તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • WHO News: World Health Organization (WHO) Update On Coronavirus Vaccine Date And Expert On Control Of COVID 19 Epidemic

વેક્સીન અપડેટ:હાલ 10% વેક્સીનના ટ્રાયલ્સ જ સફળ થયા, વેક્સીન આવ્યા બાદ પણ આડઅસર થઈ શકે છે; તેને દુનિયાભરમાં મોકલવા માટે 8000 જમ્બો જેટ્સની જરૂર પડશે

ગૌરવ પાંડેય5 દિવસ પહેલા
  • એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો વેક્સીને 80% સંક્રમણને કન્ટ્રોલ કર્યું તો 20% લોકો હર્ડ ઈમ્યુનિટીથી બચી જશે
  • WHOએ કહ્યું વેક્સીન આવતા વર્ષે જૂનમાં ઉપલબ્ધ થશે, પરંતુ રશિયા અને ચીને તો લોન્ચ પણ કરી દીધી

કોરોનાવાઈરસની વેક્સીન ક્યારે આવશે? સૌ પ્રથમ કોને મળશે? કિંમત શું હશે? દુનિયાભરના લોકો સુધી કેવી રીતે પહોંચશે? આ સવાલો દરેક વ્યક્તિના મનમાં છે. દુનિયાભરની 20થી વધારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સરકાર દિવસ રાત એક કરી વેક્સીન બનાવવાનું કામ કરી રહી છે. દરરોજ વેક્સીન વિશે કોઈ નવી અપડેટ આવે છે. અત્યાર સુધી માત્ર 10% વેક્સીન ટ્રાયલ્સમાં સફળ સાબિત થઈ છે. એક અનુમાન અનુસાર, જો વેક્સીન બની પણ જાય છે તો દુનિયાભરમાં તેની સપ્લાય માટે 800 જમ્બો જેટ્સની જરૂર પડશે. વેક્સીનને લગતા તમારા મનમાં ઉદભવી રહેલા સવાલોના જવાબ જાણો...

વેક્સીન આવશે તો સફળ થશે?
AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં રુમેટોલોજી ડિપાર્ટમેન્ટમાં HOD ડૉક્ટર ઉમા કુમાર જણાવે છે કે, કોઈ પણ વેક્સીન ઉપલબ્ધ થયા બાદ તે અસરકારક સાબિત થશે કે નહીં તેના પર કશું કહી શકાય તેમ નથી. કારણ કે તમામ લોકો ઉતાવળે વેક્સીન તૈયાર કરી રહ્યા છે. વેક્સીનનો ડોઝ આપ્યા બાદ વોલન્ટિયર્સમાં જે ઈમ્યુનિટી ડેવલપ થઈ રહી છે તે પ્રોટેક્ટિવ છે કે નહીં તે પણ સમય જતાં માલુમ થશે.

શું આડઅસર થઈ શકે છે?
બની શકે છે. આડઅસર થાય છે કે નહીં તેના માટે કેટલાક સમય સુધી રાહ જોવી પડશે. એક રિસર્ચ અનુસાર, કોરોનાથી સ્વસ્થ થયા બાદ બનનારી એન્ટિબોડીઝ આશરે 5 મહિના સુધી અસરકારક રહી શકે છે. તેવામાં કહી નથી શકાતું કે વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે. કારણ કે દુનિયાભરમાં વેક્સીન બનાવવાના અથાક પ્રયત્નો ચાલું છે. વેક્સીનની અસરકારકતા માટે ઘણા સમય સુધી રાહ જોવી પડશે.

વેક્સીનનું કામ શું?
ડૉક્ટર ઉમા જણાવે છે કે, વેક્સીન ઘણા બધા પ્રકારની હોય છે. તે લોકલ ઈમ્યુનિટી ડેવલપ કરે છે. તે શરીરમાં ફરી કોઈ સંક્રમણ વધવા દેતી નથી. જો કોરોનાની વેક્સીને 80% સંક્રમણ કન્ટ્રોલ કર્યું તો તે સફળ રહેશે. કારણ કે 20% લોકો હર્ડ ઈમ્યુનિટીથી બચી જશે.

વેક્સીન કેવી રીતે બને છે?
મનુષ્યના લોહીમાં વ્હાઈટ બ્લડ સેલ્સ હોય છે, જે રોગ પ્રતિકારક તંત્રનો ભાગ હોય છે. શરીરને નુક્સાન પહોંચાડ્યા વગર ખૂબ ઓછી માત્રામાં વાઈરસ અથવા બેક્ટેરિયા ઈન્જેક્ટ કરવામાં આવે છે. જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમ આ વાઈરસ અથવા બેક્ટેરિયાને ઓળખી લે છે તો શરીર તેને લડત આપતા શીખી જાય છે. અત્યાર સુધી વાઈરસનો નાશ કરવા માટે દુનિયાભરમાં જે પણ વેક્સીન તૈયાર થઈ છે તેમાં મોટે ભાગે અસલ વાઈરસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેટલા લોકોને વેક્સીન આપવી પડશે?
કોવિડ-19 સંક્રમણ રોકવા માટે માનવામાં આવે છે કે 60થી 70% લોકોને વેક્સીન આપવી પડશે.

વેક્સીન બનાવવામાં કેટલા વર્ષ લાગે છે?

  • વેક્સીન સંક્રમક બીમારીનો નાશ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. 1 વેક્સીન બનાવવામાં આશરે 5થી 10 વર્ષ લાગી જાય છે. તો પણ તેની સફળતાની કોઈ ગેરન્ટી નથી હોતી.
  • વેક્સીનથી અત્યાર સુધી અછબડાનું જ સંક્રમણ સંપૂર્ણ રીતે નાશ થયું છે, પરંતુ તેમાં 200 વર્ષ લાગી ગયા છે.
  • આ ઉપરાંત પોલિયો, ટિટનેસ, ઓરી, સ્ક્રોફ્યુલા અને ટીબી માટે પણ વેક્સીન પણ બનાવવામાં આવી છે. તે સફળ પણ રહી, પરંતુ આજે પણ આપણે આ બીમારીઓ સાથે જીવી રહ્યા છે. ડૉ. ઉમાએ કહ્યું કે, જો એક-દોઢ વર્ષની અંદર વેક્સીન લોન્ચ થાય છે તો આટલા ઓછા સમયમાં ફાસ્ટ ટ્રેક કરીને તેની ખામી ન જાણી શકીએ. તેની અસર પછી દેખાશે. ઘણીવાર વેક્સીનની સાઈડ ઈફેક્ટથી ન્યૂરોલોજિકલ, પેરાલિસિસ જેવી તકલીફો થાય છે.

વેક્સીન આવવાની આશા ક્યાં સુધી જોઈ શકીએ?

  • કોરોનાવાઈરસની વેક્સીનના ટ્રાયલ મોટા પાયે આખી દુનિયામાં ચાલુ છે. તેમાં હજારો લોકો સામેલ છે. દુનિયાભરમાં આશરે 20 કંપનીઓ વેક્સીન ટ્રાયલમાં વ્યસ્ત છે, પણ તેમાંથી માત્ર 10% જ સફળતાના રસ્તે છે.
  • એક વેક્સીનના નિર્માણમાં આશરે 5થી 10 વર્ષ લાગે છે, પરંતુ સારી વાત તો એ છે કે, કોરોનાની વેક્સીન બનાવવા માટે થોડા જ મહિનામાં મેન્યુફેક્ચર અને ઇન્વેસ્ટર આગળ આવ્યા. તેમણે પોતાના કરોડો રૂપિયા દાવ પર લગાવ્યા છે.
  • રશિયાએ સ્પૂતનિક-5 નામની વેક્સીન પણ લોન્ચ કરી છે અને ઓક્ટોબરથી દેશભરમાં લોકોને લગાવવાનું પણ શરુ કરી દેશે. ચીને પણ વેક્સીન બનાવી લીધાનો દાવો કર્યો છે, તે પહેલા પોતાના સૈનિકોને આપવાની વાતો કરી રહ્યું હતું.
  • પરંતુ દુનિયાના તમામ દેશ અને સ્વાસ્થ્ય સંસ્થાઓ આ બંને વેક્સીન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કારણ કે તે રેકોર્ડ સમયમાં બનાવી છે અને તેવું આજ સુધી ક્યારેય બન્યું નથી.
  • WHOનાં લિસ્ટમાં જે વેક્સીનના નામ છે તેના ટ્રાયલ ત્રીજા ફેઝમાં છે, તેમાંથી ઘણી કંપનીઓનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં વેક્સીન બનાવવાનું કામ પૂરું કરી લેશે, પણ WHOનું કહેવું છે કે, આવતા વર્ષે જૂન મહિના સુધીમાં વેક્સીન મળે તેવી શક્યતા છે.

વેક્સીન સૌથી પહેલા કોને આપવમાં આવશે?
ડૉ. ઉમાએ જણાવ્યું કે, વેક્સીન આવી જાય તો સૌથી પહેલા હેલ્થ વર્કર્સ અને હાઈ રિસ્ક ગ્રુપને આપવામાં આવશે. એ પછી 20% વસતીને લગાવવામાં આવશે.

દુનિયાના દેશ વેક્સીન ખરીદવા માટે શું કરી રહ્યા છે?
દુનિયાભરમાં તમામ દેશ ફાર્મા કંપનીઓ સાથે વેક્સીન લેવા માટે કરાર કરી રહ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ દેશ વેક્સીન બનાવવા અને ખરીદવા માટે બનાવેલા ગ્રુપ સાથે જોડાઈ રહ્યા છે. બ્રિટને છ કંપનીઓ સાથે 10 કરોડ વેક્સીનના ડોઝનો કરાર કર્યો છે. અમેરિકાની સરકારે આવતા જાન્યુઆરી મહિના સુધી 30 કરોડ વેક્સીન ડોઝ તૈયાર કરવાની વાત કરી છે. CDCએ ફાર્મા કંપનીઓને 1 નવેમ્બર સુધી વેક્સીનને લોન્ચ કરવાનો સમય પણ જણાવી દીધો છે.

ગરીબ દેશમાં કેવી રીતે પહોંચશે વેક્સીન?

  • વેક્સીન ખરીદવા અંગે દુનિયાના દરેક દેશની સ્થિતિ એક જેવી નથી. WHOના અસ્સિટન્ટ ડાયરેક્ટ જનરલ ડોક્ટર મારિયાજેલા સિમાઓના જણાવ્યા પ્રમાણે, આમારી સામે પડકાર એ છે કે જ્યારે આ વેક્સીન બને તો તમામ દેશો માટે ઉપલબ્ધ થાય, ન માત્ર તે લોકોને મળે જે વધુ પૈસા ખર્ચે છે. આપણે વેક્સીન નેશનલિઝ્મ ચેક કરવું પડશે.
  • WHO એક વેક્સીન ટાસ્ક ફોર્સ બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. તેના માટે તેને મહામારી નિવારણ ગ્રુપ સીઈપીઆઈની સાથે કામ શરૂ કર્યું છે. તે ઉપરાંત વેક્સીન અલાયન્સ ઓફ ગવર્મેન્ટ એન્ડ ઓર્ગેનાઈઝેશન (ગાવી)ની સાથે પણ વાતચીત ચાલુ છે.
  • અત્યાર સુધી 80 સમૃદ્ધ દેશો ગ્લોબલ વેક્સીન પ્લાનમાં જોડાયા છે. આ પ્લાનનું નામ કોવેક્સ છે. તેનો હેતુ આ વર્ષના અંત સુધી 2 અબજ ડોલર રકમ એકત્ર કરવાનો છે, જેથી દુનિયાભરના દેશોને કોરોનાની વેક્સીન પૂરી પાડી શકાય. જોકે, તેમાં અમેરિકા સામેલ નથી. આ સમૂહ દુનિયાના 92 ગરીબ દેશોને પણ વેક્સીન આપવાની વાત કરી રહ્યો છે.

વેક્સીનની કિંમત કેટલી હશે?
તેની કિંમત વેક્સીનના પ્રકાર અને કેટલા ડોઝ ઓર્ડર થયા છે તેના પર નિર્ભર કરે છે. ફાર્મા કંપની મોડર્નાને જો વેક્સીન વેચવાની મંજૂરી આપવામાં આવે તો તે એક ડોઝને 3થી 4 હજાર રૂપિયામાં વેચી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, તેઓ ભારતમાં એક ડોઝની કિંમત અંદાજે 250-300 રૂપિયા રાખશે. ગરીબ દેશોમાં પણ ઓછી કિંમતે વેચવામાં આવશે.

દુનિયાભરમાં વેક્સીનનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે?
આ કામમાં WHO, યુનિસેફ, ડોક્ટર વિધાઉટ બોર્ડર્સ જેવી સંસ્થાઓની મહત્ત્વની ભૂમિકા હશે. તેમને તેના માટે દુનિયાભરમાં એક કોલ્ડ ચેન બનાવવી પડશે. જેમાં કૂલર ટ્રક, સોલર ફ્રિજ, જેવી વ્યવસ્થા પણ કરવી પડશે, જેથી વેક્સીનને યોગ્ય તાપમાનમાં જાળવી શકાય અને ગમે ત્યાં સરળતાથી પહોંચાડી શકાય. સામાન્ય રીતે વેક્સીનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવે છે.

કોવિડ-19 વેક્સીન અપડેટ શું છે?

  • સમગ્ર વિશ્વમાં કોવિડ-19 માટે 180 વેક્સીન બનાવવામાં આવી રહી છે.
  • 35 વેક્સીન ક્લિનિક ટ્રાયલના સ્ટેજમાં છે. એટલે કે તેમનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે
  • 9 વેક્સીનનું ફેઝ-3 ટ્રાયલ ચાલી રહ્યું છે. એટલે કે આ તમામ વેક્સીન હ્યુમન ટ્રાયલના અંતિમ ફેઝમાં છે
  • આ 9 વેક્સીનમાં ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા (બ્રિટન), મોડર્ના (અમેરિકા), ગામાલેયા (રશિયા), જાનસેન ફાર્મા કંપનીઝ (અમેરિકા), સિનોવેક (ચીન), વુહાન ઈન્સ્ટિટ્યૂટ (ચીન), બેઇજિંગ ઈન્સ્ટિટ્યૂટ (ચીન), કેનસિનો બાયોલોજિક્સ (ચીન) અને ફાઈઝર (અમેરિકા)ની વેક્સીન સામેલ છે.
  • 145 વેક્સીન પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ સ્ટેજમાં છે. એટલે કે લેબમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો