મેન્ટલ હેલ્થ:પ્રેગ્નન્સી પછી થોડા સમય માટે કેમ ડિપ્રેશન આવે છે? એક્સપર્ટે જણાવ્યું તેનું કારણ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે માતાને ઈમોશનલ સપોર્ટ આપવો જોઈએ
  • બાળકના જન્મ પછીથી આશરે બે અઠવાડિયાં સુધી ડિપ્રેશનના લક્ષણો દેખાય છે

એક્સપર્ટ્સનું માનો તો પ્રેગ્નન્સી પછી 75% મહિલાઓને પોસ્ટપાર્ટમ બ્લૂઝમાંથી પસાર થવું પડે છે. ડિલિવરી પછી મહિલાઓને મેન્ટલ પ્રોબ્લેમ થાય છે. સાઈકિયાટ્રિસ્ટ ડૉ. ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, પોસ્ટપાર્ટમ બ્લૂઝ અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એકબીજાથી અલગ છે.

બ્લૂઝમાં શું થાય છે?
બ્લૂઝમાં મહિલાઓને માનસિકે સ્ટ્રેસ, ચીડિયાપણું અને ઊંઘમાં તકલીફ થાય છે. તેમાં અચાનક રડવું આવે છે. આ દરમિયાન મહિલાઓ લો ફીલ કરે છે. બાળકના જન્મ પછીથી આશરે બે અઠવાડિયાં પછી આ તકલીફ દેખાય છે. જો બે વીક પછી પણ આ બધા લક્ષણો રહે તો ડૉક્ટર બતાવવું જોઈએ.

પોસ્ટપાર્ટમ બ્લૂઝ એટલે શું?
ડિલિવરી પછી શરીરમાં એસ્ટ્રાડિયોલ, પ્રોજેસ્ટરોન અને પ્રોલેક્ટિનનું સ્તર ઝડપથી ઘટે છે. આ વિશે વાત કરતા ડૉ. સિંહે જણાવ્યું કે, જે મહિલાઓને કંસીવ પહેલાં એન્ઝાયટી, ડિપ્રેશન, પીરિયડ્સમાં મૂડ સ્વિન્ગસની તકલીફ થાય છે, તેમાં પોસ્ટપાર્ટમ બ્લૂઝના કેસ વધારે દેખાય છે. ડિલિવરી પછીની આ કોમન તકલીફ છે. આ માટે કોઈ ખાસ પ્રકારની દવા કે ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી કારણકે આ પ્રોબ્લેમ માત્ર બે અઠવાડિયાંમાં પૂરી થઈ જાય છે. આ દરમિયાન મહિલાઓ માઈલ્ડ ડિપ્રેશન અનુભવે છે અને તેમની માનસિક તકલીફ સેલ્ફ લિમિટેડ હોય છે એટલે કે તેની અસર બીજા પર થતી નથી.

ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ બ્લૂઝથી કેવી રીતે બચવું?
જે ફેમિલીમાં કોઈ બાળકનો જન્મ થયો ત્યાં માતાનું ધ્યાન રાખવામાં આવે છે. તેના ભોજનથી લઈને આરામ પર વધારે ભાર આપવામાં આવે છે, પરંતુ અમુક વાતોનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. ડૉ. સિંહે પોસ્ટપાર્ટમ બ્લૂઝથી છૂટકારો મેળવવા માટે અમુક ધ્યાનમાં રાખવાની વાતો જણાવી..

  • પરિવારે માતાને ઈમોશનલ સપોર્ટ આપવો જોઈએ.
  • માતા કે બાળકને મળવા આવતા લોકોથી બંનેની સ્લીપિંગ પેટર્ન પર અસર પડે છે.
  • દિવસ હોય કે રાત જો માતા આરામ કરતી હોય તો તેની ઊંઘને ખલેલ ના પહોંચાડવી.
  • માતાને ખુશીઓ ભરેલું વાતાવરણ આપવું, જેથી તેને કોઈ સ્ટ્રેસ ના લાગે.