મેકઅપ કરવામાં શરમ શેની?:મેકઅપ કરતી મહિલાઓ પર અન્ય મહિલાઓ ઈર્ષા કરે છે, સમાજમાં મેકઅપવાળી છોકરી એટલે ‘ફ્લર્ટ મટિરિયલ’, જાણો આ બાબતે પુરુષો શું વિચારે છે?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેકઅપથી નેચરલ મૂડ બુસ્ટિંગમાં મદદ મળે છે
 • ડિપ્રેશન અને એન્ઝાયટી સામે લડતી મહિલાઓ માટે ટેકો બને છે

‘તારે મેકઅપ ના કરવો જોઈએ...’, ‘નેચરલ બ્યુટી જ સારી...’, ‘કોને ઈમ્પ્રેસ કરવા આટલો મેકઅપ કર્યો છે...’, ‘મેકઅપમાં તું ઓળખાતી જ નથી...’ અનેકવાર મેકઅપ કરતી મહિલાઓને આવાં વાક્યો સાંભળવા મળે છે. સોશિયલ મીડિયામાં મીમ અકાઉન્ટથી લઈને કોમેડિયન પણ મેકઅપ વિશે મજાક ઉડાવે છે. ઘણી બોલિવૂડ સુંદરીઓને પણ મેકઅપને લીધે ટ્રોલ થવું પડે છે. મહિલાઓના મેકઅપ પર જેટલી કમેન્ટ્સ થાય છે તેટલી દેશમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાઓ પર ચર્ચાઓ થતી નથી. સમાજની વિચારસરણી પ્રમાણે, મેકઅપ ના કરતી છોકરીઓ પ્રેમ માટે જ બની છે અને મેકઅપવાળી છોકરીઓ ફ્લર્ટ માટે.

મેકઅપ આર્ટિસ્ટ કાજલ સિંહે જણાવ્યું કે, ‘મેકઅપથી નેચરલ મૂડ બુસ્ટિંગમાં મદદ મળે છે. ડિપ્રેશન અને એન્ઝાયટી સામે લડતી મહિલાઓ માટે ટેકો બને છે, પરંતુ આજે પણ સમાજમાં ઘણા લોકો માને છે કે, મેકઅપનો અર્થ છે, તમારો કદરૂપો ફેસ છુપાવવો. મેકઅપ શેમિંગ માત્ર એક સબ્જેક્ટ નથી પણ તેનાથી મહિલાઓનાં મનોબળ અને આત્મસમ્માન પર ઊંડી અસર પડે છે.’

મેકઅપ શેમિંગ એટલે શું?
જ્યારે કોઈ વ્યક્તિ મેકઅપ કરવા પર શરમ અનુભવે છે, ત્યારે તેને મેકઅપ શેમિંગ કહેવામાં આવે છે. સમાજના રીત-રિવાજ પ્રમાણે, છોકરીઓએ મેકઅપ અને ફેશનથી દૂર રહેવું જોઈએ કારણકે તેનું કનેક્શન જે-તે મહિલાના કેરેક્ટર સાથે જોડાયેલું હોય છે. આ જ કારણોને લીધે સ્કૂલ, કોલેજ, ઘર અને ઓફિસ ઉપરાંત અન્ય ઘણી છોકરીઓને મેકઅપ શેમિંગ સહન કરવું પડે છે. ‘picodi.com’ના સર્વેમાં ખબર પડી કે, ભારતમાં મહિલાઓ એક વર્ષમાં આશરે 22 હજાર રૂપિયા કોસ્મેટિક્સ પર ખર્ચ કરે છે. પુરુષો વર્ષમાં એવરેજ 9,500 રૂપિયા કોસ્મેટિક્સ પર ખર્ચ કરે છે.

મેકઅપ વિશે પુરુષો શું વિચારે છે? પર્સેપ્શન મેગેઝિનમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, છોકરાઓ મેકઅપ કરતી છોકરીઓને સમ્માન સાથે જુએ છે જ્યારે મેકવાળી મહિલા સામે અન્ય મહિલાઓ ઈર્ષાથી જુએ છે. તેમને લાગે છે મેકઅપવાળી મહિલા એટિટ્યૂડવાળી હશે. મેકઅપ કોઈ પણ વ્યક્તિની સ્થિતિ અને તેની લાઈફસ્ટાઈલ વિશેના વલણમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે.

માતા બન્યા બાદ મેકઅપ કરવાનું છોડ્યું
‘મૉમસ્પ્રેસો બ્યુટી’ના સર્વે પ્રમાણે, આશરે 67% મહિલાઓએ કહ્યું કે માતા બન્યા પછી બ્યુટી વિશે અમારા વિચારો બદલાઈ ગયા છે. અમે સિમ્પલ બ્યુટી રૂટિન ફોલો કરીએ છીએ, તેમાં માત્ર ફેશવોશ અને મોશ્ચરાઈઝર જ સામેલ છે. 5% માતા રોજ મેકઅપ કરે છે, જ્યારે 68% માતા રોજ મેકઅપ કરવા ઇચ્છતી નથી. તેઓ ઓનલાઇન, ટ્યુટોરિયલ, બ્લોગ્સ અને પ્રોડક્ટ રિવ્યૂ પર વિશ્વાસ કરે છે.

ઘણા સેલેબ્સને મેકઅપ શેમિંગનો સામનો કરવો પડ્યો:

 • સોનમ કપૂર
 • ગૌરી ખાન
 • કંગના રનૌત
 • જૂહી ચાવલા
 • સેલિના જેટલી
 • એશ્વર્યા રાય બચ્ચન
 • દીપિકા પાદુકોણ
 • કરીના કપૂર

માનસિક સ્વાસ્થ્ય માટે મેકઅપ સારો છે:

 • સેલ્ફ કોન્ફિડન્સ વધારવામાં મદદ મળશે.
 • પોઝિટિવિટી અને મૂડ બુસ્ટ થશે
 • ટેન્શન ઓછું થશે.

આટલી વાતો સમજવી જરૂરી

 • મેકઅપ કરવો એ એક પર્સનલ ચોઈસ છે. જો કોઈ મેકઅપ ના કરે તો તેને જજ કરવાને બદલે તેની ચોઈસની રિસ્પેક્ટ કરવી જરૂરી છે.
 • જે રીતે સારાં કપડાં પહેરવાથી તમે કોન્ફિડન્ટ ફીલ કરો છો તેમ મેકઅપ પણ કોઈ થેરપીથી ઓછું નથી.
 • મેકઅપની વાત કરીએ તો સૌપ્રથમ લોકોનાં મનમાં એક મહિલાનું ચિત્ર જ આવે છે, પરંતુ આપણે બધાએ સમજવું પડશે કે મેકઅપનો કોઈ જેન્ડર હોતો નથી. પુરુષો પણ મેકઅપ કરી શકે છે.

મેકઅપ શેમિંગથી આ રીતે બચો:

 • જો તમે મેકઅપ કરતા હો તો તમારે શરમાવાની જોઈ જરૂર નથી. તેનાથી આત્મવિશ્વાસ ઓછો ના કરો. શરમથી બચવા માટે આટલી ટિપ્સ ફોલો કરી શકો છો.
 • ઇગ્નોર કરો. લોકોની કમેન્ટ્સ પર ધ્યાન ના આપો.
 • જો તમારી પાસે ટાઈમ હોય તો ટ્રોલર્સને કહો કે મેકઅપ કોઈ મોટી વાત નથી, પણ તેમણે ઇનસિક્યોરિટી ઓછી કરવાની જરૂર છે.
 • સાર્કાસ્ટિક રીતે જવાબ આપો, ‘આઈ-રોલ’ ઈમોજી મોકલીને સામેવાળાને હિટ કરો.
 • હંમેશાં મેકઅપ માટે કોન્ફિડન્ટ રહો.
 • જે લોકોને મેકઅપ કરવો ગમતો હોય કે તમારી જેમ ગ્લેમરસ દેખાતા હોય તેવા લોકોને મળો, તેમની સાથે વાત કરો.
અન્ય સમાચારો પણ છે...