વર્લ્ડ મિલ્ક ડે:ગોલ્ડન મિલ્ક પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે, તે કેન્સરનું જોખમ પણ અળગું રાખે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળદરનાં દૂધમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ ઈન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે. તે શરીરમાં સોજો ઘટાડે છે
  • ઈંગ્લેન્ડની રીડિંગ યુનિવર્સિટીના રિસર્ચર્સ પ્રમાણે દૂધનું સેવન કરવાથી હૃદય રોગોનું જોખમ 15% ઘટે છે

ગત વર્ષે દેશમાં ગોલ્ડન મિલ્ક અર્થાત હળદરવાળું દૂધ પીતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. આયુષ મંત્રાલયે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગોલ્ડન મિલ્ક પીવાની સલાહ આપી છે. મોટા ભાગના લોકો એવું સમજે છે કે ગોલ્ડન મિલ્ક માત્ર ઈમ્યુનિટી વધારે છે પરંતુ તેવું નથી. આયુર્વેદ કહે છે કે ગોલ્ડન મિલ્ક શરીરમાં દુખાવો દૂર કરે છે સાથે અનિદ્રામાં પણ રાહત આપે છે. તે શરીરમાં વધતી ઉંમરની અસરને ઘટાડે છે. આજે વર્લ્ડ મિલ્ક ડે છે. આ અવસરે જાણો ગોલ્ડન મિલ્કના ફાયદાઓ...

ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત
એક કપ દૂધ લો. તેમાં એક ચમચી હળદર, એક નાનું આદુનો ટુકડો, અડધી ચમચી તજ પાવડર અને એક ચપટી કાળામરીનો પાવડર ઉમેરી ગરમ કરો. ગેસની ધીમા ફ્લેમ પર તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. મીઠાશ માટે તેમાં ખાંડને બદલે મધ ઉમેરો. ગેસ પરથી દૂધ ઉતાર્યા બાદ તેમાં મધ ઉમેરવું.

ગોલ્ડન મિલ્કના ફાયદાઓ...
સોજા અને સાંધાના દુખાવો ઘટાડે છે
એક રિસર્ચ પ્રમાણે, હળદરનાં દૂધમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ ઈન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે. તે શરીરમાં સોજો ઘટાડે છે. તેનું કારણ એ છે કે તે સાંધાનો દુખાવો ઓછો કરે છે. દરરોજ એક ગ્લાસ ગોલ્ડન મિલ્ક પીવાથી વધતી જતી ઉંમરની સમસ્યામાં ફાયદો થાય છે.

હૃદય રોગોનું જોખમ 14% સુધી ઓછું થાય છે
ઈંગ્લેન્ડની રીડિંગ યુનિવર્સિટીના રિસર્ચર્સનું કહેવું છે કે, હૃદયની બીમારી અને સ્ટ્રોકનું જોખમ 14% સુધી ઘટાડવું છે તો એક ગ્લાસ દૂધ પીઓ. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી કોલેસ્ટેરોલ લેવલ ઓછું થાય છે. તેથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

બ્લડ શુગર લેવલ ઘટે છે
એવા લોકો જેમનું બ્લડ શુગર લેવલ વધેલું છે તેઓ ગોલ્ડન મિલ્ક લઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં હળદર, આદુ અને તજ પાવડરવાળું દૂધ ફાયદાકારક છે. બ્રિટનમાં થયેલાં એક રિસર્ચ પ્રમાણે એ સાબિત થયું કે ગોલ્ડન મિલ્ક પીવાથી શુગર લેવલ વધતું નથી.

કેન્સરની આશંકા ઘટે છે
એક રિસર્ચ કહે છે કે ગોલ્ડન મિલ્ક પીવાથી કેન્સરનું જોખમ ઘટે છે. હળદરમાં રહેલું કરક્યુમિન તત્વ કેન્સર ફેલાવતી કોશિકાઓ નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તેના ફેલાવાને પણ તે રોકે છે.

અન્ય સમાચારો પણ છે...