તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિન્ટર અલર્ટ:પગમાં દુખાવો હોય તો લાકડીની મદદથી ચાલો અને ગરમ પાણીથી ગળા અને પીઠનો દુખાવો ઘટાડો, ઠંડીમાં આ રીતે આર્થ્રાઈટિસનો દુખાવો દૂર કરો

6 દિવસ પહેલા

રૂમેટોઈડ આર્થ્રાઈટિસ એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરના સાંધામાં દુખાવો, સોજા અને જકડાઈ જાય છે. ઠંડીમાં આ દુખાવો વધી જાય છે. ઠંડીમાં માંસપેશીઓને લીધે સાંધામાં દુખાવો શરુ થઇ જાય છે. ઠંડી દરમિયાન હાથ-પગની આંગળીઓમાં બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે અને તેને લીધે સંધિવાનો દુખાવો વધે છે.

હેલ્થલાઈન મેગેઝિને તેનાથી બચવા માટે અમુક સલાહ આપી છે. જાણો કેવી રીતે સોજા અને દુખાવો ઘટાડી શકાય..

પગમાં દુખાવો થાય તો આટલું કરો:

 • સીડી કે ઊંચાઈ પર ચઢતા સમયે મજબૂત પગથી શરુઆત કરો.
 • ઉતરો તો દુખાવાવાળા પગથી શરુઆત કરો.
 • ફરવા કે ચાલતી વખતે લાકડી, વોકરની મદદ લો.
 • ગરમ ફૂટબાથની મદદથી હીટ થેરપીનો ઉપયોગ કરો.

જ્યારે આખા શરીરમાં દુખાવો થતો હોય ત્યારે

 • દુખાવાવાળા ભાગ પર હીટિંગ પેડ અથવા આઈસ પેડ 15-20 મિનિટ સુધી રાખો.
 • શરીર પર ઓછું દબાણ આવે તેવી આરામદાયક કસરતને રૂટીનમાં સામેલ કરો.
 • ડૉક્ટરે જણાવેલી ટ્રીટમેન્ટની અવગણના ના કરો, તેને કડક રીતે લાગુ કરો.

ગળું, પીઠ અને નિતંબનો દુખાવો

 • શક્ય હોય તો ભારે વજનવાળી વસ્તુ ના ઉપાડો.
 • કોઈ પણ સામાન ઉપડતી વખતે કમર વધારે નમાવો નહિ.
 • ગરમ પાણીથી સ્નાન કરો.
 • બેક બ્રેસ, સપોર્ટ કોર્સેટ અથવા અન્ય સાધનોનો ઉપયોગ ડૉક્ટરની સલાહ લઇને કરો.

હાથ અને કાંડાનો દુખાવો

 • વસ્તુને વધારે સમય સુધી કડક હાથે ના પકડો.
 • સોફ્ટ ગ્રિપવાળી પેનનો જ ઉપયોગ કરો. લાંબી ગ્રિપ હોય તે વાપરો.
 • ડૉક્ટરની સલાહથી ફિંગર/રિસ્ટ સ્પ્લિટનો ઉપયોગ કરો. તેમાં પેડેડ સપોર્ટ હોય છે. હાથોને ગરમ પાણીમાં ડૂબાડી હીટ થેરપી લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો