કામના સમાચાર:ઉનાળાની ઋતુમાં તાપમાન વધવાથી ગુસ્સો કેમ વધે છે? ગુસ્સાને નિયંત્રણ કરવાના આ ઉપાય છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉનાળાની બળબળતી બપોરે ગરમીનો પારો ઊંચો હોય છે. ગરમીના કારણે ઘણાં લોકોનો ગુસ્સો સાતે આસમાન હોય છે. ગરમી અને ગુસ્સો બંને એકબીજાના પૂરક છે. જેમ-જેમ તાપમાન વધે છે તેમ-તેમ ગુસ્સો વધતો જાય છે.

રિસર્ચ કરવામાં આવ્યું છે
અમેરિકાનાં એરિઝોના રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, વધારે તાપમાનને કારણે લોકો ગુસ્સે થઈ જાય છે અને રસ્તા પર વધુ હોર્ન મારવા લાગે છે અને એકબીજા સાથે ઝઘડો કરવા લાગે છે.
અમેરિકાના અન્ય સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, તાપમાનમાં વધારાને કારણે હિંસામાં 4% અને સામૂહિક હિંસામાં 14%નો વધારો થયો છે. સ્પેનમાં માર્ગ અકસ્માતોનું જોખમ વધીને 7.7% થયું છે.

ઉનાળામાં કેમ આવે છે વધારે ગુસ્સો?
ડૉક્ટર સ્મિતા મિશ્રા જણાવે છે કે, ઉનાળામાં માનવ શરીરમાં સ્ટ્રેસ હોર્મોન વધવા લાગે છે. સ્ટ્રેસ હોર્મોનને કોર્ટિસોલ પણ કહેવામાં આવે છે. શિયાળામાં કોર્ટિસોલનું લેવલ ઓછું રહે છે, પરંતુ જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધતું જાય છે. જેના કારણે શરીરને નુકસાન થાય છે.

સરળ ભાષામાં સમજીએ તો, ગરમીની સૌથી વધુ અસર મગજ પર થાય છે. જ્યારે મગજને પૂરતો ઓક્સિજન અને હાઇડ્રેશન મળતું નથી, ત્યારે તે પ્રતિક્રિયા આપે છે અને પરિણામે આપણે હતાશા, તણાવ, ગુસ્સો અનુભવીએ છીએ.

આયુર્વેદ અને ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિન (TMC) અનુસાર, પોષણ અને ખાદ્ય પદાર્થોની પણ તમારા મૂડ પર અસર થાય છે. તો ચાલો જાણીએ કે ક્યા ખાદ્યપદાર્થો તમારો ગુસ્સો વધારી શકે છે અને તમારા ગુસ્સાનું કારણ બની શકે છે.

કોફી : લોકો વર્કઆઉટ કરવા અને થાક દૂર કરવા માટે વારંવાર કોફી પીવે છે. કોફી પીવાથી તમે ઉર્જાનો અનુભવ કરો છો. તેમાં કેફીન હોય છે. આ સ્થિતિમાં વધુ ઊર્જાના કારણે મગજને ગતિ આપે છે અને ગુસ્સો વધારી શકે છે. તેથી વધુ પડતી કોફી ન પીવી જોઈએ.

ટામેટા : આયુર્વેદ અનુસાર ટામેટાની તાસીર ગરમ હોય છે. જેના કારણે ટમેટા ગુસ્સાનું કારણ બની શકે છે.

મસાલેદાર ખોરાક : આનાથી શરીરમાં ગરમી વધે છે. જો તમારા શરીરમાં પહેલેથી જ ગરમી છે, તો પછી મસાલેદાર અને ભારે ખોરાક ટાળવો જોઈએ.

ઘઉં અને દૂધની બનાવટો : ઘઉં અને દૂધની બનાવટોમાં કેસીન જોવા મળે છે, જે ગુસ્સો વધારે છે. ઉનાળાની ઋતુમાં ઘઉં અને ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરવું જોઈએ.

ઉનાળામાં રસ્તા પર ઝઘડા કેમ વધારે થાય છે?
AIIMSના મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર ડૉ. રાજેશ સાગર જણાવે છે કે, હવામાન વ્યક્તિના સ્વભાવને અસર કરે છે. ડ્રાઇવિંગ કરતી વખતે ભેજ અને ગરમીને કારણે ચીડિયાપણું આવે છે. આ કારણે જો કોઈ તમારી કાર કે બાઇક સાથે ભૂલથી પણ અથડાય જાય છે અથવા લાંબા સમય સુધી ટ્રાફિકમાં રહેવું પડે છે તો તે વ્યક્તિ ગુસ્સે આવવા લાગે છે. કેટલીક વાત રસ્તા પર ઝઘડા થાય છે.

ગુસ્સો આવવા પર શું-શું નુકસાન થાય છે?

 • સંબંધો ખરાબ થઇ શકે છે.
 • તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
 • સારું કામ કરી શકતા નથી.
 • આખો દિવસ મન ઠીક નથી રહેતું.
 • તમે મહત્વપૂર્ણ વસ્તુઓ કરવાનું ભૂલી શકો છો.
 • જમવાનું મન થતું નથી.
 • શરીરમાં ઊર્જા રહેતી નથી.
 • તબિયત બગડે છે.
 • બીજા સાથે વાત કરવાનું મન થતું નથી.

ગુસ્સાને નિયંત્રણ કેવી રીતે કરી શકાય?

 • ઊંધી ગણતરી કરો, તે ગુસ્સાને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
 • સ્થળ બદલો, એટલે કે એવી જગ્યાએ ફરવા જાઓ જ્યાં તમને તાજગી લાગે.
 • સવારે અને સાંજે ચાલવાનો પ્રયત્ન કરો, તેનાથી સારું રહેશે.
 • દિવસમાં ઓછામાં ઓછું એકવાર ધ્યાન કરો, તેનાથી મન શાંત રહે છે.
 • ધીમા અને ઊંડા શ્વાસ લો, તમે આ ધ્યાન દરમિયાન પણ કરી શકો છો.
 • તમારા મનપસંદ ગીતને નીચા અવાજમાં સાંભળો, તમે હકારાત્મકતાનો અનુભવ કરશો.
 • રાત્રે સારી ઊંઘ લો, તેનાથી ગુસ્સો ઓછો થાય છે.