• Home
  • Lifestyle
  • Health
  • WHO published its first report on suicide, one person committing suicide every 40 seconds

વર્લ્ડ સ્યૂસાઇડ પ્રિવેન્શન ડે / WHO દ્વારા આત્મહત્યા અંગેનો પ્રથમ રિપોર્ટ પ્રકાશિત, દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે

WHO published its first report on suicide, one person committing suicide every 40 seconds

  • આજે 10 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ સ્યૂસાઇડ પ્રિવેન્શન ડે’ 
  • આજે દર 40 સેકંડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે
  • 2016 માં વિશ્વભરમાં પ્રતિ 1 લાખમાં 10.5 લોકોએ આત્મહત્યા કરી હતી

Divyabhaskar.com

Sep 11, 2019, 10:18 AM IST

હેલ્થ ડેસ્ક. આજે 10 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ સ્યૂસાઇડ પ્રિવેન્શન ડે’ એટલે કે ‘વિશ્વ આપઘાત નિવારણ દિવસ’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આત્મહત્યા અંગેના પ્રથમ વૈશ્વિક રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ, છેલ્લાં પાંચ વર્ષમાં રાષ્ટ્રોએ આપઘાત નિવારણની વ્યૂહરચના બનાવનારા દેશોની સંખ્યા વધી છે. જો કે અત્યારે આવા દેશોની સંખ્યા માત્ર 38 છે, જે બહુ ઓછી છે. અન્ય દેશો અને સરકારે પણ આ દિશામાં આગળ વધીને જરૂરી પગલાં ભરવાની જરૂર છે. 10 સપ્ટેમ્બરે વર્લ્ડ સ્યૂસાઇડ પ્રિવેન્શન ડે પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

WHOના જણાવ્યા અનુસાર, આ દિશામાં સફળતા મળી હોવા છતાં, આજે દર 40 સેકંડમાં એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. WHOએ જણાવ્યું કે, અમે તમામ દેશોમાંથી કાયમી અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને શિક્ષણના કાર્યક્રમોમાં સ્યૂસાઇડ પ્રિવેન્શન એક્શન પ્લાન (આપઘાત નિવારણની વ્યૂહરચના) સામેલ કરવા માટે અપીલ કરી રહ્યા છીએ.

આત્મહત્યાની સંખ્યા અને કારણ

વય આધારિત આત્મહત્યાની સંખ્યા પર નજર કરીએ તો, 2016 માં વિશ્વભરમાં પ્રતિ 1 લાખમાં 10.5 લોકોએ આત્મહત્યા કરી હતી. સમગ્રવિશ્વમાં 79 ટકા આત્મહત્યાની ઘટનાઓ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાંથી સામે આવી છે. તે દેશોમાં 1 લાખની વસ્તી દીઠ પર દર 11.5 હતો. વધુ આવકવાળા દેશોમાં મહિલાઓની સરખામણીએ પુરુષો વધારે આત્મહત્યા કરે છે. જો કે, ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં આત્મહત્યા કરનારા પુરુષો અને મહિલાઓની સંખ્યા લગભગ એકસમાન છે.

માર્ગ અકસ્માતમાં થયેલી કોઈ ગંભીર ઈજા કે આજીવન પંગુતા 15-22 વર્ષની વયના યુવાનોમાં આપઘાતનું બીજું મુખ્ય કારણ બની હતી. તો બીજી તરફ 15થી 19 વર્ષની વયના કિશોરોમાં આપઘાતનું એક મોટું કારણ પરસ્પર હિંસાના સ્વરૂપમાં સામે આવ્યું હતું. મહિલાઓમાં આત્મહત્યાનું મુખ્ય કારણ માતૃત્વ પછીની સ્થિતિના સ્વરૂપમાં સામે આવ્યું.

ગળે ફાંસો ખાઈ લેવો, ઝેર પી લેવું અથવા બળી મરવું જેવી રીતો આત્મહત્યા કરનારા લોકો સૌથી વધુ અપનાવે છે. આત્મહત્યાની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા માટે આ સાધનો સુધી લોકો ન પહોંચે અને આત્મહત્યાથી સંબંધિત ઘટનાઓના કવરેજના મુદ્દે મીડિયા એકત્રિત થાય અને વધુ સંવેદનશીલ બને, યુવાનોની વચ્ચે એવા પ્રકારના કાયક્રમ બતાવે જે તેમના જીવનમાં આવતા તણાવની સામે લડવામાં મદદ કરે, આત્મહત્યાની ગંભીરતા જાણીને જરૂરિયામંદ લોકોને તેમની સ્થિતિ પ્રમાણે મદદ કરવામાં આવે વગેરે જેવાં પગલાંની જરૂર છે.

આત્મહત્યાની ઘટનાઓને ઓછી કરવા માટે સૌથી અસરકારક રીત જંતુનાશકો દવા સુધી લોકો ન પહોંચે તે છે, કેમ કે, આવી જંતુનાશક દવાઓ પીને આત્મહત્યાનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. ઘણી જંતુનાશક દવાઓ એટલી ઝેરી હોય છે કે તે પીવાથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ખાસ કરીને અંતરિયાળ જગ્યાઓ અને સ્થિતિ જ્યાં કોઈ એન્ટિડોટ કે ઈલાજ ઉપલબ્ધ ન હોય અને જ્યાં આસપાસ કોઈ હોસ્પિટલની સુવિધા પણ ઉપલબ્ધ ન હોય ત્યાં આવા પ્રયાસોથી મોતને ભેટનાર લોકોનું પ્રમાણ વધી જાય છે.

WHO દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આત્મહત્યાને રોકવા માટે પેસ્ટિસાઈડ રજિસ્ટ્રાર એન્ડ રેગ્યુલેટર્સ હવે ઈન્ટરનેશનલ લેવલ પર એક પ્રભાવશાળી રીતે કામ કરતી સંસ્થા છે, જે દર્શાવે છે કે મોટાભાગની ખતરનાક જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે બનાવવામાં આવેલા નિયમોથી રાષ્ટ્રીય આત્મહત્યાની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.

રાષ્ટ્રીય સ્તરે સમયસર નોંધણી અને આત્મહત્યાની નિયમિત દેખરેખ રાષ્ટ્રીય કક્ષાએ આત્મહત્યા અટકાવવા માટે એક અસરકારક વ્યૂહરચના બની શકે છે. તેમ છતાં WHOના 183 સભ્ય દેશોમાંથી 2016માં માત્ર 80 દેશોએ જ સારી ગુણવત્તાવાળા મહત્ત્વપૂર્ણ નોંધણીના ડેટા એકત્રિત કર્યા હતા. જે દેશો આ પ્રકારના ડેટા એકત્રિત ન કરી શક્યા તેમાંથી મોટાભાગના ઓછી અને મધ્યમઆવક ધરાવતા દેશો હતા.

10 સપ્ટેમ્બરના રોજ WHO પોતાના ગ્લોબલ પાર્ટનર્સ વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ, ધ ઈન્ટરનેશનલ એસોસિયેશન ફોર સ્યૂસાઇડ પ્રિવેન્શન એન્ડ યૂનાઈડેટ ફોર ગ્લોબલ મેન્ટલ હેલ્થની સાથે મળીને 40 સેકન્ડનું એક્શન કેમ્પેઈન શરૂ કરી રહ્યું છે. 10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે આ અભિયાન પૂરું થશે, જેનું ફોકસ આ વર્ષે આત્મહત્યા નિવારણ પણ છે.

X
WHO published its first report on suicide, one person committing suicide every 40 seconds
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી