યુવતીઓને ઘણીવાર સાંભળવું પડે છે કે, 28 વર્ષની થઇ ગઈ છે હજુ સુધી લગ્ન નથી કર્યા, કયારે કરીશ ? મારી સલાહ માનીને અત્યારે જ લગ્નનો સાચો સમય છે. શું તમને પણ આ સમયે લગ્ન બાદ થતી સમસ્યાનું કહીને લગ્ન માટે મનાવવામાં આવી રહ્યા છે? તો ઘણીવાર 30 વર્ષે એ પણ સાંભળવા મળે છે કે, ગર્ભધારણ કરવામાં તકલીફ પડશે.
સામાન્ય રીતે માનવામાં આવે છે કે, યુવતીઓને 30 વર્ષની ઉંમર બાદ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર શ્રીલલિતા અવિનાશ જણાવે છે કે, મહિલાઓ 30 વર્ષની ઉંમર પછી પણ માતા બની શકે છે, પરંતુ તેને સ્વસ્થ રહેવાની જરૂરત છે. જો સ્વાસ્થ્ય સંબધિત કોઈ સમસ્યા હોય ત્યારે પણ ગર્ભધારણ કરવાની સંભાવનાને નકારી શકાય નહીં.
30 વર્ષ બાદ લોકો બીજા બાળકનો પ્લાન કરે છે તો પહેલા બાળકનો પ્લાન કેમ ના કરી શકાય?
ઘણી મહિલાઓ 30 વર્ષ બાદ બીજા બાળકનો પ્લાન કરે છે. જો બીજું બાળક થઇ શકે છે તો પહેલા બાળકને લઈને સવાલ કેમ? આ બાબતે ઘણી મહિલાઓ એ કારણ જણાવે છે કે, 30 વર્ષ બાદ મહિલાઓની ફર્ટિલિટી રેટ ઓછો થાય છે. તો 35 વર્ષ બાદ તો કોઈ સવાલ જ ઉભો નથી થતો. ડોક્ટર લલિતાની વાત માનીએ તો જો મહિલાઓને સ્વાસ્થ્યની કોઈ તકલીફ ન હોય તો 30 વર્ષ બાદ પણ ગર્ભધારણ કરી શકે છે, આ માટે થોડું ધ્યાન રાખવું જરૂરી છે.
ઉંમરથી વધારે લાઇફસ્ટાઇલ છે જવાબદાર
ઉંમર સિવાય ઘણી એવી વસ્તુઓ જેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેનું સૌથી મોટું કારણ આજકાલનું ખાવા-પીવાનું અને લાઇફસ્ટાઇલ છે. આજકાલ મોટાભાગના લોકો અજાણતા જ બહારનો ખોરાક ખાઈ લે છે, જેના કારણે હોર્મોન અસંતુલન, સ્થૂળતા અને PCOD જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે ગર્ભધારણ કરવામાં ઘણો સમય લાગે છે અથવા ઘણી પ્રકારની દવાઓ અને સારવારનો આશરો લેવો પડે છે.
આલ્કોહોલ અને સિગારેટની પણ ગર્ભધારણ પર પડે છે અસર
જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને એ જાણવું જરૂરી છે કે તેમની રિપ્રોડક્ટિવ સિસ્ટમર ખરાબ અસર પડશે. આ સ્ત્રીઓ સાથે જ નહીં, પુરુષો સાથે પણ થાય છે. સિગારેટ અને દારૂમાં રહેલું નિકોટિન વંધ્યત્વનું કારણ બની શકે છે. ધૂમ્રપાન કરવાથી સ્ત્રીઓમાં વંધ્યત્વની શક્યતા 60 ટકા સુધી વધી શકે છે. આ એક્ટોપિક ગર્ભાવસ્થા તરફ દોરી શકે છે, જેમાં ઇંડા ગર્ભાશય સુધી પહોંચતા નથી અને ફેલોપિયન ટ્યુબની અંદર રહે છે. જેનાથી ગર્ભાશયમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. સિગારેટમાં રહેલા રસાયણો અંડાશયમાં એન્ટીઑકિસડન્ટ લેવલના બેલેન્સને ખલેલ પહોંચાડે છે, જેના કારણે પ્રત્યારોપણમાં સમસ્યાઓ તરફ દોરી જાય છે.
હેવી વર્કઆઉટ અને સ્ટ્રેસની પણ સમસ્યા
નોર્વેમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે મહિલાઓ દરરોજ હેવી વર્કઆઉટ કરે છે તે ગર્ભ ધારણ કરી શકતી નથી. બાદમાં જ્યારે કેટલીક મહિલાઓએ તેમનું વર્કઆઉટ ઓછું કર્યું તો તેઓ ગર્ભધારણ કરી શકી હતી. આ સિવાય ફર્ટિલિટી રેટ ઓછું થવાનું કારણ સ્ટ્રેસ પણ થઇ શકે છે. આજકાલ મોટાભાગની મહિલાઓ નોકરી કરી રહી છે અને પોતાની કારકિર્દી સેટલ કરવા માટે ચિંતિત છે. મહિલાઓ નોકરી, અભ્યાસ, સેટલમેન્ટ, રિલેશનશિપ, સ્પર્ધાને લઈને એટલું ટેન્શન લે છે કે તેઓ નાની ઉંમરમાં જ સ્ટ્રેસ લેવાનું શરૂ કરી દે છે, જેના કારણે હોર્મોનલ અસંતુલન થાય છે અને ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થાય છે.
તરુણાવસ્થાથી મેનોપોઝ સુધી ગર્ભ ધારણ કરી શકાય છે
માતા બનવાની કોઈ યોગ્ય ઉંમર કે સમય નથી. જો રિપ્રોડક્ટિવ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી હોય, તો સ્ત્રીઓ તરુણાવસ્થાથી મેનોપોઝ સુધી માતા બની શકે છે. જો કે એ વાત સાચી છે કે 21 થી 30 વર્ષની વયે સ્ત્રી અને પુરૂષ બંનેનો ફર્ટિલિટી રેટ વધુ હોય છે, પરંતુ એવું નથી કે 30 કે 35 વર્ષની ઉંમર પછી ફર્ટિલિટી રેટ અચાનક ઘટી જાય. આ ધીમે ધીમે થાય છે. સગર્ભાવસ્થા માટે બીજી મહત્વની બાબત એ છે કે તમે તમારા ઓવ્યુલેશન વિશે યોગ્ય રીતે જાણી શકો છો, આ માટે તમે ડૉક્ટરને મળી શકો છો અને ઓવ્યુલેશનના સમયગાળા વિશે જાણી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.