ક્રિસમસ અને નવા વર્ષના સેલિબ્રેશન પહેલા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ચેતવણી જાહેર કરી છે. WHOના મહામારી પ્રમુખ ડૉ. માઈકલ રેયાનના જણાવ્યા પ્રમાણે, આ વખતે સેલિબ્રેશન દરમિયાન મિત્રો અને પરિવારના સભ્યોને ગળે લગાવવાથી બચવું. આ દરમિયાન કોરોના ફેલાવાનું જોખમ વધારે રહે છે.
મૃત્યુના આંકડા ચોંકાવનારા
પ્રેસ કોન્ફરન્સમાં કોરોના સંબંધિત સવાલોના જવાબ આપતા ડૉ. રેયાનના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા જે રીતે સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. ખાસ કરીને અમેરિકામાં, ત્યાં સ્થિતિ વધારે ગંભીર છે. તેથી સેલિબ્રેશન દરમિયાન લોકોએ એકબીજાની નજીક જવાનું ટાળવું જોઈએ.
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં અમેરિકા ત્રીજા નંબરે છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, અહીં 2 લાખ 80 હજાર લોકોનાં મોત થયા છે.
વધારે વસ્તુઓ શેર કરવાથી પણ જોખમ વધે છે
WHOના ટેક્નિકલ હેડ મારિયા વેનના જણાવ્યા પ્રમાણે, કોરોનાનું સંક્રમણ એવા લોકોમાં વધારે ફેલાય છે જેઓ એકબીજા સાથે વધારે સમય પસાર કરે છે. એક-બીજા સાથે ખાવાનું અને જગ્યા શેર કરે છે.
બ્રિટનના લોકોએ અલર્ટ રહેવું
બ્રિટન સરકારના ચીફ સાયન્સ એડવાઈઝર પેટ્રિક વોલેન્સે દેશના લોકોને બેદરકારીથી બચવાની સલાહ આપી છે. ‘ધ ટેલિગ્રાફ’ અખબાર સાથેની વાતચીતમાં પેટ્રિકના જણાવ્યા પ્રમાણે- તે સાચું કે અમે વેક્સિન લાવનાર પ્રથમ દેશ બની ગયા છીએ. આ એક મોટી સફળતા છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે, આપણે બેદરકાર રહેવું જોઈએ.
પેટ્રિકના જણાવ્યા પ્રમાણે, મારું માનવું છે કે, આપણે આવતા શિયાળામાં પણ માસ્ક પહેરવાની જરૂર પડી શકે છે અને તેના માટે તૈયાર રહેવું જોઈએ. વેક્સિનેશનની સાથે જો લોકો સાવચેત રહે છે તો તેમના માટે વધુ સારું રહેશે. તે સાથે જ પ્રતિબંધ લાગુ રહેશે, કેમ કે બીજો કોઈ વિકલ્પ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.