આખું અનાજ: એ વજન કન્ટ્રોલ કરવાની સાથે શરીર ગરમ રાખે છે

શિયાળામાં મકાઈ, જુવાર, બાજરી અને રાગીનું સેવન કરો. એને થુલી, રોટલી જેવાં સ્વરૂપમાં લઈ શકાય છે. તેથી ઘઉંના ઉપયોગમાં ઘટાડો આવશે, જેથી વજન નિયંત્રણમાં રહેશે. જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ અનાજ સાથે વધારે માત્રામાં ઘીનું સેવન ન કરવું.

કાચું લસણ, હળદર અને આદુ: એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
શિયાળામાં આ 3 વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. આ સિવાય લીલું લસણ અને કાચી હળદર પણ ફાયદાકારક છે. એમાં ઔષધીય ગુણ રહેલા હોય છે. એ મેટાબોલિઝ્મ વધારે છે, જેથી વજન કન્ટ્રોલમાં રહે છે. લસણને ચટણી અને હળદરને અથાણાં તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

તલ, શિંગદાણા અને ગોળ: એ ત્વચા ચમકાવે છે
આ ત્રણેય વસ્તુને એકસાથે અથવા અલગ અલગ પણ ખાઈ શકાય છે. એની પ્રકૃતિ ગરમ હોય છે, બલકે એમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે, જે શિયાળામાં જરૂરી હોય છે. શિયાળામાં મોટી સમસ્યા ડ્રાય સ્કિનની હોય છે. તલ અને મગફળીનું નિયમિત સેવન કરવાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બની રહે છે. શિયાળામાં ચા અને ગાજરના હલવામાં ખાંડને બદલે ગોળનો પ્રયોગ પણ કરી શકાય છે.

લીલાં પાંદડાંવાળી શાકભાજી: એ કફથી બચાવે છે
આ ઋતુમાં મેથી, પાલક, સરસિયા, ચિલની ભાજી સહિતની લીલાં પાંદડાંવાળી શાકભાજી વધારે મળે છે. એમાં વિટામિન A, E, K, ફોલિક એસિડ, આયન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં પોષકતત્ત્વ વધારે માત્રામાં હોય છે. લન્ચ અથવા ડિનરમાં આ તમામ વસ્તુઓને કોઈપણ સ્વરુપે સેવન કરવું જોઈએ. એ વજન નિયંત્રણ રાખે છે સાથે જ એ કફનાશક પણ છે.

ગ્રીન સલાડ: પાચન સુધારે છે અને વજન વધવા દેતું નથી
શિયાળામાં ગાજર, મૂળા, ટામેટાં, કાકડી, બીટ, લીલી ડુંગળી વધારે માત્રામાં ઉપલબ્ધ હોય છે. એને લન્ચ અને ડિનર બંને મીલ્સમાં સામેલ કરવું જોઈએ. ગ્રીન સલાડથી શરીરને ન માત્ર વિટામિન્સ અને મિનરલ્સ મળે છે બલકે પાચન પણ સુધરે છે. મેટાબોલિઝ્મ સારું થવાથી વજન નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો